આ સ્વાદિષ્ટ લાડવા ડાયાબિટીસના દર્દી માટે છે વરદાન સમાન, ગમે એટલા નથી વધતું બ્લડ શુગર, કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરી સુધારી દેશે પાચન ક્ષમતા… જાણો બનાવવાની રીત…

મિત્રો તમે આમળાનું સેવન કરતા હશો તેમજ તેનું સેવન અલગ અલગ રૂપમાં કરતા હશો. આમળા એ વિટામીન સી મોટો ભંડાર માનવામાં આવે છે. તેનાથી તમારું સ્વાસ્થ્ય ફીટ રહે છે. તમે આમળાનો મુરબ્બો, કેન્ડી, અથાણું તેમજ તેના લાડવા બનાવીને પણ સેવન કરી શકો છો.

ડાયાબિટીસ એક એવી બીમારી છે કે, જે ધીરે ધીરે આખા શરીરને પ્રભાવિત કરવા લાગે છે. તેના કારણે તમને હાર્ટ ડિસીઝ થઈ શકે છે, પગમાં તકલીફ થઈ શકે છે, આંખ ખરાબ થઈ શકે છે અને સ્કિનથી જોડાયેલી સમસ્યાઓ પણ થઈ શકે છે. તેવામાં જરૂરી એ છે કે, જો તમને ડાયાબિટીસની બીમારી છે તો તમારે તમારા બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખવું પડશે. તે માટે તમારે રેગ્યુલર શુગર ચેકઅપની સાથે ડાયટ અને લાઇફસ્ટાઇલનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે.

તેવામાં ડાયાબિટીસના દર્દીઓ માટે હેલ્થી ફૂડ્સની વાત કરવામાં આવે તો, ડાયટમાં આમળાને સમાવિષ્ટ કરવા તમારા માટે ખુબ જ જરૂરી છે. આમળા તમે કાચા પણ ખાઈ શકો છો. સાથે જ તમે તેનું જ્યુસ પણ પિય શકો છો. પરંતુ, આજે અમે તમને ડાયાબિટીસના દર્દીઓ માટે આમળાના લાડવા વિશે જણાવશું. જે માત્ર હેલ્થી જ નહીં, પરંતુ ડાયાબિટીસના દર્દીઓને ગળ્યું ખાવાની ઈચ્છા પણ પૂરી કરે છે. તો આવો જાણીએ, આમળાના લાડવા બનાવવાની રીત અને પછી તેને ખાવાથી થતાં ફાયદાઓ.

આમળાના લાડવા બનાવવાની રીત : સ્વાદિષ્ટ અને હેલ્થી આમળાના લાડવા બનાવવાની રીત નીચે મુજબની છે. આમળાના લાડવા બનાવવા માટે તમારે જરૂર પડશે આમળા, ગોળ, સંચળ, બદામ, મીઠો લીમડો, જાયફળ, વરિયાળી અને એલચી. ત્યાર પછી તમે એ વસ્તુઓથી લાડવા બનાવવાનું શરૂ કરી શકો છો. તે માટે તમારે બસ અમુક સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

જેમ કે, સૌથી પહેલા આમળાને થોડા બાફી લો. હવે એક વાસણમાં થોડું તેલ ઉમેરીને તેમાં મીઠો લીમડો અને વરિયાળી એડ કરો. પછી તેમાં ગોળ અને પાણી ઉમેરીને ગોળની ચાસણી બને ત્યાં સુધી ચલાવતા રહો પછી જાયફળ, એલચી અને બદામ બધુ જ વાટી લો. હવે તેમાં સંચળ ઉમેરો.

હવે બાફેલા આમળામાં કાંટા ચમચીની મદદથી કાણાં પાડી લો. પછી આ ચાસણીમાં આમળા ઉમેરતા જાવ. તે દરમિયાન ગેસ ધીમો રાખવો. હવે જ્યારે આમળા સરખી રીતે મિક્સ થઈ જાય એટ્લે ગેસ બંધ કરી લો. તૈયાર થઈ ગયા તમારા આમળાના હેલ્થી લાડવા. તો ચાલો જાણીએ આમળાના લાડવા ખાવાના ફાયદા.

પાચનતંત્ર માટે : જો તમે આ લાડવાની રેસિપી પર ધ્યાન આપ્યું હશે તો તમે જોયું હશે કે તેમાં ઉપયોગમાં લેવાયેલ દરેક વસ્તુ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. વાસ્તવમાં ડાયાબિટીસના દર્દીઓમાં પાચનતંત્રથી જોડાયેલી સમસ્યાઓ વધારે જોવા મળે છે. જેમ કે કબજિયાત, ગેસ કે અપચાની સમસ્યા. તેવામાં આ લાડવાનો મીઠો લીમડો શુગરનું પ્રમાણ ઘટાડે છે તો, વરિયાળી, એલચી અને સંચળ પેટ માટે ખુબ જ ફાયદાકારક છે.

આ સિવાય આમળામાં રહેલા ગુણો પાચનતંત્ર માટે ફાયદાકારક છે. કારણ કે તેમાં ક્રોમિયમ હોય છે જે કાર્બોહાઈડ્રેડ પચાવવાની ક્ષમતા ધરાવે છે. જેનાથી મેટાબોલીઝ્મ સરખું રહે છે અને શુગરના દર્દીઓને પેટની સમસ્યા થતી નથી. આમ તે પાચનતંત્રની સમસ્યાને દૂર કરવામાં ઉપયોગી બની શકે છે.

શુગર : લાડવાનું નામ સાંભળીને આપણને થાય છે કે, તે ઝડપથી આપણું શુગર લેવલ વધારી શકે છે. પરંતુ આ લાડવા શુગરનું લેવલ વધારતા નથી. વાસ્તવમાં એવું થાય છે કે, આમળા પેનક્રિયાઝના કામકાજને ઝડપી બનાવે છે અને ઇન્સ્યુલીનના પ્રોડકષનને વધારે છે. તેનો મતલબ એ છે કે, તે શરીરમાં શુગરને પચાવવામાં મદદ કરવાની સાથે સાથે તેના સ્પાઇકને રોકવામાં પણ મદદ કરે છે. આમ આ લાડવાથી શુગરનું પ્રમાણ વધતું નથી તેથી ડાયાબિટીસના દર્દીઓ ચિંતા વગર તેનું સેવન કરી શકે છે.

સેલ ડેમેજ : આમળાના ફાયદાની વાત કરવામાં આવે તો તે વિટામિન સી અને એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર છે. જે ઓક્સિડેટિવ તણાવના કારણે થતાં સેલ્સ ડેમેજને ઘટાડે છે. તેનાથી ડાયાબિટીઝના દર્દીઓમાં બીજી બિમારીનું જોખમ ઓછું થાય છે. જેમ કે, પગની તકલીફ અથવા તો સ્કીન સાથે જોડાયેલી સમસ્યાઓની તકલીફ. તે સિવાય આમળા એન્ટી બેક્ટેરિયલ પણ છે જે સ્કીન ઇન્ફેકશન ઘટાડવામાં મદદ કરે છે. આમ આ શરીરમાં થતાં સેલ્સ ડેમેજનું પ્રમાણ ઘટાડવામાં મદદરૂપ બને છે.

કોલેસ્ટ્રોલ : આમળામાં વિટામિન સી અને ફાઇબરની રહેલી પ્રચુરતા ગુડ કોલેસ્ટ્રોલ વધારે છે અને બેડ કોલેસ્ટ્રોલ વધવાથી રોકે છે. સાથે જ તે, ટ્રાઇગ્લિસરાઈડના સ્તરને પણ ઘટાડે છે. તેવામાં ડાયાબિટીસના દર્દીઓ ટ્રાઇગ્લિસરાઈડ વધવાની ચિંતા કર્યા વગર આ લાડવાઓનું સેવન કરી શકે છે. આમ, ડાયાબિટીસના દર્દીઓની મીઠુ ખાવાની ઈચ્છા પણ પૂરી થાય છે અને તેમણે કોઈ તકલીફ પણ થતી નથી.

તો આ પ્રકારે, આમળાના લાડવા ડાયાબિટીસના દર્દીઓ માટે દરેક પ્રકારથી ફાયદાકારક છે. બસ ધ્યાન રહે કે, લાડવા બનાવતી વખતે ખુબ વધારે ગોળનો ઉપયોગ કરવો નહીં અને તેની માત્રા સંતુલિત રાખવી. સાથે જ એક વખતમાં ખુબ વધારે લાડવા પણ ન ખાવા જોઈએ.

આમ આ લાડવાથી ડાયાબિટીસના દર્દીઓને ફાયદો તો થાય જ છે સાથે તેમની મીઠુ ખાવાની ઈચ્છા પણ પૂરી થાય છે. તો ડાયાબિટીસના દર્દીઓ કોઈ પણ પ્રકારની ચિંતા વગર આ લાડવાઓનું સેવન કરી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment