20 રૂપિયા વાળી પાણીની બોટલ પીતા પહેલા જાણો આ હકીકત, 95% લોકો પિય લે છે જોયા વગર જ… જાણો બંધ બોટલના પાણીની વાસ્તવિકતા…

મિત્રો આપણે જે પાણી ઘરનું પીએ છીએ શુધ્ધતા વિશે તો આપણે  સૌ જાણી છીએ. પણ જયારે આપણે બહાર જઈએ ત્યારે બોટલનું પાણી ખરીદતા હોઈએ છીએ. ત્યારે તમે નજર કરી હશે કે તેમાં તેના ઉપયોગની અંતિમ તારીખ લખેલી હોય છે. તમે ક્યારે એવું વિચાર્યું છે કે શું પાણી પણ ક્યારે ખરાબ થઇ શકે છે. અથવા તો બોટલનું પાણી ખરાબ થઇ શકે છે. આજનો આપણો લેખ આ વિષય પર જ છે. 

જો તમે પાણીની બંધ બોટલને ધ્યાનથી જોશો તો તમને અન્ય પ્રવાહી પદાર્થની જેમ આ બોટલ પર પણ તેના ઉપયોગની અંતિમ તારીખ લખેલી હોય છે. આ જોઇને તમારા મગજમાં એ સવાલ થશે કે શું પાણીની પણ ક્યારે અંતિમ તારીખ હોઈ શકે છે.શું પાણીને બોટલમાં બંધ કરવાની પ્રક્રિયા માં કઈક એવું છે જે પાણીને ખરાબ કરી શકે છે. ચાલો આ સવાલોના જવાબ મેળવી લઈએ. 

શું પાણીની અંતિમ તારીખ હોય છે ? : આ વાત સાચી છે કે પાણી અંતિમ તારીખ સાથે હોય છે. જો કે પાણી ખરાબ નથી થતું. અમેરિકા ની ફૂડ એન્ડ ડ્રગ એડમિનીસ્ટ્રેશન બોટલ બંધ પાણીને રેગ્યુલેટ કરે છે. પણ તેને કાનૂની રૂપે બોટલ બંધ પાણી પર શેલ્ફ લાઈફ લખવાની જરૂર નથી પડતી. પણ પ્લાસ્ટીક એક સમય પછી બોટલ બંધ પાણીમાં ઓગળવાનું શરું કરી દે છે. આવું થવા પર પાણીનો સ્વાદ ખરાબ થઇ શકે છે અથવા તેમાં દુર્ગંધ આવે છે. આથી બોટલ પર તેના પેકિંગની તારીખથી 2 વર્ષની અંતિમ તારીખ લખવામાં આવે છે. 

International Bottled Water Association (IBWA) અનુસાર ઘણી કંપનીઓ પાણીની બોટલ પર તારીખ પ્રમાણે લોટ કોડ લખે છે. તેનાથી વેચાણ કરનાર માટે સ્ટોક રોટેશન મેનેજ કરવામાં મદદ મળે છે. આ લોટ કોડ પાણીના દુષિત થવા, પ્રોડક્ટ રિકોલ અને બોટલિંગ માં ગડબડ ની તપસા કરવામાં મદદ મળે છે. 

IBWA નું કહેવું છે કે બોટલ પર તારીખ પ્રમાણે લખાયેલ લોટ કોડ વાસ્તવમાં અંતિમ નથી હોતા. પણ તે  લોકો માટે પણ મદદ કરે છે. તેને જોઇને લોકો એ નક્કી કરી શકે છે કે તેણે સૌથી જૂની તારીખ વાળી બોટલનો ઉપયોગ કરવો જોઈએ. 

ડીસ્પોજેબલ બોટલ અને રિયુંજેબલ બોટલ : હવે સવાલ એ ઉભો થાય છે કે આપણે ડીસ્પોજેબલ બોટલનો ઉપયોગ કરવો જોઈએ કે રિયુજેબલ બોટલનો? તો તેનો જવાબ છે કે રિયુજેબલ બોટલનો ઉપયોગ ખર્ચા માટે પણ સારો છે, પર્યાવરણ માટે પણ 5 માંથી માત્ર 1 બોટલને જ રીસાઈકલ કરી શકાય છે. 

એક ચિતાનો વિષય એ છે કે બોટલ બંધ પાણી ને લાંબા સમય સુધી સ્ટોક કરવાથી સ્વાસ્થ્ય ને નુકશાન પણ થઇ શકે છે. ઘણી પાણીની બોટલમાં હજુ પણ રસાયણિક BPA હોય છે, જેને બીસ્ફેનોલ-એ કહેવામાં આવે છે. જો કે BPA ના સ્વાસ્થ્ય પ્રભાવો પર હજુ ચર્ચા થઇ રહી છે. નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ એનવાયરનમેન્ટલ હેલ્થ સાઈસેજ અનુસાર BPA શરીરના હોર્મોન ને પ્રભાવિત કરી શકે છે. 

સિંગલ-યુઝ માટે જ હોય છે પાણીની બોટલ :- જો કે પ્લાસ્ટીક ની પાણીની બોટલ ને સિંગલ-યુઝ માટે જ બનાવવામાં આવી છે. પણ આપણા માંથી ઘણા લોકો તેને ફરીથી ભરી દઈએ છીએ. અને તેનો ઉપયોગ કરીએ છીએ. વારંવાર ઉપયોગ કરવાથી અથવા તડકામાં મુકવાથી આ બોટલથી રસાયણનો સ્ત્રાવ થવા લાગે છે. ગરમીમાં પ્લાસ્ટીક ના કેમિકલબોન્ડ તૂટી જાય છે અને કેમિકલ પાણીમાં ઓગળી જાય છે. 

આ રસાયણોથી બચવા માટે સલાહ આપવામાં આવે છે કે ક્યારેય પણ ડીસ્પોજેબલ બોટલને ફરીથી ઉપયોગ ન કરવો જોઈએ. વારંવાર ઉપયોગ કરવાથી પ્લાસ્ટીક ખરાબ થઇ જાય છે. BPA મુક્ત પ્લાસ્ટીક અથવા સ્ટેનલેસ સ્ટીલની બોટલ જ લો. IBWA નું કહેવું છે કે પાણીને યોગ્ય રાખવા માટે બોટલ બંધ પાણીને સીધા તડકે ન મુકો. પણ ઠંડી જગ્યાએ સ્ટોર કરો. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment