શિયાળાની ઋતુમાં નવશેકા પાણીમાં આ 1 વસ્તુ, મિક્સ કરીને નાહવાથી મળશે અનેક બીમારીઓથી છુટકારો…શરીરમાં થશે આવા અઢળક ફાયદાઓ…

આપણે જાણીએ છીએ કે હાલ શિયાળામાં આપણે સૌ ઘી નું વધુ સેવન કરીએ છીએ. કારણ કે ઘીમાં પ્રાકૃતિક રીતે ગરમ તાસીર રહેલી છે. તેના સેવનથી તમારા સાંધાઓ મજબુત બને છે. તેમજ તમને સ્વાસ્થ્ય સંબંધી અનેક ફાયદાઓ પણ થાય છે. આજે અમે તમને આ લેખમાં નવશેકા ગરમ પાણીમાં ઘી નાખીને સ્નાન કરવાથી થતા કેટલાક ફાયદાઓ વિશે જણાવીશું. પાણીમાં ઘી નાખીને સ્નાન કરવાથી તમારા શરીરને અનેક લાભ મળે છે.

શિયાળાની ઋતુ આવતા જ લોકોને ઘણા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. હવામાં ભેજ હોવાને કારણે શરદી, ઉધરસ અને તાવ જેવી બીમારીઓ થવા લાગે છે. ઋતુગત બીમારીઓથી રાહત મેળવવા માટે ભારતીય ઘરોમાં મોટા વૃદ્ધો ઘીનું સેવન કરવાની સલાહ આપે છે. દેશી ઘીમાં ઓમેગા 3, ઓમેગા 9 ફૈટી એસિડ અને વિટામિન એ, કે, ઇ જેવા ઘણા પોષકતત્વો જોવા મળે છે, જે ઇમ્યુનિટીને મજબૂત કરવા અને સંક્રમણથી બચાવવામાં મદદ કરે છે.દેશી ઘીનું સેવન બાળકોથી લઈને વૃદ્ધોને પણ કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે, શિયાળાની ઋતુમાં નવશેકા પાણીમાં ઘી મિક્સ કરીને નહાવામાં આવે તો તે માત્ર સ્કીન માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. આખા ભારતમાં શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે માટે જ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ શિયાળાની ઋતુમાં નવશેકા પાણીમાં ઘી મિક્સ કરીને નહાવાના ફાયદાઓ. 

નવશેકા પાણીમાં ઘી મિક્સ કરીને નહાવાના ફાયદાઓ:-

1) બ્લડ સર્ક્યુલેશન સરખું કરવામાં મદદરૂપ:- શિયાળાની ઋતુમાં નવશેકા પાણીમાં અડધી ચમચી દેશી ઘી મિક્સ કરીને નહાવાથી શરીરનું બ્લડ સર્ક્યુલેશન સરખું કરવામાં મદદ મળે છે. દેશી ઘીના પોષકતત્વો જ્યારે નવશેકા પાણી સાથે મિક્સ થાય છે તો તે શરીરનું તાપમાન સરખું કરે છે અને શરીરને અંદરથી તણાવ મુક્ત અનુભવ કરાવે છે, જેનાથી બ્લડ શ્રક્યુલેશન સરખું કરવામાં મદદ મળે છે.2) સ્કીનને મોઈશ્ચરાઇઝ કરે છે:- શિયાળાની ઋતુમાં હવામાં ભેજ હોવાને કારણે લોકોની સ્કીન ડ્રાઈ થઈ જાય છે. સ્કીનને ડ્રાઈનેસથી બચાવવા માટે લોકો વારંવાર બોડીલોશન લગાડે છે, તેલનો ઉપયોગ કરે છે. પરંતુ નવશેકા પાણીમાં ઘી મિક્સ કરીને નહાવાથી શિયાળાની ઋતુમાં સ્કીન ડ્રાઈનેસથી બચાવી શકાય છે. ઘીના પોષકતત્વો સ્કીનને દીપ મોઈશ્ચરાઇઝ કરવાનું કામ કરે છે. 

3) માથાના દુખાવાથી રાહત અપાવે છે:- શિયાળાની ઋતુમાં નવશેકા પાણીથી નહાવાથી માથાના દુખાવાની સમસ્યાથી રાહત મેળવી શકાય છે. વાસ્તવમાં શિયાળાની ઋતુમાં ઠંડી હવાઓ માથા પર લાગવાને કારણે ઘણા લોકોને આંખોની આસપાસ દુખાવો અનુભવાય છે, અમુક લોકોને માથાના દુખાવાની સમસ્યા પણ થાય છે. એવા લોકો ઘણી વખત નવશેકા પાણીમાં ઘી મિક્સ કરીને નહાય તો માથાના દુખાવાની સમસ્યાથી રાહત મેળવી શકાય છે. આમ, નવશેકા પાણીમાં ઘી મિક્સ કરીને નહાવાથી તમને ઉપરોક્ત ફાયદાઓનો લાભ મળી શકે છે. તેનાથી શરીરને ઘણા ફાયદાઓ મળી શકે છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment