આ એક વસ્તુને રાત્રે સુતા પહેલા લગાવી દો તમારા વાળમાં, વાળની તમામ સમસ્યાઓ દુર કરી બેગણી ઝડપે કરી દેશે લાંબા… બની જશે એકદમ ઘાટા, સ્મૂથ અને શાયની…

સ્વાસ્થ્ય માટે દેશી ઘી ના ફાયદાઓ વિશે તમે જાણતા હશો. તેમજ તમે ઘીને પોતાના ડાયટમાં સામેલ પણ કરતા હશો. જો કે દેશી ઘી થી તમને અનેક ફાયદાઓ મળે છે. ત્વચા અને વાળ માટે દેશી ઘી ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. જો કે તમે દેશી ઘીનો ઉપયોગ અનેક રીતે કરી શકો છો.

વાળને હેલ્દી રાખવા માટે મોટાભાગે લોકો હેર કેર રૂટીન ફોલો કરે છે. જેમાં મસાજથી લઈને નોરીશ કરવાનું કામ કરી શકાય છે. જો કે સ્કેલ્પની મસાજ માટે મોટાભાગે લોકો અલગ અલગ તેલનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમને ખબર છે કે, ઓઈલની જગ્યાએ દેશી ઘી પણ ઉપયોગમાં લઈ શકાય છે. દેશી ઘી વાળમાં લગાવવાની પ્રથા ખુબ જ જૂની છે.

જયારે ઘણા લોકો આજે પણ વાળને હેલ્દી બનાવવા માટે જુના ઉપાયો અપનાવે છે. ઘણી વખત લોકો દેશી ઘી નો ઉપયોગ એ માટે પણ નથી કરતા કારણ કે તે આજના સમયમાં દેશી ઘી મળવું ખુબ જ મુશ્કેલ છે. પરંતુ જો તમે ઘરે ઘી બનાવો છો તો તેનો ઉપયોગ પણ કરી શકો છો. આજે આપણે આ લેખમાં દેશી ઘી વાળમાં લગાવવાના ફાયદાઓ વિશે જાણીશું. દેશી ઘી થી તમારા વાળ ખુબ જ મુલાયમ, ચમકદાર બની જાય છે.

1 ) વાળને હાઈડ્રેટ રાખે છે : વાળને હેલ્દી રાખવા માટે આપણે ઘણા પ્રકારના ઉપાયો અજમાવીએ છીએ. જયારે શિયાળામાં વાળને હાઈડ્રેટ રાખવા જરૂરી છે. આ ઋતુમાં વાળ અક્સર બેજાન, શુષ્ક દેખાય છે. આ સમયે તમે દેશી ઘી નો ઉપયોગ કરી શકો છો. વાળ અને સ્કેલ્પની દેશી ઘી થી મસાજ કરવી જોઈએ. ઘી માં રહેલ હેલ્દી અને રીચ ફેટી હાઈડ્રેશન સ્કેલ્પને અંદરથી પોષણ દેવામાં મદદ કરે છે.

2 ) વાળના વિકાસ માટે : વાળને લગતી ઘણી સમસ્યાઓ છે. તેમાંથી એક હેર ગ્રોથ પ્રોબ્લેમ છે. જેના માટે મહિલાઓ ઘણા કેમિકલ યુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. આ માટે તમે દેશીનો ઉપયોગ કરી શકો છો. આ માટે પહેલા ઘી ને થોડું ગરમ કરી લો, પછી મસાજ કરો. તે વાળને કંડીશનર કરે છે અને સાથે સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેશનને પણ વધારે છે. તે વાળના વિકાસમાં વધારો કરે છે. જેનાથી વાળ જાડા અને વધે છે.

3 ) વાળના ટેકશ્યર માટે : કેમિકલ યુક્ત પ્રોડક્ટ અને સતત હિટીંગ ટુલ્સને કારણે વાળ રફ અને શુષ્ક થઈ જાય છે. તેનાથી વાળનું ટેકશ્યર ખરાબ થઈ જાય છે. આથી તમે દેશી ઘી નો ઉપયોગ કરી શકો છો. વાળ અને સ્કેલ્પમાં ડાયરેક્ટ દેશી ઘી લગાવવાથી વાળના વિકાસમાં સુધારો આવે છે. તેનાથી વાળ વધુ સ્મૂથ અને શાઈની બને છે.

એક્સપર્ટ પાસે જાણો વાળમાં દેશી ઘી લગાવવાના ફાયદાઓ – ડીપ કંડીશનર : વાળને સમય સમય પર ડીપ કંડીશનરની જરૂર પડે છે. તે હેલ્દી હેર કેર રૂટીન માટેનો અહમ ભાગ છે. આ માટે તમે પણ દેશી ઘીનો ઉપયોગ કરી શકો છો. એક્સપર્ટ અનુસાર વાળમાં ઘી લગાવીને સારી રીતે મસાજ કરો. પછી આખી રાત રહેવા દો. સુતા પહેલા વાળમાં શોવર કેપ પહેરી લો. આમ સવારે શેમ્પુથી વાળને ધોઈ નાખો. તમારા વાળ એકદમ સ્વસ્થ અને હેલ્દી બની જશે.

આમ વાળના હેલ્દી સ્વાસ્થ્ય માટે દેશી ઘી ખુબ ફાયદાકારક નીવડે છે. તેમાં રહેલ પોષક તત્વો તમારા વાળને એક નવી ઓળખ આપે છે. વાળની ચમક વધારે છે. હેર ફોલને ઘટાડે છે. વાળમાં વૃદ્ધિ કરીને વાળ ઘાટા, લાંબા અને મુલાયમ બનાવે છે. આમ વાળના સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ઘી ખુબ જ ગુણકારી માનવામાં આવે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment