પેશાબ કરતાં સમયે દુખાવો કે બળતરા થાય તો તેને હળવાશથી લેવાની ભૂલ ન કરતા, નહિ તો ચૂકવવી પડશે મોંઘી કિંમત…

આપણા શરીરમાંથી ગંદકી કાઢવી એ ખુબ જરૂરી છે. જે મોટાભાગે પેશાબ વાટે નીકળી જાય છે. ખાસ કરીને તમારે ઉનાળામાં વધુ પાણી પીવું જોઈએ જેથી કરીને તમારા શરીરની ગરમી જલ્દી બહાર નીકળી જાય છે. પરંતુ જો તમને પેશાબ કરતી વખત ખુબ જ જલન અથવા દુખાવો થાય છે તો તે કોઈ ગંભીર બીમારીનો સંકેત હોય શકે છે.

યુરીનથી જોડાયેલી સમસ્યાનો સામનો ઘણા લોકોએ કરવો પડતો હોય છે. એવા ઘણા લોકો છે જેને યુરીન પાસ કરતાં સમયે દુખાવો અને બળતરાનો અનુભવ થતો હોય છે. યુરીન પાસ કરતાં સમયે થતી આ પ્રકારની સમસ્યાઓ ઘણી બીમારીઓ તરફ ઈશારો કરે છે. તેવામાં યુરીનેશન દરમિયાન થતી સમસ્યાઓને ડિસૂરિયાના નામે ઓળખવામાં આવે છે. યુરીન પાસ કરતાં સમયે દુખાવાનો અનુભવ મુખ્ય રૂપથી પ્રાઈવેટ પાર્ટસ અને મૂત્રનળીમાં થાય છે. બ્લૈડર માંથી નીકળીને યુરીન જે પાઈપના માધ્યમથી શરીર માંથી બહાર નીકળે છે તેને મૂત્ર માર્ગ અથવા યુરેથ્રા કહેવામાં આવે છે. ડિસૂરિયાનું મુખ્ય કારણ યુરીનારી ટ્રેક્ટ ઇન્ફેક્શન છે તે સમસ્યા થાય ત્યારે વ્યક્તિને યુરીન પાસ કરતી વખતે ખુબ દુખાવો અને બળતરા થાય છે.

ડિસૂરિયાના લક્ષણ : ડિસૂરિયા થાય ત્યારે વ્યક્તિને યુરીન પાસ કરતાં સમયે દુખાવો, બળતરા, ખંજવાળનો અનુભવ થઈ શકે છે. આ સમસ્યા યુરીન પાસ કરતાં પહેલા, યુરીનેશન દરમિયાન અને ત્યાર પછી થઈ શકે છે. જે લોકોને યુરીનેશનની શરૂઆતમાં દુખાવો થતો હોય તેમને સામાન્ય રીતે ટ્રેક્ટ ઇન્ફેક્શનની સમસ્યા હોય શકે છે. યુરીન પાસ કર્યા બાદ થતો દુખાવો સામાન્ય રીતે બ્લૈડર અથવા પ્રોસ્ટેટની સમસ્યાઓ તરફ ઈશારો કરે છે. તો જો તમને પણ યુરીન પાસ કરતાં સમયે આ સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય તો તમારે ડોકટરનો સંપર્ક જરૂરથી કરવો જોઈએ.

આ સમસ્યાઓ કંઈક આ પ્રકારે છે : પ્રાઈવેટ પાર્ટથી ડિસ્ચાર્જ, યુરીનથી સ્મેલ આવવી, વારંવાર પેશાબ આવવો, કિડની અને બ્લૈડરમાં સ્ટોન, યુરીનમાંથી બ્લડ આવવું, ઉલ્ટી, પ્રાઈવેટ પાર્ટસમાં ખંજવાળ, તાવ, બૈક અને સાઈડમાં દુખાવો. જો પ્રેગ્નેન્સી વખતે પણ તમને યુરીન પાસ કરવામાં બળતરાનો અનુભવ થતો હોય અને આ સમસ્યા 24 કલાકથી વધારે હોય તો ડોકટરનો સંપર્ક જરૂરથી કરવો જોઈએ.

પેશાબ કરતાં સમયે થતાં દુખાવાના કારણો : અમુક કેમિકલ પ્રોડક્ટ્સનો પ્રાઈવેટ પાર્ટસમાં ઉપયોગ કરવાથી આ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જેમ કે, સ્કીન લોશન, બબલ બાથ, કેમિકલ્સ અને સાબુ વગેરે. યુરીન પાસ કરતાં સમયે થતાં દુખાવાના અન્ય કારણો છે, જેમાં બેક્ટેરિયલ બ્લૈડર ઇન્ફેક્શન, વાઈરલ બ્લૈડર ઈન્ફેક્શન, ટ્રોમા.

આ પ્રકારે જાણો યુરિનમાં દુખાવાનું કારણ : આ માટે ડોક્ટર તમારું યુરીન ટેસ્ટ કરી શકે છે. દુખાવાનું કારણ જાણવા માટે યુરિનમાં વ્હાઇટ બ્લડ સેલ્સ, રેડ બ્લડ સેલ્સ, પ્રોટીન, ગ્લુકોઝ અને કેમિકલની માત્રાની જાણકારી મેળવવામાં આવે છે. તે સિવાય ડોક્ટર તમને યુરીન કલ્ચર ટેસ્ટ માટે પણ કહી શકે છે. જેથી એ વાતની જાણ થઈ શકે જે ક્યાં બેક્ટેરિયાને કારણે યુરીન ટ્રેક્ટ ઇન્ફેક્શન થઈ રહ્યું છે. આ ટેસ્ટથી પણ તમે તેનું કારણ જાણી શકો છો, જેમાં પેલ્વિક એક્ઝામ, વેજાઈનલ ફ્લૂઈડ એક્ઝામ, કિડની અને બ્લૈડર અલ્ટ્રાસાઉંડ, સિસ્ટોસ્કોપી, એમઆરઆઇ,  સિટી સ્કેન.

ટ્રીટમેન્ટ : આ સમસ્યાની ટ્રીટમેન્ટ કરાવવા માટે તેના સાચા કારણોની જાણકારી મેળવવી જરૂરી છે. તેને એન્ટીબોટિક્સની મદદથી સરખી કરી શકાય છે અને ડિસૂરિયા આપમેળે જ થોડા દિવસોમાં મટી જાય છે. જો તમને બળતરાને કારણે સોજા પણ થતાં હોય તો તે માટે ડોક્ટર તમને એ વસ્તુઓનો ઉપયોગ ન કરવાની સલાહ આપે છે. જેના કારણે આ સમસ્યા થઈ રહી હોય. તે સિવાય ડોક્ટર એન્ટિફંગલ દવાઓ લેવાની સલાહ પણ આપી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment