જિંદગીમાં ક્યારેય નહીં થાય પેટ ફુલવાની સમસ્યા, ફક્ત એક વાર જાણી લો આ ખાસ માહિતી… પેટની તમામ સમસ્યાઓથી મળી જશે છુટકારો

ભારતીય ભોજનમાં એવી ઘણી બધી સામગ્રી હોય છે જે આપણી પાચનશક્તિને વધારવાનું કામ કરે છે, અને પેટમાં ગેસ જેવી સમસ્યાઓને પણ ઓછી કરી શકે છે. પરંતુ ઘણી વખત એવું થાય છે કે આપણી લાઈફ સ્ટાઈલ કંઈક એવી થઈ જાય છે, જેના લીધે ડાયજેશનની સમસ્યા થવા લાગે છે. આપણે આજકાલ માત્ર એક જગ્યાએ બેસી રહીએ છીએ અને તેના લીધે આપણા શરીરમાં ઘણી બધી સમસ્યાઓ ઊભી થવા લાગે છે. તેમાંથી જ એક સૌથી મોટી સમસ્યા એ છે કે પેટ ફૂલવાની સમસ્યા.

તમે કદાચ ધ્યાન નહિ આપ્યું હોય પરંતુ પેટ ફુલવાની સમસ્યા ખુબ જ પરેશાનીમાં નાખી શકે છે. જ્યાં માત્ર પેટનો દુખાવો સામાન્ય હોય શકે છે પરંતુ જો તે લગાતાર રહ્યા જ કરે છે તો ગેસ તથા પાણી ઓછું થઈ જવાની સમસ્યા પણ ઊભી થઈ શકે છે. અને જો તમને એવું થઈ રહ્યું છે તો ફટાફટ પેટ ફુલવાની સમસ્યાને કેવી રીતે ઓછી કરી શકાય ?

કયા કારણોથી થઈ શકે છે આ સમસ્યા ? : પેટ ફૂલવાની સમસ્યાના કારણો જીવનશૈલી અને ખરાબ ખાવા પીવાની આદતના લીધે થાય છે અને તેની પાછળ ઘણા બધા કારણો હોય શકે છે. જેમાં ખુબ જ જલ્દી જલ્દીમાં જમવું (ભોજનને ચાવ્યા વગર ગળી જવું), ભૂખ વગર પણ જમવું, રાત્રે 9 વાગ્યા પછી જમવું, જરૂર કરતા વધારે કાચું ભોજન કરવું, જરૂર કરતા વધુ તણાવ લેવો, અને તણાવ દરમિયાન ભોજન ખરાબ અને વાસી થઈ જવું, જેટલી શરીરને જરૂર હોય તેનાથી વધુ સેવન કરવું.

આપણે ખાવાની આદત ઘણા હદ સુધી નક્કી કરે છે કે, આપણને ડાયજેશનની સમસ્યા થશે કે નહીં. કોશિશ કરો કે હંમેશા તાજા ભોજનનું જ સેવન કરો. હલકું અને આસાનીથી ડાયજેસ્ટ થાય તેવા જ ભોજનનું સેવન કરો. ઉતાવળમાં ભોજન કરવું યોગ્ય નથી. ભોજન કરતા સમયે આપણે દરેક વસ્તુનું ઘ્યાન રાખવું જોઈએ.

જ્યારે તમે ભોજન કરી રહ્યા છો ત્યારે બીજા કોઈ જવાબ વિશે વિચારશો નહીં, ટીવી જોતા-જોતા ભોજન કરવું, ફોનમાં જોતા કે વાત કરતા અથવા વધુ વાતો કરીને ભોજન કરવું આ ખોટું છે. તો ચાલો જાણીએ બ્લોટીંગને ઓછું કરવાની રીત.

ચાવવાની રીત : તમે પેટ ફૂલવાની સમસ્યાને ઓછી કરવા માટે દરેક ભોજન બાદ તમે શેકેલી વરિયાળીનું સેવન કરી શકો છો. તે તમારા પેટને ખુબ જ આરામ આપશે.

પીવાની રીત : તમે સંપૂર્ણ દિવસમાં સીપ સીપ કરીને ફુદીનાનું પાણી પીવો. તે સિવાય તમે દરેક ભોજન પછી એક કલાક પછી ઈલાયચીનું પાણી પિય શકો છો. તમે ધાણા, જીરું અને વરિયાળીની ચા દિવસભરમાં ત્રણ વખત પી શકો છો. પરંતુ ધ્યાન રાખો કે વધુ પડતું પાણી પીવાથી પણ પેટ ફુલવાની સમસ્યા થાય છે તેથી એક જ વખતમાં ઘણું બધું પાણી પીશો નહીં.

ગળવાની રીત : પેટ ફુલતુ રોકવા માટે તમે અડધી ચમચી અજમાના બીજ ગળી શકો છો, તેની સાથે જ એક ચપટી સિંધવ મીઠું અને ચપટી હીંગ પણ લો, તમે તેને ગરમ પાણીની સાથે લઈ શકો છો, તથા તેને ભોજન કર્યાના ઓછામાં ઓછા 45 મિનિટ પછી લો. કોશિશ કરો કે વધુ હેવી ભોજન ન જમો. વધુ રાત્રે ડિનર લેવું નહીં.

જો પેટના ફૂલવાની સમસ્યા સતત થતી હોય તો ? : જો તમને સતત પેટ ફુલવાની સમસ્યાને રહે છે તો આંતરડાથી જોડાયેલી સમસ્યાઓનું કારણ હોય શકે છે. જેમ કે ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ, અપચો, કબજિયાત જેવી સમસ્યાઓ થઈ રહી છે, અથવા કોઈ પણ પ્રકારનું હોર્મોનલ ઇમ્બેલેન્સ, મેદસ્વિતા, ઇન્સ્યુલિન, રેઝિસ્ટન્સ,ડાયાબિટીસ વગેરે છે, તો ડોક્ટરની સલાહ લીધા બાદ જ તમે કોઈ પણ નુસખા અપનાવો, ડોક્ટર તેનો ઈલાજ કરી શકશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment