નિયમિત આટલી મિનીટ સુધી કરો પગની માલિશ, પગની તમામ સમસ્યાઓ દુર કરી શરીરની આટલી બીમારીઓ કરી દેશે દુર…

આજના સમયમાં લગભગ લોકો, જેમાં નાનાથી માંડીને મોટાઓના પગ દુખતા હોય છે. પરંતુ જો તમે નિયમિત રીતે પગની માલીશ કરો છો તેનાથી તમને ગજબના ફાયદાઓ થાય છે. આપણ શરીરને પગ એ સંપૂર્ણ શરીરનું બેલેન્સ રાખતા હોય છે. આથી ચાલવાથી લઈને અનેક કામ કરવામાં પગનું તંદુરસ્ત રહેવું ખુબ જરૂરી છે. આથી તમારે પગની કાળજી રાખવી ખુબ જ જરૂરી બની જાય છે.

માલિશ કરવાથી શરીરનો દુખાવો ચપટી વાગતા જ દૂર થઈ જાય છે. જો તમારા પગમાં દુખાવો અથવા માંસપેશીઓમાં ખેંચાણ અનુભવાતું હોય તો તમે પગની માલિશ કરીને જુઓ, દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જશે. માલીશ એ પગ માટે વગર દવાથી થતો ઈલાજ છે.

આખા શરીરનો ભાર આપણા બે પગ પર હોય છે. તેના સહારે જ આપણે ઊભા રહીએ છીએ, હરિએ-ફરીએ છીએ. તેનાથી પગની માંસપેશીઓ, હાડકાં ટેકો થઈ જાય છે. તેવામાં તેમને પણ આરામની જરૂર પડે છે. તમે પગની માલિશ કરીને તેમને આરામ પહોંચાડી શકો છો. પગમાં થતાં દુખાવાને દૂર કરી શકો છો. પરંતુ પગમાં માલિશ કરવાના ફાયદા માત્ર અહીં સુધી જ સીમિત નથી. પગમાં માલિશ કરવાના અન્ય પણ ઘણા સ્વાસ્થય લાભો છે. પગમાં મસાજ કરવી એક પ્રકારની ફિઝિયોથેરેપિ છે, જેનાથી અમુક ચિકિત્સિય લાભ શરીરને થાય છે. આવો જાણીએ, જ્યારે તમે પગમાં માલિશ કરો છો તો ક્યાં-ક્યાં સ્વાસ્થયના લાભ થઈ શકે છે.

પગમાં માલિશ કરવાથી થતાં ફાયદા : 1 ) પગની મુવમેંટ જેટલી સરખી રહેશે, તેટલું જ નસ અને માંસપેશીઓ માટે સારું રહેશે. તેનાથી તળિયા અને પગમાં રક્તનો પ્રવાહ પણ સરખી રીતે થાય છે. જો તમે લાંબો સમય સુધી બેસી રહો છો, તો તેનાથી આ બધા કાર્યો અટકી જાય છે. જો તમે સરસોના તેલથી પગની માલિશ કરો છો, તો બ્લડ સર્ક્યુલેશન સરખું બની રહે છે. તેનાથી માંસપેશીઓને પણ મજબૂતી મળે છે. આમ પગની મજબૂતી માટે પગની માલીશ ખુબ જ જરૂરી છે.

2 ) જેમ કે, પગમાં માલિશ કરવાથી માંસપેશીઓને તાકાત મળે છે, બ્લડ સપ્લાઈમાં સુધારો થાય છે, હાડકાં મજબૂત બને છે, તેથી જ પગની માંસપેશીઓ, હાડકાંમાં ફ્રૈક્ચર થવાની સંભાવના ઘટી જાય છે. માંસપેશીઓના ઢીલા પડી જવાથી રમત કે વ્યાયામના સમયે વાગવાની સંભાવના ઘણી ઓછી થઈ જાય છે. તમારું પગનું બેલેન્સ સરખું હશે તો તમે આરામથી કોઈ પણ કામ કરી શકશો.

3 ) દરરોજ તમે 10 મિનિટ પગની માલિશ તેલથી કરો છો. તો માનસિક તણાવ, એંગ્જાયટી, ટેન્શન ઓછું થઈ શકે છે. ઝડપથી ધબકતું હૃદય સામાન્ય થઈ શકે છે. માલિશ કરવાથી હાર્મોન એન્ડોર્ફીન્સનો સ્ત્રાવ થાય છે, જેનાથી નસોને આરામ પહોંચે છે. આમ મગજને આરામ આપવા માટે પણ પગની માલીશ ખુબ જ ફાયદાકારક છે.

4 ) જો ખુબ વધારે વર્કઆઉટ કરવાથી માંસપેશીઓમાં દુખાવો રહેતો હોય તો, પગની માલિશ કરવાથી તેને દૂર કરી શકાય છે. માલિશ કરવાથી માંસપેશીઓમાં થતાં સ્ટ્રેચ, ખેંચાણ પણ તરત જ સરખા કરી શકાય છે.

5 ) જે મહિલાઓને પ્રેગ્નેન્સી દરમિયાન ફ્લ્યુઈડ રીટેંશનના કારણે પગ, તળિયા, એડીમાં સોજાની સમસ્યા રહેતી હોય, તેઓએ પણ પગની હળવી માલિશ કરવી જોઈએ. આ સમસ્યાઓથી છૂટકારો મળી શકે છે.

6 ) પ્રિમેન્સ્ટ્રુઅલ સિંડ્રોમ ગ્રસ્ત મહિલાઓ જો પગની માલિશ કરે તો તેમનામાં આ સમસ્યામાં થતી મૂડ સ્વિંગ, ટેન્શન, માઈગ્રેન, માથાનો દુખાવો વગેરેથી છુટકારો મળી જાય છે.

7 ) જો તમને રાત્રે સરખી ઊંઘ આવતી ન હોય તો, તમે રાત્રે પગની માલિશ જરૂરથી કરો. ઊંઘ ન આવવા પાછળ ઘણા કારણ હોય છે જેમ કે, સ્ટ્રેસ, ડિપ્રેશન, શિફ્ટ વર્ક વગેરે. માલિશ કરો અને જુઓ તમને રાત્રે કેવી જબરદસ્ત ઊંઘ આવી જાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment