જાણો BSNL નો આ નવો અને સસ્તો પ્લાન, ફક્ત 197 રૂપિયામાં આપી રહ્યું છે 100 દિવસની વેલિડિટી, ફ્રી ડેટા અને કોલિંગ મળશે આટલા દિવસ….

મિત્રો આજે તમે જાણો છો કે, ફોન રીચાર્જના ભાવ ખુબ જ વધી ગયા છે. ખાસ કરીને નેટ ફ્રી કરાવવું ખુબ જ મોઘું થઈ ગયું છે. આથી આજે દરેક લોકો એવા પ્લાનની શોધમાં હોય છે, જેમાં તેને સારો ફાયદો થાય. જીયો કંપનીએ પહેલા તો લોલીપોપ દેખાડીને હવે ગ્રાહકોને ફ્રી ઈન્ટરનેટના નામે લુંટી રહી છે. પરંતુ મુશ્કેલી એ છે કે, આજે કોઈ પણ વ્યક્તિને ઈન્ટરનેટ વગર કે મોબાઈલ વગર ચાલતું નથી. આથી એમ કહીએ કે, ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે. તો આવા ઈન્ટરનેટના ભાવ વધારા વચ્ચે અમે તમારા માટે BSNL દ્વારા ખુબ જ સારા એવા પ્લાનની માહિતી આપવા જઈ રહ્યા છીએ.

બીએસએનએલ એક નવો પ્લાન લઈને આવ્યું છે. આ પ્લાનમાં 100 દિવસની માન્યતાની સાથે સાથે 2GB ડેટા પ્રતિ દિવસના મળી રહ્યા છે. જો તમે તેની કિંમત જાણશો તો ચોકી જશો. જી હા મિત્રો, આ પ્લાન માત્ર 197 રૂપિયામાં જ મળી રહ્યો છે.

બીએસએનએલ ગ્રાહકો માટે એકદમ ફાયદાકારક એક નવો પ્લાન લઈને આવ્યું છે. આ પ્લાનમાં તમને 100 દિવસની માન્યતાની સાથે સાથે 2GB ડેટા પ્રતિ દિવસના મળી રહ્યા છે. જો તમે તેની કિંમત જાણશો તો ચોકી જશો. આ પ્લાન માત્ર 197 રૂપિયામાં મળી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, સરકારી ટેલિકોમ કંપની BSNL ખાનગી કંપનીઓ જેવી કે, Airtel અને Vi ને ટક્કર આપવા માટે આ પ્લાન લઈને આવી છે.

આ પ્લાન મુજબ યુઝર્સને અનલિમિટેડ કોલિંગ, દરરોજના 2GB ડેટા અને ફ્રી SMS ના ફાયદાઓ આપવામાં આવી રહી છે. 197 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકને 100 દિવસની વેલિડિટી તો મળી જ રહી છે.

આ માહિતી વાંચીને ગ્રાહકોને વિશ્વાસ નહિ આવે. પણ ઉપરની જાણકારી વાંચીને તમને સારું લાગી રહ્યું હશે પરંતુ, તેમાં એક પેંચ પણ છે. પેંચ એ છે કે, વેલિડિટી સિવાય બાકી સર્વિસીસ માત્ર 18 દિવસ માટે જ છે. મતલબ 18 દિવસ સુધી 2GB ડેટા મળશે. ત્યાર પછી યુઝર્સને 40KBPS ની સ્પીડથી ડેટા મળશે. અનલિમિટેડ ફ્રી કોલિંગની સુવિધા પૂરી થઈ જશે, પરંતુ ઇનકમિંગ કોલ આવતા રહેશે.

Zing એપનું સબ્સક્રિપ્શન ફ્રી : આ પ્લાનમાં તમને Zing એપનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળશે. જ્યારે આ ફાયદાઓ એક વખત પૂરા થઈ જશે તો, તમારે બધા બેનિફિટ્સ માટે ફરીથી રિચાર્જ કરાવવું પડશે. તમે ટોપ-અપ પણ કરી શકો છો. એ કહેવું પણ ખોટું નથી કે, આ એવા લોકો માટે પરફેક્ટ પ્લાન છે જે લોકો વધારે કોલ રિસીવ કરવાનું પસંદ કરે છે અને ખુબ વધારે ડેટા અને કોલિંગનો ઉપયોગ ન કરતાં હોય.

આમ BSNL ગ્રાહકો માટે એક સારો એવો પ્લાન લઈને આવ્યું છે. જયારે તમે અનલિમિટેડ કોલિંગ, નેટ, તેમજ SMS નો ફાયદો લઈ શકો છો. આથી જો તમે આ પ્લાન અપનાવવા માંગતા હો તો આજે જ આસપાસની BSNL બ્રાંચનો સંપર્ક કરવો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment