મિત્રો ઘણા લોકોને સૂતા પહેલા દૂધ પીવાની આદત હોય છે. આમ પણ દુધને એક સંપૂર્ણ ખોરાક માનવામાં આવે છે. તેમાં કેલ્શિયમ, વિટામિન, તેમજ અનેક પોષકતત્વો રહેલા છે. જે શરીરને ફિટ રાખવામાં મદદ કરે છે. પણ જો તમને પેટને લગતી તકલીફ હોય તો તમે પોતાના ખોરાકમાં દૂધ તો સામેલ કરો પણ સાથે તેમાં થોડું દેશી ઘી મિક્સ કરીને પછી પીવો. તેનાથી પેટના રોગો તો દુર થશે સાથે બીજી અનેક તકલીફ પણ દૂર થઈ જશે.
એક સર્વેક્ષણ અનુસાર વર્તમાનમાં લગભગ 22% ભારતીય લોકો કબજિયાતથી પીડિત છે. કબજિયાત એક એવી સ્થિતિ છે જે મળને બહાર નીકળવામાં અવરોધ પેદા કરે છે. કબજિયાત દેશના મોટાભાગના લોકોને પીડિત કરતી સામાન્ય બીમારીઓ માંથી એક છે. છતાં પણ તેના વિશે ખુબ ઓછી વાત કરવામાં આવે છે. જો કે મળ અને બાઉલ મુવમેન્ટ વિશે વાત કરવી સામાજિક અને અંતરંગ સભાઓમાં પ્રોત્સાહિત ન કરી શકાય. આ વિશે લોકોમાં જાગૃતતાની કમી છે. કબજિયાત પેટના સમસ્ત રોગોનું મૂળ છે. જો કે કબજિયાતનો ઈલાજ દવાઓ અને ઘરેલું ઉપચારથી કરી શકાય છે.
આયુર્વેદમાં આ રોગ માટે દેશી ઘીને સર્વોત્તમ ઔષધી માનવા આવે છે. ગાયનું ઘી એન્ટીઓક્સીડેંટથી ભરપુર હોય છે. આ સિવાય તેમાં એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ પણ હોય છે. પોષકતત્વ અને ફેટી એસિડ સાથે દેશી ઘી એક સુપરફૂડ માનવામાં આવે છે. દુધની સાથે સેવન કરવાથી ઘી સૌથી અધિક ફાયદાકારક માનવામાં આવે છે. તમને એ સાંભળીને અજીબ લાગશે કે પણ આ સત્ય વાત છે. પ્રાચીન સમયમાં ઘીની સાથે દૂધ આયુર્વેદિક ચિકિત્સકો દ્વારા લેવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી શારીરિક શક્તિ મળે છે.
પાચન શક્તિ મજબુત કરે છે : દુધમાં ઘી નાખીને પીવાથી શરીરની અંદર પાચન એન્ઝાઈમના સ્ત્રાવને ઉત્તેજિત કરીને પાચનશક્તિ વધારવામાં મદદ કરે છે. આ એન્ઝાઈમ જટિલ ખાદ્ય પદાર્થને સરળ પદાર્થોમાં તોડે છે. જેનાથી જલ્દી અને સારા પાચનમાં મદદ મળે છે. જો તમને કબજિયાત છે અથવા પાચનતંત્ર કમજોર છે તો તમે નિયમિત રૂપે દુધમાં ઘી નાખીને તેનું સેવન કરો.
મેટાબોલિઝ્મને મજબુત કરે છે : દૂધ અને ઘીનું અદ્દભુત સંયોજન ચયાપચયને સારું કરવામાં અને તમારા શરીરને ઉર્જા અને શક્તિ પ્રદાન કરવામાં મદદ કરે છે. આ ઉત્સર્જનના માધ્યમથી શરીરથી બધા હાનિકારક વિષાક્ત પદાર્થોને બહાર કાઢીને પ્રણાલીને ડીટોસ્કીફાઈ પણ કરે છે.
સાંધાના દુઃખાવા માટે લાભકારી : જો તમે સાંધાના દુઃખાવાથી પીડિત છો અને તેનાથી જલ્દી છુટકારો મેળવવા માંગો છો, તો તમારે ઘી અને દૂધનું એક સાથે સેવન કરવું જોઈએ. ઘી સાંધામાં સોજાને ઓછા કરવામાં મદદ કરે છે અને બીજી બાજુ દૂધ હાડકાઓ મજબુત કરે છે. તો હવે જ્યારે તમે સાંધાના દુઃખાવાનો સામનો કરી રહ્યા હો તો બસ એક ગ્લાસ દુધમાં એક ચમચી ઘી મિક્સ કરો અને થોડા દિવસ તેને પીવો.
એનર્જી વધારે છે : જો તમે સતત કામના કારણે થાક અનુભવો છો તો તમારે આ ઘી અને દૂધનું સેવન કરવું જોઈએ. આ તમને કઠોર શારીરિક ગતિવિધિઓને કરવા માટે ખુબ જ સહનશક્તિ અને શક્તિ પ્રદાન કરે છે. તમે અકસર સાંભળ્યું હશે કે, પહેલવાન એક બળદની જેમ મજબુત બનવા માટે ઘી અને દૂધનું સેવન કરે છે.
નીંદર સારી આવે છે : દુધમાં એક ચમચી ગાયનું દેશી ઘી મિક્સ કરીને સૂતા પહેલા પીવું. સારી અને શાંતિ ભરેલી નીંદર આવશે. જો તમે નીંદર ન આવવાની સમસ્યાથી પીડિત છો તો આ ઔષધી તમારા માટે ખુબ જ સારી છે. તેનું નિયમિત સેવન કરવાથી તમને ઘણા લાભ મળશે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી.