શરીરના તમામ દુખાવા સહિત કોલેસ્ટ્રોલ, કબજિયાત, હાડકા અને માંસપેશીઓના દુખાવાનો સચોટ ઈલાજ. ત્વચા અને દાંતના રોગોમાં મોંઘી દવાઓ કરતા પણ વધુ અસરકારક…

વધુ પ્રમાણમાં નમકનું સેવન શરીર માટે નુકશાનકારક સાબિત થાય છે. પરંતુ આ નમકનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે લાભકારી સાબિત થઈ શકે છે. જી હા મિત્રો, આયુર્વેદ અનુસાર સિંધાલુણ નમકનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે, એટલા માટે આ ન્મ્કને સર્વોત્તમ કહેવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ સિંધાલુણ મીઠાના 7 ગજબના ફાયદા…

1 ) સિંધાલુણ નમકમાં લગભગ 65 પ્રકારના ખનિજ મળી આવે છે. જે ઘણી પ્રકારની બીમારીઓથી બચાવવામાં મદદગાર થાય છે. તેમજ તેનો એક મોટો ફાયદો એ છે કે, આ નમક પચવામાં ખુબ જ ફાયદાકારક છે. કેમ કે આ નમક આપણા શરીરમાં પાચક રસોનું નિર્માણ કરે છે, એટલા માટે કબજિયાતને દુર કરવામાં ખુબ જ સહાયક છે.

2 ) આ નમક કોલેસ્ટ્રોલને ઓછુ કરવામાં પણ ખુબ જ સહાયક માનવામાં આવે છે. જેના કારણે હાર્ટએટેક આવવાની સંભાવના પછી થઈ જાય છે. આ સિવાય હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં પણ સિંધાલુણ નમક ફાયદાકારક હોય છે. 

3 ) તણાવ વધુ થવા પર સિંધાલુણ નમકનું સેવન કરવું લાભકારી સાબિત થાય છે. સિંધાલુણ નમક સેરોટોનિન અને મેલાટોનિન હોર્મોન્સનું સ્તર શરીરમાં બનાવી રાખે છે, જે તણાવથી લડવામાં તમારી મદદ કરે છે. 

4 ) માંસપેશીઓમાં દુખાવો અથવા એઠન થાય, અથવા હાડકા સાથે જોડાયેલી કોઈ સમસ્યા, સિંધાલુણ નમકનું સેવન કરવાથી તમારી સમસ્યાઓ ધીમે ધીમે પૂરી રીતે સમાપ્ત થઈ જાય છે.

5 ) પથરી એટલે કે સ્ટોન થઈ જવા પર, સિંધાલુણ અને લીંબુને પાણીમાં મિક્સ કરીને પીવાથી થોડા જ દિવસમાં પથરી ગળવા લાગે છે. તેમજ સાઈનસના દુખાવાને ઓછો કરવામાં પણ સિંધાલુણ ફાયદાકારક છે.

6 ) ડાયાબિટીસ અને અસ્થમા તેમજ અર્થરાઈટીસના દર્દીઓ માટે સિંધાલુણ નમકનું સેવન ખુબ જ લાભદાયક હોય છે. તે શરીરમાં શુગરના સ્તરને નિયંત્રિત રાખવામાં પણ ફાયદાકારક છે.

7 ) અનિંદ્રાની સમસ્યા હોય તો સિંધાલુણ નમક અસરકારી છે, તેમજ ત્વચાના રોગો અને દાંતના રોગોમાં તેનો પ્રયોગ કરવામાં આવે છે. મોટાપાને ઓછું કરવા માટે પણ સિંધાલુણ નમકનો પ્રયોગ કરવો ખુબ જ સારું માનવામાં આવે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment