વધુ પડતું તીખું અને લાલ મરચું ખાવું શરીર માટે છે ખતરા સમાન, ખાતા પહેલા જાણી લો તેના ગંભીર નુકશાન, નહિ આવી શકે છે આવા ગંભીર પરિણામ..

લાલ મરચું પાવડરનો જરૂર કરતાં વધુ ઉપયોગ કરવાથી શરીરમાં ઘણા બધા પ્રકારની તકલીફ ઉભી થઈ શકે છે. ઘણા લોકોને લાલ મરચું પાવડર ખાવાથી પેટમાં તથા છાતીમાં બળતરાનો અનુભવ થાય છે અને વધુ તીખું ખાવાથી પેટમાં વધુ પડતું એસિડ બનવા લાગે છે. જે ઘણી બધી બીમારીઓને કારણ હોય શકે છે. તમારા ભોજનમાં કલર લાવવા માટે સમજ્યા વિચાર્યા વગર લાલ મરચું પાવડર નાંખી દઇએ છીએ. પરંતુ એ વાતનું અનુમાન હોતું નથી કે, લાલ મરચું પાવડર આપણા શરીરને કંઈ રીતે નુકશાન પહોંચાડી શકે છે.

ઘણા બધા લોકોને તીખું અને મસાલેદાર ભોજન ખુબ જ પસંદ હોય છે, ખરેખર તો મસાલેદાર ભોજનમાં ઉમેરવામાં આવેલ લાલ મરચું પાવડર ભોજનનો સ્વાદ વધારે છે, ત્યાર બાદ લોકો સ્વાદ લઈને તીખા ભોજનને માણે છે. પરંતુ શું તમે એ જાણો છો કે, તીખા અને મસાલેદાર ભોજન તમારા સ્વાસ્થ્યને ખુબ જ નુકશાન પહોંચાડી શકે છે. લાલ મરચાનો પાવડર અને જરૂર કરતાં વધુ ઉપયોગ શરીરમાં ઘણા બધા પ્રકારની તકલીફ ઉભી કરી શકે છે. ઘણા બધા લોકોને પેટમાં બળતરાનો અનુભવ થઈ શકે છે અને વધુ તીખુ ખાવાથી પેટમાં એસિડ થાય છે અને બિમારી વધી શકે છે. આવો જાણીએ વધુ માત્રામાં લાલ મરચા પાવડરનું સેવન કરવાથી કંઈ તકલીફ થઈ શકે છે.

ઝાડા : ભોજનમાં વધુ પડતું લાલ મરચાનો ઉપયોગ કરવાથી પાચનની સમસ્યા ઉભી થઈ શકે છે. તીખું ભોજન પોષક તત્વોને ખલાસ કરી નાખે છે. તેનાથી સ્વાસ્થ્ય બગડી શકે છે અને લાલ મરચું ખાવાથી તમને ઝાડા જેવી બીમારીનો શિકાર થઈ શકો છો. તે સિવાય વધુ પડતું લાલ મરચું ખાવાથી ગભરામણ અને ઊલટી જેવી સમસ્યા પણ ઊભી થઈ શકે છે.

મોમાં છાલા : વધુ માત્રામાં લાલ મરચા પાવડરનું સેવન કરવાથી મોંના છાલા થઈ શકે છે. અને લાલ મરચું ખુબ જ તીખું હોવાથી શરીરમાં નુકશાન પહોંચાડે છે. ત્યાં જ જો તીખું ખાવાની આદત લાગી જાય તો ત્યાર બાદ આપણને સંતુલિત ટેસ્ટનું ભોજન પસંદ આવતું નથી. તમને જણાવી દઈએ કે, વધુ લાલ મરચું ખાવાથી મોંની અંદરની ગરમી વધી જાય છે અને તેનાથી મોં માં બળતરા તથા ચામડી ફાટી જાય છે અને મોંમાં છાલા પડી જાય છે.

શ્વાસ : અસ્થમાના દર્દી માટે લાલ મરચા પાવડર ખુબ જ નુકશાનકારક હોય શકે છે. જો તમને અસ્થમા અથવા શ્વાસ લેવાથી જોડાયેલી કોઈ પણ બીમારી છે તો લાલ મરચાનું સેવન તમારી માટે ખતરનાક સાબિત થઈ શકે છે. વધુ લાલ મરચાં ખાવાથી અસ્થમાનો એટેક આવાનું જોખમ પણ વધી જાય છે. ત્યાં જ લાંબા સમય સુધી વધુ તીખું ભોજન લેનાર વ્યક્તિને સ્વાસ્થ્યથી જોડાયેલી તકલીફ વધી શકે છે અને વધુ તીખું તથા લાલ મરચું ખાવાથી શરીરની નસોમાં સોજા આવી જાય છે.

પ્રિમેચ્યોર ડીલીવરી : તમને આ વાત જાણીને હેરાની થશે કે, જે મહિલાઓ વધુ લાલ મરચા પાવડરનું સેવન કરે છે તેમને પ્રિમેચ્યોર ડીલીવરીનું જોખમ વધી શકે છે. ગર્ભવતી મહિલાઓના ભોજનમાં લાલ મરચું પાવડરનો ઉપયોગ વધુ કરવામાં આવે તો તેમને તકલીફ વધી શકે છે. લાલ મરચા પાવડરનો વધુ પડતો ઉપયોગ કરવાથી બાળકમાં શ્વાસ સંબંધિત તકલીફમાં રકમ પણ વધી શકે છે.

પેટમાં અલ્સર : વધુ પડતા લાલ મરચા પાવડરનું સેવન કરવાથી તમારા પેટમાં અલ્સર થઈ શકે છે અને આ બિમારી તમારા માટે ઘાતક થઈ શકે છે. લાલ મરચામાં અફલાટોક્સિન નામનું કેમિકલ મળી આવે છે, જેના કારણે પેટ, લીવર અને કોલોન કેન્સરનો ખતરો રહે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment