ગંદા અને જીદ્દી દાગ વાળા ફ્રિજને આવી રીતે કરો સાફ, થઈ જશે એકદમ ક્લીન અને ચમકદાર.. લાંબા સમય સુધી રહેશે એકદમ નવા જેવું…

મિત્રો આપણા ઘરમાં જેટલું રાચ રચીલું હોય તેટલી જ તેની સફાઈ પણ જરૂરી છે. આપણે આપણા ઘરની દરેક વસ્તુની સાફ-સફાઈ રાખીએ જ છીએ. પરંતુ કેટલીક વસ્તુઓ એવી હોય છે કે જેને સાફ કરવા છતાં જોઈએ તેટલી સારી સાફ થતી નથી. આવી જ વસ્તુઓમાં એક ફ્રીજ છે જે સફાઈ કરવામાં ઘણી જ મહેનત માંગી લે છે. જો તમારા ફ્રીઝ પર હઠીલા ડાગ ધબ્બા છે અને તેને સાફ કરવાનું તમારા માટે મુશ્કેલ બની રહ્યું હોય તો અહીંયા અમે તમને કેટલીક સરળ રીતો જણાવીશું જેનાથી તમે કોઈપણ ઝંઝટ વગર તમારા ફ્રીજની સફાઈ કરીને એકદમ નવા જેવું બનાવી શકશો.

ફ્રીઝ જરૂરી ઉપકરણ છે અને આ લગભગ દરેકના ઘરમાં હોય છે. ફળ અને શાકભાજીને તાજા રાખવા તથા તેના સિવાય વધેલા ખાવા પીવાની વસ્તુઓને આમાં રાખીને ખરાબ થતા બચાવી શકાય છે. આ બધા સિવાય ફ્રીજની સાફ-સફાઈ પણ સમય સમય પર કરતા રહેવું જોઈએ. જેટલી જરૂરી ઘરની સફાઈ  છે તેટલી જરૂરી ફ્રિજની સફાઈ પણ છે. અહીંયા અમે કેટલીક સરળ રીત જણાવીશું જેનાથી તમે ઓછી મહેનતે તમારા ફ્રીઝની ખૂબ જ સરસ સફાઈ કરી શકશો.1) ટ્રે અને ડ્રોઅર:- જો ફ્રીજના ટ્રે અને ડ્રોઅર પર જિદ્દી ડાઘ હોય તો તમે નવશેકા ગરમ પાણીમાં સાબુ કે ડીટરજન્ટ પાવડર નાખીને ટ્રે અને ડ્રોઅરને તેમાં પલાળીને છોડી દો. ત્યારબાદ ડીશવોશ જેલ નો ઉપયોગ કરી શકો છો. તેનાથી ચિકાસ પણ નહીં રહે.

2) ફ્રીઝ ની અંદર અને બહારની સફાઈ:- ફ્રીઝ ની અંદર સફાઈ કરવા માટે તમે ક્લીનીંગ સોલ્યુશન બનાવી લો. તેના માટે તમે એક બાઉલ પાણીમાં એક ટેબલ સ્પૂન ડિશ વોશિંગ લિક્વિડ નાખી દો. ત્યારબાદ સ્વચ્છ સ્પંજને આ સોલ્યુશનમાં નાખીને પલાળી લો અને સાફ કરો. ત્યારબાદ સૂકા કોટન ના કપડાથી આખા ફ્રિજને લૂછી લો.

3) દરવાજો અને હેન્ડલ ની સફાઈ:- એક બાઉલ ગરમ પાણીમાં ½ ટેબલ સ્પૂન ડીશ વોશિંગ લીક્વીડ અને ½  ટેબલ સ્પુન વિનેગર નાખીને મેળવી લો આ ખૂબ જ સરસ ફ્રીઝ ક્લીનર છે.4) આ રીતે કરો ગાસ્કેટને સાફ:- એક કપ વિનેગર અને એક કપ પાણીને બાઉલમાં નાખીને મિક્સ કરી લો. ત્યારબાદ એક સ્વચ્છ કપડાને આ સોલ્યુશનમાં નાખીને પલાળી લો અને સાફ કરો. હવે સૂકા કપડા ની મદદથી ગાસ્કેટને લૂછીને સુકવી લો. ત્યાર બાદ, સોફ્ટ-બ્રિસ્ટલ્ડ બ્રશ વડે, ગાસ્કેટ પર લીંબુના તેલના થોડા ટીપાં લગાવો. આ રબરને લચીલુ રાખશે.

5) જિદ્દી ડાઘા માટે:- બે ટેબલ સ્પૂન વિનેગરમાં બે ટેબલ સ્પૂન બેકિંગ સોડા મેળવીને પેસ્ટ બનાવી લો. હવે સાફ કપડા પર આ પેસ્ટ લગાવીને ડાઘ પર ઘસો. ત્યારબાદ સાદા પાણીમાં કપડાને પલાળીને લૂછી લો. ફ્રીજના અંદરના ખૂણાઓને સરસ રીતે સાફ કરવાનું ન ભૂલતા.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment