બાઈક પર ખોળામાં બાળક હશે તો પણ ભરવો પડશે દંડ.. જાણો શું છે આનો ઉપાય?

આપણા દેશમાં હાલમાં જે કોઈ પણ નવા નવા ફેરફાર થઇ રહ્યા છે તેમાં હાલમાં એક બદલાવ પર આખો દેશ ચર્ચાનો વિષય બની ગયો છે. મોટર વ્હીકલ એક્ટમાં એવા એવા સુધારા કરવામાં આવ્યા છે જેને લોકો દ્વારા ફરજીયાત પાળવામાં આવી રહ્યા છે. કેમ કે તેની દંડની વસુલાત ખુબ જ વધારે પ્રમાણમાં નક્કી કરવામાં આવી છે. આજના સમયમાં આટલો બધો દંડ ભરવો ખુબ જ મુશ્કેલ બની જાય છે. કેમ કે આજે કોઈ પણ વ્યક્તિ હોય તે આર્થિક રીતે ખુબ જ તકલીફ અનુભવતો હોય છે તેવામાં આટલો મોટો દંડ ભરવો થોડું મુશ્કેલી વાળું બની જાય છે.

પરંતુ બનાવવામાં આવેલા નવા નિયમોમાં એક નિયમ એવો છે. જેની લોકોએ કલ્પના પણ નહિ કરી હોય. ઘણા લોકો સામાન્ય રીતે જોવા મળતા હોય છે, જે ટુ વ્હીલર પર ત્રણ સવારી જતા હોય છે. આ બાબત ખરેખર કાયદાનો ભંગ છે. જે વર્ષોથી ટ્રાફિક નિયમોની વિરુદ્ધમાં છે. પરંતુ આજે અમે જે બાબત વિશે તમને વાત કરશું તેના વિશે તમે પણ નહિ જાણતા હોવ. મિત્રો ત્રણ સવારી જવું તે ગુનો બને જ છે. પરંતુ જે બે વ્યક્તિ જતા હતા હોય અને નાનું બાળક ખોળામાં હોય તો પણ ગુનો બને છે. તો ચાલો જાણીએ તેના વિશે વિશેષ માહિતી. આપણા ભારત દેશમાં માતાપિતા તેના નાના બાળકને સાથે રાખતા હોય છે. જ્યારે બાઈક લઈને દંપત્તિ સાથે નીકળે તો તેનું બાળક ખોળામાં હોય છે. પરંતુ હવેથી આ બાબતને લઈને પણ સાવધાન બની જવું પડશે. કેમ કે જો દંપત્તિ સાથે બાઈક પર બાળક પણ ખોળામાં હોય તો ટ્રાફિક પોલીસ ટ્રીપલ રાઈડિંગનો મેમો આપી શકે છે. નવા ટ્રાફિકના કાયદા અનુસાર બાઈક પર બેથી વધુ વ્યક્તિ જોવા મળે તો તેને ઓવરલોડ માનવામાં આવશે.

નવા કાયદા અનુસાર આ બાબતે નાના બાળકને છૂટ છે તેવો કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી. પરંતુ મંત્રાલય દ્વારા એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે આ સમસ્યાનો કોઈક ઉકેલ અમે લાવશું, પરંતુ ક્યારે આવશે તેની કોઈ સમય મર્યાદા નહિ હોય. બાઈકની ઉત્પાદન કંપનીઓ દ્વારા બાઈકમાં ભલે 200 થી 300 કિલોની કેપીસીટી આપવામાં આવે. પરંતુ ટ્રાફિકના નિયમ અનુસાર માત્ર તેમાં બે વ્યક્તિ જ બેસી શકે છે. તેનાથી વધારે જો નાનું બાળક પણ હોય તો તેને ઓવર લોડ માનવામાં આવશે.  મિત્રો આપણા દેશમાં ટુ વ્હીલર ખુબ જ વધારે જોવા મળે છે. દેશમાં લગભગ 21 કરોડ જેટલા વાહનોમાંથી 14 કરોડ કરતા વધારે ટુ વ્હીલર છે. જેમાં 21 કરોડ માંથી 7 કરોડ કરતા વધારે વાહન 4 પૈડા વાળા છે અને 14 કરોડ કરતા પણ વધારે બાઈક ચાલકો છે. મિત્રો પહેલા જો બાઈક પર ઓવરલોડ હોય તો માત્ર 100 રૂપિયા દંડ લેવામાં આવતો હતો. જેની રકમ હવે વધારીના 2000 રૂપિયા કરી દેવામાં આવી છે અને લાયસન્સ સસ્પેન્ડની જોગવાઈ પણ કરવામાં આવી શકે. માટે આ બાબતનું ખાસ દરેક નાગરિકે રાખવું જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment