ઘરમાં રહેલા આ પાનને પાણીમાં ઉકાળી પિય લ્યો, વજન, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસને કંટ્રોલ કરી, કબજિયાત અને ચામડીના રોગોથી આપશે છુટકારો…

આપણા શરીરમાં કોલેસ્ટ્રોલનું બેલેન્સ હોવું ખુબ જ જરૂરી છે. જો શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધી જાય તો હૃદયને લગતી બીમારીનું જોખમ વધી શકે છે. આથી આ કોલેસ્ટ્રોલના લેવલને સરખું રાખવા માટે તમારે અમુક વસ્તુઓનું સેવન જરૂર કરવું જોઈએ. જો કે સારું કોલેસ્ટ્રોલ શરીર માટે જરૂરી છે. પરંતુ ખરાબ કોલેસ્ટ્રોલને શરીરમાંથી બહાર કાઢવું ખુબ જ જરૂરી છે. આ માટે ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢવા તમે મીઠા લીમડાનો ઉપયોગ કરી શકો છો. તેમાં રહેલ પોષક તત્વો તમારા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢવામાં મદદ કરે છે.

લોહીમાં કોલેસ્ટ્રોલ અને ગ્લુકોઝનું સ્તર વધવું એ સ્વાસ્થ્ય માટે ખતરનાક થઈ શકે છે. તેનાથી ઘણી ગંભીર સમસ્યાઓનું જોખમ થઈ શકે છે. જેમાં કોલેસ્ટ્રોલ વધવાથી હૃદય રોગ, હાર્ટએટેક અને સ્ટ્રોકનું જોખમ રહેલું છે, જ્યારે ગ્લુકોઝ વધવાથી ડાયાબિટીસ સહિત અન્ય વિકારોનું જોખમ રહેલું છે. સારા સ્વાસ્થ્ય માટે શરીરને આ બંનેથી છુટકારો મેળવવો જરૂરી છે.

કોલેસ્ટ્રોલ બે પ્રકારના હોય છે, એક સારું અને એક ખરાબ. સારું કોલેસ્ટ્રોલ શરીરના ઘણા અંગોના સારા કામકાજ માટે જરૂરી છે. જ્યારે ખરાબ કોલેસ્ટ્રોલ બીમારીઓનું મૂળ બને છે. એ જ પ્રકારે બ્લડ શુગર અથવા બ્લડ ગ્લુકોઝ અમારા દ્વારા લેવાતા ભોજનમાંથી આવે છે અને તે શરીરની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. તેને કંટ્રોલમાં રાખવું જરૂરી છે તેના વધવાથી થાક, તરસ વધવી, વધારે પેશાબ આવવો જેવી સમસ્યાઓ થઈ શકે છે.

બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવા અથવા ઘટાડવા માટે ઘણી દવાઓ ઉપલબ્ધ છે, પરંતુ તેને હેલ્થી ડાયટ અને સારી લાઈફસ્ટાઈલ દ્વારા પણ કંટ્રોલમાં કરી શકાય છે. તે માટે તમે મીઠો લીમડો ઉપયોગમાં લઈ શકો છો. એક અધ્યયન મુજબ, મીઠો લીમડો બ્લડ કોલેસ્ટ્રોલ અને ગ્લુકોઝના લેવલને ઘટાડે છે.

કોલેસ્ટ્રોલ : જો તમારું કોલેસ્ટ્રોલ લેવલ વધી ગયું છે તમે મીઠાના લીમડાનું સેવન કરી શકો છો. આ જ અધ્યયનમાં શોધકર્તાઓએ જાણ્યું કે, મીઠા લીમડાના રસમાં કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવા માટેના શક્તિશાળી ગુણ રહેલા હોય છે. તેને પીતા જ કોલેસ્ટ્રોલ લેવલ 277.6+/-16.6 એમજી ઘટી ગયું હતું.

બ્લડ શુગર : જો તમારું બ્લડ શુગર લેવલ વધી ગયું છે તેના માટે મીઠા લીમડાનું સેવન સારું માનવામાં આવે છે. અધ્યયનમાં જાણવા મળ્યું કે, મીઠા લીમડાના રસમાં ડાયાબિટીસના રોગીઓમાં બ્લડ કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગર લેવલને ઘટાડનારા ગુણ રહેલા છે. આ અધ્યયનમાં ઉંદરને એકધારા 10 દિવસ સુધી 80 મિલિગ્રામ લીમડાનો રસ આપવામાં આવ્યો અને પરિણામ ચોકાવનારું આવ્યું હતું.

વજન ઘટાડવા માટે : વજન ઓછો કરવા માટે મીઠો લીમડો તમારી મદદ કરી શકે છે. મીઠા લીમડાનો રસ માત્ર બ્લડ કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગર જ નહીં, પરંતુ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. શોધકર્તાઓએ અધ્યયનમાં જાણ્યું કે, ઉંદરમાં આ ઉપચાર પછી વજન ઘટી ગયું હતું.

મીઠા લીમડાના પોષકતત્વો : મીઠો લીમડો કોપર, મિનરલ્સ, કેલ્શિયમ, ફૉસ્ફરસ, ફાઈબર, કાર્બોહાઈડ્રેડ, મેગ્નેશિયમ અને આયરન જેવા પોષકતત્વોથી ભરપૂર હોય છે. આ બધા જ પોષકતત્વો શરીરના સારા કામકાજ માટે જરૂરી છે.

મીઠા લીમડાના અન્ય ફાયદા : મીઠા લીમડાથી  તમને ઝાડા, કબજિયાત અને તણાવ ઘટાડવામાં પણ મદદ મળી શકે છે. એટલું જ નહીં. તે બેક્ટેરિયાને મારે છે અને આંખોનું તેજ વધારે છે. તેમાં બળતરા, રુજ આવવી અને ત્વચા ફાટતી રોકવાના પણ ગુણ રહેલા હોય છે. આમ તમે મીઠા લીમડાનો ઉપયોગ કરીને અનેક બીમારીઓ દુર કરી શકો છો.

આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે. તે કોઈ પણ પ્રકારની દવા કે ઇલાજનો વિકલ્પ હોય શકે નહિ. વધારે જાણકારી માટે હંમેશા ડોકટરનો સંપર્ક કરવો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment