ડિલીવરી બાદ માતાએ ખાવી જોઈએ ખાવી જોઈએ આ દેશી વસ્તુ… એનર્જી વધારી બીમારીઓ રાખશે દુર…. માતા અને બાળક રહેશે એકદમ તંદુરસ્ત..

માતા બન્યા પછી માતાએ પોતાના બાળકનું અને પોતાનું વધુ ધ્યાન રાખવું પડે છે. આથી માતાએ પોતાના ખોરાકમાં વિશેષ ધ્યાન આપવાની જરૂર પડે છે. તો ચાલો જાણી લઈએ પ્રેગ્નેન્સી, ડિલીવરી અને પછી બ્રેસ્ટફીડીંગ માટે મહિલાઓએ ક્યાં ક્યાં ખોરાકનું સેવન કરવું જોઈએ. ડિલીવરી પછી બ્રેસ્ટફીડીંગ માટે માતાએ પોતાના ખાનપાન અને ડાયટ માટે કંઈ રીતે ધ્યાન રાખવું જોઈએ. અને પોતાના ખોરાકમાં કંઈ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ.

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે, જન્મ પછી પહેલા 6 મહિનામાં બાળક માટે પોષણનો મુખ્ય આધાર માત્ર માતાનું દૂધ જ હોય છે. માતા જે કંઈ ખાય છે તેનું પોષણ બાળકને મળે છે. આ કારણ છે કે, બ્રેસ્ટફીડીંગ કરાવતી મહિલાએ પોતાના ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું પડે છે.

1 ) મેથીના દાણા : સ્તનપાન કરાવતી મહિલાએ મેથીના દાણાનું સેવન કરવું જોઈએ. તેનાથી બ્રેસ્ટમિલ્કમાં વધારો થાય છે. વર્ષ 2018 માં થયેલ એક રીવ્યુ અનુસાર 25 મહિલાઓને મેથીના દાણા, આદુ અને હળદરનું મિશ્રણ આપવામાં આવ્યું. જયારે અન્ય 25 મહિલાઓને પ્લેસીબો આપવામાં આવેલ. જયારે જે મહિલાઓએ આ મિશ્રણનું સેવન કર્યું, બે અઠવાડિયામાં બ્રેસ્ટમિલ્કનું ઉત્પાદન 49% અને 4 અઠવાડિયામાં 103% વધી ગયું.

2 ) અજમો : ડિલીવરી પછી વજન ઓછું કરવા માટે અજમોનું સેવન ખુબ જ ગુણકારી છે. તેમાં દૂધ વધારવાના ગુણ રહેલા છે. અજમો શરીરની ઈમ્યુન સિસ્ટમ વધારે છે અને બાળકને ફ્લુ અને તાવથી પણ બચાવે છે.

3 ) વરીયાળી : વરીયાળીમાં ગેલેકટેગોજના ગુણ રહેલા છે. જે દૂધ વધારવાનું કામ કરે છે. તેમાં એસ્ટ્રોજન જેવા ગુણ હોય છે. જે બ્રેસ્ટમિલ્કને વધારે છે. વરીયાળીથી પ્રોલેક્ટીવ વધી શકે છે, જે બ્રેસ્ટ દુધના ઉત્પાદનમાં વધારો કરવા માટે જવાબદાર છે.

4 ) તલ : તલમાં કેલ્શિયમ, ખનીજ પદાર્થ અને ઓમેગા-6 ફેટી એસિડ હોય છે. તમે ડિલીવરી પછી તલના લાડવા ખાય શકો છો. અથવા ખાવામાં તલનો ઉપયોગ કરી શકો છો. તેમજ રસોઈ બનાવવામાં તલના તેલનો ઉપયોગ પણ કરી શકો છો.

5 ) બદામ : બદામને પણ ગેલેકટેગોજ તત્વથી યુક્ત માનવામાં આવે છે. તેને બ્રેસ્ટફીડીંગ કરાવતી માતા એ જરૂર ખાવી જોઈએ. તમે દરરોજ ત્રણથી ચાર બદામ કાચી ખાય શકો છો. અથવા કોઈ મીઠાઈમાં નાખીને પણ ખાય શકો છો.

અન્ય ફૂડસ : આ સિવાય તમે એક્સપર્ટ અનુસાર બ્રેસ્ટફીડીંગ કરાવતી માતાએ ગુંદર, બાજરો અને નાળિયેરને ખાવાની સલાહ આપવામાં આવે છે. આમ જે મહિલા બાળકને સ્તનપાન કરાવે છે, તેણે પોતાના ડાયટમાં એવા ખોરાકને સામેલ કરવા જોઈએ જેનાથી બ્રેસ્ટમીલ્કમાં વધારો થાય.

એક્સપર્ટ જણાવે છે કે, પ્રેગ્નેન્સી તેમજ ડિલીવરી પછી માતાએ પોતાને તેમજ બાળકના સ્વાસ્થ્ય માટે મેથી દાણા, અજમો, બદામ, બાજરો, ઘી, ગોળ જેવી વસ્તુઓ સામેલ કરવી જોઈએ. આ સિવાય જે મહિલાને દૂધ ઓછું આવતું હોય તેમણે સુકા નાળિયેરને પાણીમાં પલાળીને ખુબ જ ચાવવું જોઈએ. તેનાથી દૂધ ઉત્પાદનમાં વધારો થાય છે. તેમજ થોડી નાની મોટી કસરત પણ કરવી જોઈએ. કમરના દુખાવાથી બચવા માટે તમે કમર, પગનો શેઈક પણ લઈ શકો છો. જેનાથી શરીરના હાડકાઓ, સ્નાયુઓ મજબુત બને છે. તેનાથી ઉંમર વધતા હાડકાઓ અને સ્નાયુઓના દુખાવા ઓછા થાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment