સ્વાદિષ્ટ અને ચટાકેદાર લાગતી આ 6 વાનગી ખાતા પહેલા જાણી લેજો આ માહિતી, નહિ તો શરીરને ખોખલું કરી ભરી દેશે ખરાબ કોલેસ્ટ્રોલ… જાણો કંઈ વસ્તુ છે વધુ જોખમી…

મિત્રો તમે જાણો છો તેમ હાલ તહેવારના દિવસો શરુ છે. આથી તમે મોટાભાગે બહારની વસ્તુઓ ખાઓ છો. જેને કારણે તમારી તબિયત બગડી શકે છે. આથી તમારે તહેવારના આ દિવસોમાં અમુક વસ્તુઓ ખાસ ન ખાવી જોઈએ કારણ કે તેનાથી તમારા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધી શકે છે. આથી જો તમે તહેવાર પર બીમાર ન પડવા માંગતા હો તો તમારે અમુક વસ્તુઓના  સેવનથી સાવચેતી રાખવી જોઈએ. 

તહેવારના દિવસે લોકો ઘરમાં અલગ-અલગ પ્રકારના પકવાન બનાવે છે અને મીઠાઈઓની આપ-લે થાય છે. તેલ, મેંદો અને ખાંડથી બનેલા આ પકવાન ખાવામાં પૂરતી મજા આવે છે પરંતુ સ્વાસ્થ્ય માટે તેટલા જ ખતરનાક પણ હોય છે. આ પકવાનોથી ખાસ કરીને કોલેસ્ટ્રોલ લેવલ વધવાનું જોખમ રહે છે. જો તમે પહેલાથી જ હ્રદયના દર્દી હોય, તો તે તમારા માટે વધારે ખતરનાક હોઈ શકે છે.

કોલેસ્ટ્રોલ એક મીણ જેવુ અપશિષ્ટ પદાર્થ હોય છે, જે લોહીની નસોમાં જોવા મળે છે. તેનું નિર્માણ લીવર પણ કરે છે પરંતુ તમારા દ્વારા ખાવામાં આવતા પદાર્થોથી તે બને છે અને નસોમાં જમા થાય છે. કોલેસ્ટ્રોલ આખા રક્તપ્રવાહમાં ફરે છે અને તેની વધારે માત્રા તમારા શરીર વિશેષ રૂપથી તમારા હ્રદય માટે ઘાતક હોય છે.કોલેસ્ટ્રોલ વધવાના નુકસાન ક્યાં છે? તેનાથી હ્રદયની બીમારીઓ, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. તમે તહેવારના દિવસે સ્વસ્થ રહો તે માટે અમે તમને એવા ખાદ્ય પદાર્થો વિશે જણાવવા જઇ રહ્યા છીએ જે ઝડપથી કોલેસ્ટ્રોલ વધારે છે અને તમારે તેનાથી બચવું જોઈએ.

1) ઈંડા કે ઈંડાની બનેલી રેસીપી:- આમ તો ઈંડા સૌથી વધારે પૌષ્ટિક ખાદ્ય પદાર્થો માંથી એક છે પરંતુ તેમાં કોલેસ્ટ્રોલની માત્રા પણ વધારે હોય છે. એક રિસર્ચ મુજબ, એક મોટા ઇંડામાં લગભગ 207 મિલિગ્રામ કોલેસ્ટ્રોલ હોય છે. જો તમે દિવાળી માટે ઈંડાથી બનેલી કોઈ રેસીપીની તૈયારી કરી રહ્યા હોય, તો સારું રહેશે કે તેનાથી બચો.2) ચીઝ:- તહેવારમાં વિભિન્ન પ્રકારના પકવાન બનાવવા માટે ચીઝનો ખૂબ ઉપયોગ કરવામાં આવે છે. એક ચીઝના ટુકડામાં લગભગ 20 મિલિગ્રામ કોલેસ્ટ્રોલ હોય છે. 162 લોકો પર 12-અઠવાડીયાના અધ્યયનમાં જાણવા મળ્યું કે દરરોજ 80 ગ્રામ ફૂલ ફૈટ ચીઝ ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ વધવા લાગે છે. 

3) ફૂલ ફૈટ યૌગર્ટ:- ફૂલ ફૈટ યૌગર્ટ એક કોલેસ્ટ્રોલ વાળું ફૂડ છે. બેશક તેમાં પ્રોટીન, કેલ્શિયમ, ફૉસ્ફરસ, વિટામિન બી, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા તત્વો હોય છે પરંતુ એક કપ ફૂલ ફૈટ દહીંમાં 31.8 મિલિગ્રામ કોલેસ્ટ્રોલ હોય છે. જો તમારી કોઈ રેસીપી તેનાથી જોડાયેલી હોય તો સતર્ક રહો.4) ફ્રાઈડ ફૂડ:- NIH પર જાહેર એક અધ્યયન મુજબ, તહેવારના ઉત્સવમાં ફ્રાઈડ ફૂડનો ખૂબ ઉપયોગ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, તળેલી વસ્તુઓ કોલેસ્ટ્રોલનું સાચું મૂળ છે. એવું એ માટે છે કારણ કે તેમાં કેલોરીની માત્રા વધારે હોય છે. જે હ્રદય રોગના જોખમને વધારે છે અને ઘણી અન્ય રીતે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. 

5) ફાસ્ટ ફૂડ:- ફાસ્ટ ફૂડનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. તહેવારમાં ઘરમાં ફાસ્ટ ફૂડ પણ બનાવવા લાગ્યા છે. જે લોકો મોટા ભાગે ફાસ્ટ ફૂડ ખાતા હોય તેમાં કોલેસ્ટ્રોલ વધવાનું જોખમ સૌથી વધારે હોય છે.6) મીઠા પકવાન:- તહેવારમાં મીઠા પકવાનોની વાત ન થાય એવું બની જ ન શકે. તમને જણાવી દઈએ કે, કુકીઝ, કેક, આઇસ્ક્રીમ, પેસ્ટ્રી અને અન્ય મીઠાઈઓમાં કોલેસ્ટ્રોલની સાથે સાથે બ્લડ શુગર પણ વધી શકે છે. એક અધ્યયન મુજબ, મીઠા પકવાનો સ્થૂળતા, ડાયાબિટીસ, હ્રદય રોગ, માનસિક તાણ અને અમુક પ્રકારના કેન્સરથી જોડાયેલ છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment