સવારે ઉઠીને ખાલી પેટ પિય લ્યો આ પાણી, ડાયાબિટીસ અને કબજિયાત જેવી 8 બીમારીઓને એક સાથે કરી દેશે ગાયબ… જીવો ત્યાં સુધી રહેશો નિરોગી..

મિત્રો આપણે ત્યાં આયુર્વેદમાં ખાલી પેટ અનેક વસ્તુઓનું સેવન કરવાનું કહેવામાં આવ્યું છે. જેનાથી તમારું શરીર ફીટ રહે છે. તેમજ જો તમને કબજિયાત જેવી સમસ્યા હોય તો તમે સવારે ખાલી પેટ અમુક વસ્તુનું સેવંક કરો છો તો તમને ઘણો ફાયદો મળે છે. આજે અમે તમને આ લેખમાં ખાલી પેટ તુલસી અને વરીયાળીનું પાણી પીવાથી થતા કેટલાક ફાયદાઓ વિશે જણાવીશું.

આખા દિવસના કામકાજ માટે શરીરને ઉર્જાની જરૂર હોય છે. આ જ કારણ છે કે એક્સપર્ટ સવારે કઈક ખાવા પીવાની સલાહ આપે છે. જે તમારા શરીરને ઉર્જાની સાથે પુરતું પોષણ આપે છે. જો તમે સવારે ઉઠીને ચા થવા કોફી પીવા વાળા માંથી છો તો તમારે આ ખોટી આદતથી તરત છુટકારો મેળવી લેવો જોઈએ. વાસ્તવમાં ઘણા હેલ્દી ડ્રીંક છે જેને તમે ચા અથવા કોફીની જગ્યાએ લઇ શકો છો. 

આમ તો સવારે ઉઠીને સૌથી પહેલા નવશેકું ગરમ પાણી પીવું સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. પણ ઘણા લોકો સવારે ઉઠીને લીંબુ મધ ના પાણીથી લઈને જડીબુટ્ટી અને બીજ વાળા પાણી પીવાનું પસંદ કરે છે. વાસ્તવમાં તમે પોતાની જરૂરત મુજબ આ પ્રકારના હેલ્દી ડ્રીંક્સ લઇ શકો છો.બધા જ હેલ્દી ડ્રીંક્સ થી તમને ઘણો ફાયદો થાય છે. શું તમે પણ આવા જ કોઈ હેલ્દી ડ્રીંક્સ વિશે વિચાર કરી રહ્યા છો તો એકસપર્ટ તમને એવી બે વસ્તુઓ વિશે જણાવે છે જે તમારા શરીરમાંથી વિષાક્ત પદાર્થ બહાર કાઢે છે. સાથે તમાર પાચન તંત્રને પણ તંદુરસ્ત રાખે છે. 

તુલસીના બીજનું પાણી:- તુલસીના ફાયદાઓ વિશે વાત કરીએ તો તેના જડીબુટ્ટીઓની રાણી કહેવામાં આવે છે. આયુર્વેદમાં તેને સૌથી ઉતમ ઔષધી જડીબુટ્ટી માનવામાં આવે છે. તુલસીના પાનનું પાણી પીવાથી કબજિયાત, એસીડીટી, અને હાર્ટ બર્ન ની સમસ્યાઓ દુર થાય છે. તેનાથી શરીર પર ઠંડકનો પ્રભાવ પડે છે.વરીયાળીનું પાણી:- વરિયાળીના ફાયદાઓ વિશે વાત કરવામાં આવે તો તેનો ઉપયોગ આમ તો રસોઈ બનાવવાથી લઈને ઘણી વસ્તુઓમાં કરવામાં આવે છે. પણ તમે તેનું પાણી પણ પી શકો છો. સ્વાદમાં હળવી મીઠી વરીયાળીમાં એન્ટી ઇન્ફલેમેટરી ગુણ રહેલા છે. તે પાચન તંત્ર ને સારું કરવામાં મદદ કરે છે અને એસીડીટી જેવી સમસ્યાઓથી બચાવે છે. 

ત્વચા અને વાળ માટે ફાયદાકારક:- તુલસીના બીજ અને વરીયાળી ના ફાયદાઓ માત્ર સ્વાસ્થ્ય માટે જ નથી પણ એકસપર્ટ માને છે કે દરરોજ સવારે આ બંને બીજનું પાણી પીવાથી તમને મજબુત અને સ્વસ્થ વાળ મળી શકે છે. એટલું જ નહિ તમારી ત્વચા પર પણ તેની અસર જોવા મળે છે તેમાં નવો નિખાર આવે છે.તુલસી અને વરિયાળીના બીજનું પાણી કેવી રીતે બનાવવું:- એક ચમચી વરીયાળી અથવા તુલસી ના બીજ લો. તેને એક ગ્લાસ માં નાખો અને તેમાં પાણી ઉમેરો. તેને સારી રીતે હલાવો અને બીજના પોષક તત્વો ને આખી રાત પાણીમાં રહેવા દો. તેને બીજા દિવસે સવારે ઉઠીને ખાલી પેટ પીવો. 

વરીયાળી અને તુલસી સિવાય આ બીજ પણ ફાયદાકારક છે:- વરીયાળી અને તુલસીના બીજ સિવાય ચિયા સીડ્સનું પાણી પણ લઇ શકો છો. જે ઘણા સ્વાસ્થ્ય લાભો આપે છે. જો તમે હાઈ બ્લડ શુગરથી લડી રહ્યા છો તો અથવા તો એસીડીટી થાય છે તો તમે અજમાનું પાણી પણ લઇ શકો છો. આમ તુલસી અને વરીયાળીનું પાણી સવારે ખાલી પેટ પીવાથી તમારી ઘણી સમસ્યાઓ દુર થઇ શકે છે. તમારું શરીર ફીટ અને તંદુરસ્ત રહી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment