શાકમાં વધુ પ્રમાણમાં ટમેટા નાખીને ખાવ છો, તો જાણી લેજો આ અગત્યની માહિતી…. થઈ શકે છે આવા 5 ગંભીર નુકશાન…

મિત્રો તમને કદાચ ટમેટા ખાવા ખુબ જ ગમતા હશે. તેનું સેવન જો કે શરીર માટે ખુબ સારું છે. પરંતુ કોઈ પણ વસ્તુનું વધુ સેવન કરવાથી તમારા શરીરને નુકશાન થઈ શકે છે. આવું જ કામ ટમેટાનું છે. તેનું સીમિત માત્રામાં સેવન ખુબ જ ગુણકારી છે. પરંતુ વધુ સેવનથી શરીરને નુકશાન થઈ શકે છે.

ટમેટા એક એવું ફળ છે જેનું સેવન લગભગ દરેક ભારતીય ઘરમાં સલાડના રૂપમાં અથવા તો શાકમાં નાખીને કરવામાં આવે છે. આમ ટમેટા એક ગુણકારી સબ્જી છે. પરંતુ તમને જણાવી દઈએ કે, વૈજ્ઞાનિક ટમેટાને સબ્જી નહિ પણ તેને ફળની શ્રેણીમાં મુકે છે. ટમેટાનો ખાટો મીઠો સ્વાદ માત્ર વ્યંજનનો સ્વાદ વધારે છે અને સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે. તેનો સ્વાસ્થ્ય પર સકારાત્મક ફાયદો જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે ટમેટા ની અંદર વિટામીન સી અને એન્ટીઓક્સીડેંટનો ભંડાર રહેલો છે. પરંતુ કહેવામાં આવે છે કે, કોઈ પણ વસ્તુનો અતિરિક્ત નુકશાનકારી છે. જો કે ઘણા લોકો ટમેટાનું વધુ સેવન કરી લે છે અને પોતાને ખતરામાં નાખી દે છે. ટમેટામાં એક એન્ટીઓક્સીડેંટ હોય છે લાઈકોપીન કહેવામાં આવે છે. તે ઓક્સીડેન્ટીવ સ્ટ્રેસ અને સોજાની સમસ્યા વધારી શકે છે. આ સિવાય તે બીજી અનેક સમસ્યાઓને પણ જન્મ આપે છે.

એસિડીટી : ટમેટાનું નેચરલ એસિડીક હોય છે, આ જ કારણ છે કે, જેના કારણે તેનો સ્વાદ ખાટો લાગે છે. આથી જયારે કોઈ વ્યક્તિ ટમેટાનું વધુ સેવન કરે છે, તો તેની છાતીમાં જલન અને એસિડ રીફલકસની સમસ્યા થાય છે. તેવામાં જો તમને ગેસ્ટ્રોઇસોફેગલ રીફલકસ સમસ્યા છે તો તમારે ટમેટાનું સેવન કરતા પહેલા સાવધાની રાખવી જોઈએ.

સ્કીનનો રંગ : એ સાંભળવામાં તમને નવાઈ લાગશે પરંતુ જો તમે ટમેટાનું વધુ સેવન કરો છો તો તેનાથી તમારી ત્વચાને નુકશાન થઈ શકે છે. ટમેટાનું વધુ સેવન લાઈકોપેનોડર્મિયાની સ્થિતિ પેદા કરી શકે છે. આ એક એવી સ્થિતિ છે જેમાં શરીરની અંદર લાઈકોપીનનું સ્તર વધી જાય છે અને સ્કીનનો રંગ બદલાય જાય છે. સાથે સ્કીન ઝાંખી થવા લાગે છે. તેવામાં એક્સપર્ટ અનુસાર એક વ્યક્તિ આખા દિવસમાં માત્ર 75 એમજી લાઈકોપીનનું સેવન કરવું જોઈએ.

સાંધાનો દુખાવો : તમને જણાવી દઈએ કે, ટમેટાની અંદર સોલનીન નામનું એલ્કેલાઈડ રહેલું છે, જે સાંધાના દુખાવાની સમસ્યા પેદા કરી શકે છે. જયારે કોઈ ટમેટાનું વધુ સેવન કરે છે તો તેનાથી ટીશું માં કેલ્શિયમનું વધુ નિર્માણ થાય છે. જે સાંધાના દુખાવા સોજાને વધારી શકે છે. તેવામાં જો તમે પહેલેથી સાંધાના કે સોજાથી પરેશાન છો તો ટમેટાનું સેવન સીમિત માત્રામાં કરવું જોઈએ.

એલર્જીક રીએક્શન : તમને કદાચ જાણ નહિ હોય પરંતુ ટમેટાની અંદર હિસ્ટામાઈન નામનું એક કમ્પાઉડ મળે છે, જેના કારણે એલર્જીક રીએક્શનની સમસ્યા થઈ શકે છે. ટમેટાના વધુ સેવનથી તમને છીંક આવવી, સ્કીન રેશેજ અને ગળામાં ખંજવાળની સમસ્યા થઈ શકે છે. આથી જો તમે પહેલેથી જ એલર્જીક સમસ્યાથી લડી રહ્યા છો તો ટમેટાનું સેવન ન કરો.

કિડની સ્ટોન : ટમેટામાં ઘણા યૌગિક હોય છે જેને પાચન રસ તોડી નથી શકતું. જેના કારણે કેલ્શિયમ અને ઓક્સલેટ શરીરમાં જમા થવા લાગે છે. જે આગળ જતા કિડની સ્ટોનની સમસ્યા પેદા કરી શકે છે. આમ તમારે ટમેટાનું સેવન કરતા પહેલા થોડું ધ્યાન રાખવાની જરૂર છે. કોઈ પણ વસ્તુનું વધુ સેવન નુકશાનકારક સાબિત થાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment