જીમ કે ડાયટ વગર જ પાતળું થવું હોય તો સવારે નાસ્તામાં પીવો આ જ્યુસ, વર્ષો જૂની ચરબી ઓગળી શરીરને કરી દેશે એકદમ ફીટ અને હીટ…

મિત્રો તમે કદાચ પોતાના વજન વધવાથી પરેશાન હશો અને વજન કંટ્રોલમાં રહે તે માટે અનેક ડાયટ પણ ફોલો કરતા હશો. તે છતાં પણ મોટાભાગના લોકોની ફરિયાદ હોય છે કે, વજન દિવસે દિવસે વધતો જાય છે. પણ જો તમે ખરેખર વજન ઘટાડવા માંગતા હો તો તમારે અહીં આપેલ કેટલીક ટીપ્સને ફોલો કરવી જરૂરી છે. જેમાં તમારે માત્ર જ્યુસનું સેવન કરવાનું છે અને તમારું વજન ઝડપથી ઘટે છે અને શરીરની વધારાની ચરબી ઓગળવા લાગે છે.

વજન વધવો એ ઘણી બીમારીઓને આમંત્રણ આપે છે. એવામાં દરેક વ્યક્તિ આજે ફીટ રહેવા માંગે છે. હેલ્દી વસ્તુઓના સેવનથી શરીરને ફીટ રાખી શકાય છે અને વજનને પણ ઘટાડી શકાય છે. ઘણા લોકો વજન ઓછો કરવા માટે ઘણા પ્રકારના પાવડર અને દવાઓનું સેવન કરે છે. આ વસ્તુઓનું વધુ સેવન શરીર માટે હાનીકારક છે. એવામાં શરીરને ફીટ રાખવા માટે બ્રેકફાસ્ટમાં આ જ્યુસને સામેલ કરી શકાય છે. યોગ્ય બ્રેકફાસ્ટ ખાવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. તે શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર કાઢીને પાચનતંત્રને મજબુત બનાવે છે.

ગાજરનું જ્યુસ : ગાજરનું સેવન શરીર માટે ખુબ જ હેલ્દી છે. તેમાં પ્રચુર માત્રામાં આયરન, કેલ્શિયમ, ફાઈબર અને વિટામીન સી રહેલ છે. તેના સેવનથી આંખની રોશની વધે છે અને ઇમ્યુનિટી મજબુત બને છે. ગાજરનું જ્યુસ પીવાથી પાચનતંત્ર સ્વસ્થ બને છે અને વજન ઓછો કરવામાં મદદ મળે છે.

કોબીનું જ્યુસ : કોબીનું સેવન શરીર માટે ફાયદાકારક છે. કોબીનું જ્યુસ પીવાથી પેટનો સોજો દુર થવાની સાથે વજન પણ ઝડપથી ઘટે છે. કોબીનું જ્યુસ પીવાથી પાચન મજબુત બને છે. અને અપચાની સમસ્યા પણ દુર થાય છે. કોબીનું જ્યુસ પીવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને ભૂખ ઓછી લાગે છે. જેનાથી વજન ઓછો કરવામાં મદદ મળે છે.બીટનું જ્યુસ : બીટનું જ્યુસ શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. તેને પીવાથી હિમોગ્લોબીન વધે છે અને થાક પણ દુર થાય છે. બીટનું જ્યુસ પીવાથી વજન ઓછો કરવામાં મદદ મળે છે અને પાચનતંત્ર પણ મજબુત બને છે. આ જ્યુસને બ્રેકફાસ્ટમાં સરળતાથી પિય શકાય છે. બીટમાં કેલરીની માત્ર ઓછી રહેલ છે. જેના કારણે વજન ઓછો કરવામાં મદદ મળે છે.

પાલકનું જ્યુસ : પાલકનું જ્યુસ શરીરને હેલ્દી રાખવામાં મદદ કરે છે. તેમાં આયરન, ફાઈબર, પોટેશિયમ અને વિટામીન સી વગેરે રહેલ છે. તેને પીવાથી આંખ લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે અને પેટ પણ તંદુરસ્ત રહે છે. આ કબજીયાત, ગેસ અને અપચો જેવી પરેશાનીઓ સરળતાથી દુર કરી શકાય છે. બ્રેકફાસ્ટમાં તેને પીવાથી વજન ઓછો કરવામાં મદદ મળે છે અને શરીર પણ સ્વસ્થ રહે છે.

દૂધીનું જ્યુસ : દૂધીનું જ્યુસ ઘણા પ્રકારની બીમારીઓ દુર કરવામાં મદદ કરે છે. તેમાં પ્રોટીન, ફાઈબર અને વિટામીન સી વગેરે રહેલ છે. તેને પીવાથી પેટ ભરેલું રહે છે અને લાંબા સમય સુધી તમને ભૂખનો અનુભવ નથી થતો. તેમાંથી પેટ ભરેલું રહે છે અને ચરબી ઓછી થાય છે. આ રીતે દૂધીનું જ્યુસ પીવાથી વજન ઓછો કરવામાં મદદ કરે છે. દૂધીનું જ્યુસ બ્રેકફાસ્ટમાં સરળતાથી પિય શકાય છે.

આમ વજન ઓછો કરવામાં આ 5 પ્રકારના જ્યુસ ખુબ જ હેલ્દી અને ફાયદાકારક છે. પણ તમને કોઈ એલર્જી અથવા બીમારી હોય તો તેનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ. આ જ્યુસનું સેવન સવારે કરવાથી આખો દિવસ તમને ભૂખનો અનુભવ થતો નથી. જેને કારણે તમે આડું અવળું વસ્તુઓ ખાવાથી બચી શકો છો. તેમજ આ હેલ્દી શાકભાજી હોવાથી તેનાથી કોઈ આડ અસર પણ નથી થતી.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment