મિત્રો બધા લોકો જાણતા હોય છે કે દરેક વિવાહિત વ્યક્તિના જીવનમાં અંગત સંબંધોનું ખુબ જ મહત્વ રહેલું હોય છે. સ્ત્રી હોય કે પુરુષ દરેક માટે કામની ગતિવિધિ ખુબ જ મહત્વ ધરાવે છે. અંગત સંબંધો પુરુષ અને સ્ત્રીના ખુબ જ પ્રેમ અને મિલનતાનું પ્રતિક રૂપ છે. પરંતુ ઘણી વાર એવું બનતું હોય છે કે પતિપત્ની સાથે હોય ત્યારે એક બીજા પ્રત્યે યોગ્ય પ્રતિસાદ ન મળતો હોય તો કોઈ સામે વાળું પાત્ર અસંતૃષ્ટ રહી જાય છે. અંગત સંબંધોમાં તેને જે આનંદ મળવો જોઈએ એ નથી મળતો હોતો.
તો મિત્રો આજે અમે તમને જણાવશું ઘણી વાર અંગત સંબંધો દરમિયાન સ્ત્રીઓ આવી નાની નાની ભૂલો કરી નાખતી હોય છે. જેને તે સામાન્ય માનતી હોય છે. પરંતુ એવું નથી હોતું. એ નાની નાની ભૂલો પતિના અને તેના ખુદના જીવન પર ખુબ જ ગંભીર અસર થઇ શકે છે. જ્યારે પુરુષો પણ આવી જ ભૂલો કરતા હોય છે. તો મિત્રો અંગત સંબંધો દરમિયાન આ ભૂલો ક્યારેય પણ ન કરવી જોઈએ. તો જાણો તે ભૂલો વિશે.
અંગત સંબંધો દરમિયાન કોઈ પણ પાર્ટનર એવું ઈચ્છે કે દરેક પ્રતિક્રિયાઓ પુરુષ અથવા સ્ત્રી જ કરે તો સામેનું પાત્ર નિરાશ થઇ જાય છે. પરંતુ જો બંને તરફથી યોગ્ય પ્રતિસાદ સાથે સંબંધને માણવામાં આવે તો સ્ત્રી અને પુરુષ બંને એકત્ર સંતોષનો અનુભવ કરે છે. પણ એ યુવાન મહિલાઓને અમુક મોટી સ્ત્રીઓ દ્વારા તેને શીખવવામાં આવે છે કે પતિને અંગત સમયમાં બહુ સાથ ના આપવો, એ તો પુરુષ જ કરી શકે, સ્ત્રીએ એમ વધુ સાથ ના આપાય, એવી માન્યતા ના આધારે ઘણી સ્ત્રીઓમાં ભ્રમ પેદા થતો હોય છે અને લાંબા સમયે અંગત સબંધમાં નીરસતા આવી જતી હોય છે. માટે સ્ત્રીએ પણ પુરતો સાથ જરૂર આપવો.ચુંબન વખતે એકબીજાને હંમેશા ખુબ જ ધ્યાન રાખવું જોઈએ. જાતીય સંબંધોને વધારે મજબુત બનાવવા ચુંબન વખતે એ ધ્યાન રાખવું કે મો માંથી દુર્ગંધ ના આવતી હોવી જોઈએ. કેમ કે એના લીધે ઘણીવાર સબંધોમાં અરુચિ પેદા થાય છે. પુરુષોએ પણ આ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે. એવું લાગે તો રાતે બ્રશ કરીને જ સુવું અથવા માઉથ ફ્રેશ રહે એવું કઈક ખાવું.
ઘણી વખત સ્ત્રી પુરુષ સમયે દિવસ દરમિયાન ના ખરાબ બનાવો અંગે કહેવા લાગે છે દેરાણી, જેઠાની, સાસુ વગેરે ના ઝગડા વિષે તો આમ કરશો તો પતિનો બનેલો મૂડ હશે તો પણ તે ઓફ થઇ જશે. માટે આવી બાબતો બેડરૂમમાં પતિ સાથે બને તો ના કરવી.
અંગત સંબંધો પહેલા બને તો હંમેશા સ્નાન કરી લો. જો સ્ત્રીના શરીર માંથી દુર્ગંધ આવતી હોય તો પાર્ટનરનું મૂડ ખરાબ થાય છે અને ઘણી વાર તે અંગત સંબંધો માટે તૈયાર પણ નથી થતા હોતા. એટલા માટે અંગત સંબંધો પહેલા સ્નાન કરી લેવું જોઈએ, એટલીસ્ટ હાથપગ તો ધોવા જ જોઈએ.
જે રીતે સ્ત્રીઓ ફોરપ્લેનો આનંદ માણી શકે એ રીતે પુરુષ પણ સ્ત્રી પાસેથી આ અપેક્ષા રખાતો હોય છે. પરંતુ મોટાભાગની સ્ત્રીઓને આવું પસંદ નથી હોતું અને જેનાથી પુરુષ નારાજ થઇ જાય છે અને અંગત સંબંધો દરમિયાન સ્ત્રીને પૂરો સાથ નથી આપી શકતો.
દરેક સ્ત્રી એવું સમજતી હોય છે કે અંગત સંબંધ માટે પુરુષ જ હંમેશા પહેલ કરે. પરંતુ આ વાત બિલકુલ ખોટી છે. કેમ કે જો આ એક જૂની રૂઢી મુજબની માન્યતા છે પુરુષ પણ ઈચ્છે છે કે સ્ત્રી પણ શરૂઆત કરે તેનાથી બંને વચ્ચે વધુ આત્મીયતા અને સબંધો વધુ ગાઢ બને છે.
પતિ સામે બેડરૂમમાં ઘણી સ્ત્રીઓ પોતાના દુખ ગાવા લાગતી હોય છે, તો આ ભૂલ ૯૦% પતિઓના મૂડની પથારી ફેરવી નાખે છે અને પછી હંમેશા બંનેના જીવનમાં કડવાશ લાવે છે. તો દરેક સ્ત્રીએ ખાસ ખ્યાલ રાખવો.
જ્યારે રાત્રીના સમયે બંને બેડરૂમમાં હોય ત્યારે હંમેશા મોબાઈલ ફોનને દુર રાખવો જોઈએ. કેમ કે તમારા પાર્ટનરનું ધ્યાન સંપૂર્ણ તમારા પર હોય અને તમે મોબાઈલમાં ધ્યાન આપો તો તમારું પાર્ટનર ઘણીવાર ગુસ્સે થાય છે.
માત્ર આ નાની બાબતનું ધ્યાન રાખવામાં આવે તો તમારા પાર્ટનર ખુબ સંબંધ દરમિયાન આનંદ અનુભવે અને જેના કારણે તમને પણ સંબંધમાં પુરતો સંતોષ અને આનંદ મળે છે. આ બાબતો થી ભારતીય નારી અમુક અંશે દુર હોય છે અને આ બાબતોને વધુ પર્સનલ ગણે છે. પણ આ બાબતો શીખવા અને શીખવાડવા લાયક છે જેથી લોકોના સબંધોમાં એક નવી લાગણી, સંતોષ અને પ્રેમનો સંગમ થાય.
આ માહિતી આપને યોગ્ય લાગી હોય તો શેર જરૂર કરજો. આ એક પ્રકારનું સેક્સ એજ્યુકેશન જ છે, જેનાથી અમુક નિરાશ તેમજ નીરસ લોકોની લાઈફમાં એક નવી આશાની કિરણ આપી શકે.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી