આ લાલ ટુકડા પ્રેગ્નેન્સીમાં થતી હાઈ બીપી, કબજિયાત અને હૃદય સંબંધિત બીમારીમાં છે સંજીવની સમાન, જાણો સેવન કરવાની રીત માતા અને બાળક રહેશે એકદમ તંદુરસ્ત…

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓએ એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જેનાથી તેને અને બાળકને પુરતું પોષણ મળી રહે. આ સમય દરમિયાન માતાએ વિટામીન, કેલ્શિયમ, ફોલેટ જેવા પોષક તત્વો યુક્ત ભોજન કરવું જોઈએ. આ સમયે મહિલા એવા તમામ ફળોનું સેવન કરવું જોઈએ જેનાથી પુરતું પોષણ મળી રહે.

તો એવું જ એક ફળ છે સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરી ખાવી ઘણા લોકોને ખુબ જ પસંદ હોય છે. તેના સેવનના ઘણા ફાયદા પણ છે. તે ગર્ભવતી મહિલાઓ માટે ઘણી ઉપયોગી છે. ગર્ભાવસ્થા દરમિયાન સ્ટ્રોબેરીના સેવનથી તમે મહિલાઓ ઘણા પ્રકારની સમસ્યાઓથી દૂર રહી શકો છો. સાથે જ મુડને અપલિફ્ટ કરવામાં પણ સ્ટ્રોબેરી ખુબ જ ફાયદાકારક છે. વાસ્તવમાં સ્ટ્રોબેરીમાં વિટામિન સી, એન્ટી ઓક્સીડેન્ટ, ફોલિક એસિડ, ફાઈબર, પોટેશિયમ અને આયરન જોવા મળે છે. સાથે જ તેમાં મેગ્નેશિયમ, સેલેનિયમ, વિટામિન એ અને પ્રોટીન જોવા મળે છે.

આ પોષકતત્વોની મદદથી ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવા અને હાર્ટ બ્લડ પ્રેશરને ઘટાડવામાં સહાયતા મળે છે. સાથે જ ગર્ભાવસ્થા દરમિયાન શિશુના વિકાસ માટે પણ સ્ટ્રોબેરી ખુબ જ ફાયદાકારક હોય છે. તેના સેવનથી તમને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદ મળી શકે છે. તેના ફાયદા અને સેવનની રીત વિશે વિસ્તારથી જાણી લઈએ…

1 ) ઇમ્યુન સિસ્ટમ : સ્ટ્રોબેરીમાં ભરપૂર માત્રામાં વિટામિન સી અને એન્ટી ઓક્સીડેન્ટ જોવા મળે છે. તેના સેવનથી શરીરની ઇમ્યુન સિસ્ટમ મજબૂત બને છે, જેની મદદથી ગર્ભાવસ્થા દરમિયાન થતી બીમારીઓ, ફ્લૂ અને સંક્રમણના લક્ષણો ઘટાડવામાં મદદ મળે છે. સાથે જ તેનાથી ફ્રી રેડિકલ્સથી લડવામાં પણ મદદ મળે છે. તેના સેવનથી તમને દુખાવામાં પણ રાહત મળે છે.

2 ) હૃદયનું સ્વાસ્થ્ય : સ્ટ્રોબેરીના સેવનથી શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે. સાથે જ રક્તવાહિકાઓમાં બ્લડ સર્ક્યુલેશનને પણ સરખું કરવામાં મદદ મળે છે. જેના કારણે પ્રેગ્નેન્સી દરમિયાન હૃદય સંબંધી ઘણી બીમારીઓના જોખમને ઘટાડી શકાય છે. સાથે જ તે તમારા સ્વાસ્થ્યને પણ સારું રાખવામાં મદદ કરે છે.

3 ) આંખોનું તેજ : તેના સેવનથી આંખોના તેજમાં પણ સુધારો થાય છે. સ્ટ્રોબેરીમાં વિટામિન એ જોવા મળે છે. તે આંખોના કોર્નિયા અને રેટીના માટે ખુબ સારું ગણાય છે. તેના સેવનથી આંખોનું તેજ સારું થાય છે અને આવનારા બાળક પર તેની અસર થાય છે.

4 ) હાઇ બ્લડપ્રેશર : સ્ટ્રોબેરીમાં ઉચ્ચ માત્રામાં પોટેશિયમ જોવા મળે છે. જેનાથી હાઇ બ્લડ પ્રેશરના લક્ષણો ઘટાડવામાં મદદ મળી શકે છે. તેના સેવનથી ધમનીઓમાં રક્તનો પ્રવાહ સરખી રીતે થાય છે. સાથે જ તેનાથી બેચેની, ગભરામણ અને થાક જેવા લક્ષણોને દૂર કરવામાં પણ મદદ મળી શકે છે.

5 ) કબજિયાતની સમસ્યા : પ્રેગ્નેન્સી દરમિયાન ઘણી મહિલાઓ કબજિયાત અને અપચા જેવી સમસ્યાઓથી પરેશાન રહેતી હોય છે કારણ કે આ સમય દરમિયાન ભોજન પચાવવામાં ઘણી તકલીફ પડતી હોય છે. પરંતુ સ્ટ્રોબેરીમાં ભરપૂર માત્રામાં ફાઈબર જોવા મળે છે, જે તમારા ખોરાકને સરળતાથી પચાવવામાં મદદ કરે છે. સાથે જ અપચા અને ગેસની સમસ્યાથી રાહત મળે છે.

6 ) બાળકના વિકાસ માટે : તેમાં આયરન અને ફોલિક એસિડ પણ જોવા મળે છે, જેની મદદથી બાળકના વિકાસમાં મદદ મળે છે. સાથે જ આયરનના કારણે ગર્ભવતી મહિલાઓને લોહીની ઉણપ પણ થતી નથી. તેનું સેવન તણાવ ઘટાડવામાં પણ લાભદાયી છે.

કેટલી માત્રામાં ખાવી જોઈએ સ્ટ્રોબેરી : જો તમે કાચા ફળના રૂપમાં સ્ટ્રોબેરી ખાઈ રહ્યા હોય તો, તમારે 4 થી 5 સ્ટ્રોબેરીનું સેવન કરવું જોઈએ. તે સિવાય તમે સ્મૂદી અથવા સલાડના રૂપમાં પણ એક કપ સ્ટ્રોબેરીનું સેવન કરી શકો છો. તે સિવાય તમે કોઈ બીમારી માટે દવાનું સેવન કરી રહ્યા હોય તો, તમારે તમારા ડોક્ટર પાસેથી સ્ટ્રોબેરીનું સેવન કરતાં પહેલા એક વખત સલાહ જરૂરથી લેવી જોઈએ.

આ રીતે કરવું સ્ટ્રોબેરીનું સેવન : 1 ) સ્ટ્રોબેરીનું સેવન કરવાની ઘણી રીત છે. તે માટે તમે સ્ટ્રોબેરી ફળને ખાઈ શકો છો.
2 ) તે સિવાય તમે સ્ટ્રોબેરી સ્મૂદી પિય શકો છો. તમે સ્ટ્રોબેરી સાથે અન્ય ફળોને પણ મિક્સ કરી શકો છો.
3 ) સ્ટ્રોબેરી સ્મૂદી બનાવવા માટે તમે તેમાં દહીં, કેળાં, બદામનું દૂધ અને ઓટ્સ મિક્સ કરીને સારી સ્મૂદી તૈયાર કરી શકો છો. અને તેનું સેવન કરી શકો છો.
4 ) સાથે જ તમે કીવી, લીંબુ અને સ્ટ્રોબેરી જ્યુસ બનાવીને પણ પિય શકો છો.
5 ) સ્ટ્રોબેરીને તમે બપોરના ભોજન સમયે પણ સાથે લઈ શકો છો.
6 ) તેને તમે સલાડ સાથે કે ઓટ્સ સાથે પણ ખાઈ શકો છો.

સ્ટ્રોબેરીના નુકશાન : ગર્ભાવસ્થા દરમિયાન સ્ટ્રોબેરી ખાવાના ઘણા ફાયદાઓ છે, પરંતુ તેના થોડા નુકશાન પણ છે. જેનું તમારે તેના સેવન કરતાં પહેલા ધ્યાન રાખવું જોઈએ. એક દિવસમાં તમારે વધુ માત્રામાં સ્ટ્રોબેરીનું સેવન કરવું જોઈએ નહીં. તેનાથી કબજિયાત અને એલર્જીની ફરિયાદ થઈ શકે છે. તે સિવાય સ્ટ્રોબેરીનો ઉપયોગ કરતાં પહેલા તેને સરખી રીતે સાફ જરૂરથી કરવી જોઈએ.

આ સિવાય હંમેશા ફ્રેશ સ્ટ્રોબેરીનો જ ઉપયોગ કરવાનો પ્રયત્ન કરવો. સ્ટ્રોબેરી જામ કે કોઈ અન્ય પ્રકારના પેકેટ બંધ સ્ટ્રોબેરી પ્રોડક્ટના સેવનથી બચવું જોઈએ. જો તમને સ્ટ્રોબેરીના સેવનથી કોઈ તકલીફ થાય અથવા એલર્જી થાય, તો તેનું સેવન ન કરવું જોઈએ. આમ, સ્ટ્રોબેરીના અનેક ફાયદાઓ સાથે તેના થોડા નુકશાન પણ છે. માટે તેના સેવનથી જો કોઈ તકલીફ જણાય તો તેનું સેવન ન કરવું જોઈએ અથવા તેના સેવન પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment