આયુર્વેદ અનુસાર આ કાળી વસ્તુ સાંધાના દુખાવા, પાચન એસીડીટી, કબજિયાત અને ચામડીના રોગોમાં છે રામબાણ… વગર દવાએ જ ડાયાબિટીસ કરશે કંટ્રોલ…

મિત્રો આયુર્વેદ એ ખુબ જ જુનું શાસ્ત્ર છે. જેમાં દરેક રોગના ઈલાજ માટે અનેક ઔષધી વિશે જણાવવામાં આવ્યું છે. આ ઔષધિઓ આપણા માટે વરદાન સમાન છે. આવી જ એક ઔષધી છે ગુગળ. જેનું સેવન સ્વાસ્થ્ય માટે વરદાન રૂપે સાબિત થઈ શકે છે. પરંતુ તેનું યોગ્ય અને પ્રમાણમાં સેવન કરવું જોઈએ.

આયુર્વેદમાં ઘણી એવી ઔષધી છે જેનો ઉપયોગ જુદા જુદા રોગોના ઈલાજ માટે કરવામાં આવે છે. આ ઔષધિઓ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તેમાંથી જ એક છે ગુગળ. ગુગળ એક વૃક્ષ છે, તેમાંથી નીકળતો ગુંદરનો ઉપયોગ આયુર્વેદમાં થાય છે. ગુગળને સાંધાના દુખાવા, સોજા અને ડાયાબિટીસની સમસ્યા દુર કરવામાં લાભકારી માનવામાં આવે છે. ગુગળ બીમારીઓને દુર કરવા અને તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. પરંતુ તેનું સેવન સીમિત માત્રામાં કરવું જોઈએ. નહિ તો નુકશાન પણ થઈ શકે છે.

ગુગળના ફાયદા : ગુગળની તાસીર ગરમ હોય છે. તે સ્વાદમાં કડવો હોય છે. ગુગળનું વાનસ્પતિક નામ કોમીફોરા વાઈટી આઈ છે. તેને ગુગળના નામે ઓળખવામાં આવે છે. તેને અંગ્રેજીમાં Indian bdellium કહેવાય છે. ગુગળ ગુંદરનો ઉપયોગ ઔષધિના રૂપમાં કરવામાં આવે છે. ગુગળ એન્ટી વિટામિન્સ, એન્ટી ઓક્સીડેન્ટ, મિનરલ્સથી ભરપુર માનવામાં આવે છે.

ડાયાબિટીસમાં : આયુર્વેદ અનુસાર ડાયાબિટીસ વાત્ત અને કફ દોષના અસંતુલનને કારણે થાય છે. ગુગળમાં વાત્ત અને કફને ઓછા કરવાના ગુણ રહેલા છે. આથી તેને ડાયાબિટીસના દર્દી માટે લાભકારી માનવામાં આવે છે. ગુગળ ઇન્સુલીનનું ઉત્પાદન કરવામાં મદદ કરે છે. બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે. ડાયાબિટીસના દર્દી ગુગળનું સેવન ડોક્ટરની સલાહથી કરે.

કબજિયાત : પાચનતંત્રમાં ગડબડને કારણે ગેસ, અપચો અને કબજિયાતની તકલીફ રહે છે. ગુગળ પાચનમાં સુધારો કરે છે. ગુગળનું ચૂર્ણ એસીડીટી અને કબજિયાતની સમસ્યામાં રાહત આપે છે. પાચન ઠીક કરવા માટે તમે ગુગળનું સેવન કરી શકો છો.

ત્વચા માટે : આયુર્વેદમાં ગુગળનો ઉપયોગ ત્વચાને લગતી સમસ્યાઓ દુર કરવામાં થાય છે. ગુગળમાં કષાય ગુણ હોય છે, જે ત્વચાની પરેશાની દુર કરે છે. ગુગળ ત્વચામાં ખીલની સમસ્યાથી છુટકારો અપાવે છે. પરંતુ ગુગળની તાસીર ગરમ હોય છે, આથી પિત્ત પ્રકૃતિ વાળા લોકોએ તેનું સેવન ડોક્ટરની સલાહ અનુસાર કરવું જોઈએ. ગુગળ રૂખી ત્વચાનું કારણ પણ બની શકે છે.

સાંધાના દુખાવામાં : સાંધામાં દુખાવો અને સોજા શરીરમાં વાત દોષ વધવાના કારણે થાય છે. ગુગળ વાત્ત દોષને સંતુલિત રાખે છે. તેનાથી દુખાવામાં રાહત મળે છે. ગુગળનું સેવન હાડકાઓને પણ મજબુત કરે છે. સાથે જ ગુગળમાં ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે સોજાથી રાહત આપે છે. ગુગળ ગઠીયા રોગમાં પણ ફાયદાકારક છે.

ઈજા : જો તમને ઈજા થાય છે તો તેનો ઘાવ ભરવા માટે સમય લાગે છે. ગુગળ ઈજાને જલ્દી મટાડે છે. તે ઈજામાં જલન અને દુખાવામાં પણ રાહત આપે છે. ઈજા પર ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો.

ગુગળના નુકશાન : જો ગુગળનો ઉપયોગ સીમિત માત્રામાં કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. પરંતુ વધુ માત્રામાં સેવન કરવાથી નુકશાન થઈ શકે છે. તે મોતિયાબિંદ અને ડ્રાય સ્કીનની સમસ્યા પેદા કરી શકે છે. આથી ગુગળનું સેવન તમારે હંમેશા ડોક્ટરની સલાહથી જ કરવું જોઈએ. આમ ગુગળનું સેવન તમારી અનેક સમસ્યાઓના ઈલાજમાં કારગર સાબિત થાય છે. પરંતુ કોઈ પણ વસ્તુનો સીમિત માત્રામાં ઉપયોગ કરવો સારો રહે છે. નહિ તો શરીરને નુકશાન થઈ શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment