જેમ કે તમે જાણો છો કે આજકાલ લગભગ લોકો ગરમ પાણીથી જ સ્નાન કરે છે. પાણી ગરમ કરવા માટે આપણે ગીઝર અથવા વોટર હીટર રોડનો ઉપયોગ કરીએ છીએ. પણ મોટાભાગના લોકો વોટર હીટર રોડનો જ ઉપયોગ કરે છે. જેમાં થોડી જ મીનીટોમાં પાણી ગરમ થઇ જાય છે. પણ તેનો સતત ઉપયોગ કરવાથી તેમાં કાંટ લાગી જાય છે અને તે જલ્દી ખરાબ થઇ જાય છે.
જો તમારા પણ વોટર હીટર રોડમાં કાંટ લાગી ગયો છે તો ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આજે અમે તમને આ લેખમાં એવી સરળ ટીપ્સ વિશે જણાવીશું જેની મદદથી તમે વોટર હીટર પર લાગેલ કાંટને સાફ કરી શકશો. ચાલો તેના વિશે વિસ્તારથી જાણી લઈએ.
1) એરોસોલનો ઉપયોગ કરો : જો તમારા પાણી ગરમ કરવાના મશીનમાં કોઈપણ પ્રકારનો ડાઘ કે કાંટના નિશાન છે તો તેને દુર કરવા માટે તમે એરોસોલનો ઉપયોગ કરી શકો છો. તમને જણાવી દઈએ કે એરોસોલની મદદથી તમે કાંટના નિશાન દૂર કરી શકો છો. કાંટને સાફ કરવા માટે એરોસોલને સ્પ્રે બોટલમાં ભરી લો અને તેને ડાઘ વાળા સ્થાન પર છાંટો. થોડીવાર પછી કપડાની મદદથી સાફ કરી લો.
2) બેકિંગ સોડાનું મિશ્રણ બનાવો : બેકિંગ સોડાથી ઘરની સાફ સફાઈ કરી શકાય છે, તેની અંદર રહેલ એક્સફોલીએટીંગ ગુણ રહેલ છે. જે વસ્તુને સાફ કરવાનું કામ કરે છે પણ જો તમે બેકિંગ સોડાની અંદર લીંબુનો રસ ઉમેરો તો તે ખુબ જ સારું કામ આપે છે. આથી જ બેકિંગ સોડાથી કાંટના નિશાન દૂર કરવા સરળ છે. આ માટે સૌથી પહેલા પાણીને ગરમ કરો, તેમાં લીંબુનો રસ ઉમેરો.
હવે તેમાં બેકિંગ સોડા નાખો, પછી આ મિશ્રણથી કાંટના નિશાન સાફ કરો. પછી બ્રશની મદદથી તેને ઘસો અને સાફ પાણીથી તેને ધોઈ નાખો. તમારું હીટર સાફ થઇ જશે અને તેમાં ચમક આવી જશે.
3) સફેદ વિનેગરનો ઉપયોગ કરો : સફેદ વિનેગર ખુબ જ અસરકારક ઉપાય છે. તેનાથી તમે કાંટના નિશાન દૂર કરી શકો છો. જો કે કાંટને દુર કરવા માટે તમારે તે વસ્તુને આખી રાત સફેદ વિનેગરના પાણીમાં પલાળીને રાખવી પડે છે. તેના કારણે તે જલ્દી સાફ થાય છે. હવે એલ્યુમીનીયમ ફોઈલને વિનેગરમાં ડૂબાડો. પછી કાંટવાળા ભાગને રાખો જ્યાં સુધી કાંટ આછો થાય ત્યાં સુધી તેને ઘસો. થોડા સમયમાં કાંટ દુર થઇ જશે.
4) લીંબુ અને મીઠાનો ઉપયોગ કરો : લીંબુનો રસ મીઠાના ક્રિસ્ટલને સક્રિય કરે છે અને કાંટને દુર કરવામાં મદદ કરે છે. આથી કાંટ વાળા સ્થાન પર મીઠું નાખો અને તેના પર લીંબુનો રસ છાંટો. તમે વધુ મીઠું અને થોડો લીંબુનો રસ નાખીને તેની એક પરત બનાવી લો અને કાંટ વાળા સ્થાન પર જામવા દો, પછી બે થી ત્રણ કલાક રહેવા દો. હવે મીઠાને કાઢી નાખો અને સાફ કપડાથી લુછી લો. આમ લીંબુમાં પણ વિનેગર સમાન જ ગુણ હોય છે આથી તે કાંટ દુર કરવામાં મદદ કરે છે.
આમ તમે વોટર હીટર રોડ પર લાગેલ કાંટને દુર કરવા માટે અહી આપેલ ટીપ્સને અપનાવી શકો છો. આમ તમે કાંટના નિશાન દુર કરવા માટે ઘરમાં રહેલ આ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. તેના માટે તમારે કોઈ ખાસ ખર્ચ કરવાની જરૂર નથી.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી