આ રંગ પસંદ કરતી છોકરી હોય છે સૌથી વધુ ભાગ્યશાળી અને સદગુણોથી સંપન્ન | જાણો આ ખાસ વાત

રંગોથી જાણો ભાગ્યશાળી સ્ત્રીઓનો સ્વભાવ અને વ્યક્તિત્વ…

મિત્રો રંગોની દુનિયા ખુબ જ નિરાલી છે અને દરેક વ્યક્તિને કોઈ એક રંગ વિશેષરૂપે પસંદ હોય છે. મિત્રો તમે ક્યારેય વિચાર્યું કે આપણને તે એક જ રંગ કેમ સૌથી વધુ પ્રિય છે ? કારણ કે તે રંગથી જોડાયેલી આપણી અમુક ખાસિયતો હોય છે જેના કારણે આપણને કોઈ એક રંગ જ સૌથી વધારે પસંદ આવે છે. તો આજે અમે તમને રંગ સાથે સંબંધિત જ એક વાત કરવા જઇ રહ્યા છીએ. સ્ત્રીના તેની પસંદના રંગ પરથી તેનો સ્વભાવ અને વ્યક્તિત્વ.

જે સ્ત્રીનો મનપસંદ રંગ સફેદ હોય તે સ્ત્રી ખુબ જ સરળ, સજ્જન, દયાળુ અને સાચી હોય છે. તે ખુબ જ ન્યાય પ્રિય હોય છે અને સદગુણોથી સંપન્ન હોય છે. હંમેશા અન્ય લોકોની મદદ કરે છે અને તે સ્ત્રીઓમાં સેવા ભાવ પણ જોવા મળે છે. તેમના અવાજમાં બુલંદી હોય છે અને આત્મવિશ્વાસ તેમના વ્યક્તિત્વની ઓળખ હોય છે.

જે સ્ત્રીઓને પીળો રંગ પસંદ હોય છે તે સ્ત્રી ગપશપમાં રૂચી ધરાવનાર હોય છે. તેમનામાં એક જાસૂસીનો ગુણ રહેલો હોય છે. તેઓ શશિષ્ટાચારી હોય છે. એક રહસ્યમય વ્યક્તિત્વની ઓળખ આપે છે. તેનું સ્વછંદી હોવું તેમના ગુણોને વધારે ચમકાવે છે. આ સ્ત્રીઓ તેમની આસપાસના લોકોને ખુબ ઝડપથી આકર્ષિત કરે છે. પરંતુ ચરિત્રની બાબતમાં તેમનું ચરિત્ર ખુબ જ ઉચ્ચ હોય છે.

જે સ્ત્રીઓને નારંગી એટલે કે કેસરી રંગ પસંદ હોય છે તે ખુબ જ સ્નેહમયી, મૈત્રીપૂર્ણ અને આનંદ દાયિની હોય છે. તે મૈત્રી સંબંધોમાં એક સંતુલન જાળવીને રાખે છે. તે સમાજહિત અને પરિવાર પ્રત્યે ખુબ રસ ધરાવતી હોય છે. તેમની આંખમાં નિરાશાના સમયે પણ આશાની કિરણો જોવા મળે છે. તેમનું સૌંદર્ય મનમોહક હોય છે.

હવે જે સ્ત્રીઓને ગુલાબી રંગ પસંદ હોય છે તેની ચાલમાં ગંભીરતા તથા વ્યવહારમાં તટસ્થતા જોવા મળે છે. તેમના ચહેરા પર હમેંશા સ્મિત હોય છે અને આંખોમાં ચમક હોય છે જે તેના વ્યક્તિત્વને વધારે મનમોહક બનાવે છે. શિષ્ટાચાર તેના સામાજિક પરિવેશને વધારે સમૃદ્ધ બનાવે છે.

જે સ્ત્રીઓને લાલ રંગ પસંદ હોય છે તે ખુબ જ સાહસિક હોય છે. તે પોતાના જીવનની પ્રત્યેક પળને આનંદમય બાનાવાની ઈચ્છુક હોય છે. તે કર્મના મર્મને સમજનાર હોય છે. તે પોતાના ધ્યેયને સિદ્ધ કરવા માટે હમેંશા પ્રયત્નશીલ રહે છે. તે ભવિષ્ય અને ભાગ્યની ક્યારેય ચિંતા કરતી નથી.

જે સ્ત્રીઓને રાખોડી રંગ પસંદ હોય છે તે સૌના પ્રત્યે ખુબ જ સ્નેહ રાખે છે. પર્યટનની શોખીન હોય છે. તેમના ચહેરા પર સ્મિત અને આંખોમાં શોખો છલકતા હોય છે.

જે સ્ત્રીઓને લીલો રંગ પસંદ હોય છે તે ખુબ જ વાર્તાલાપ કરનાર હોય છે. તેમના મનમાં ઉમંગ અને ઉલ્લાસ પુષ્કળ માત્રામાં ભરેલા હોય છે. તે હંમેશા પોતાના અંતર માંથી કલ્પનાઓ અને સુખદ સપનાઓમાં ખોવાયેલી રહે છે. તે ચુસ્ત અને સ્ફૂર્તીલી હોય છે. તે જ્યારે કોઈ વ્યક્તિને પ્રેમ કરે છે ત્યારે જાનથી વધારે ચાહે છે પરંતુ નફરત કરે ત્યારે તેના કહેરથી બચવું મૂશ્કેલ થઇ જાય.

જે સ્ત્રીઓને જાંબલી રંગ પસંદ હોય છે તેના મનમાં વૈભવની તીવ્ર લાલસા હોય છે. તેનામાં મહત્વકાંક્ષા હોતી નથી પરંતુ તેમનો પતિ તથા પ્રેમી હમેંશા તેનું સમગ્ર જીવન તેની ઈચ્છાઓને પૂરી કરવામાં લગાવી દે છે.

જે સ્ત્રીઓને બ્લુ રંગ પસંદ હોય છે તે ક્યારેક નિરાશાવાદી હોય છે. પરંતુ તે સ્વભાવથી ખુબ જ સારી હોય છે. દૂષિત વિચારોથી દુર રહે છે તેમજ અન્ય પ્રત્યે સહાનુભુતિ રાખે છે. આમ તે અંદરથી ભલે દુઃખી અને ઉદાસ હોય પરંતુ તે બહારથી ખુશ હોય છે. તેથી કોઈ પણ તેની ઉદાસીનું કારણ નથી જાણી શકતું.

જે સ્ત્રીઓને કાળો રંગ પસંદ હોય છે તે સામન્ય રીતે ઉદાસ અને નિરાશ પ્રકૃતિની હોય છે. તે ખુબ સૂંદર હોય છે અને તેનું વ્યક્તિત્વ પણ આકર્ષિત હોય છે. તેમનુ વ્યક્તિત્વ તેના પતિ કે પ્રેમીને ખુબ જ આકર્ષિત કરે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment