ભારતની પહેલી મહિલા જે ઇન્ડિયન કમાન્ડોને કરે છે ટ્રેઈન | આ મહિલા વિશે જાણી ને તમને ગર્વ થશે

ભારતની પહેલી મહિલા જે ઇન્ડિયન કમાન્ડોને કરે છે ટ્રેઈન…ભારતીય હશે તે જરૂર વાંચશે આ લેખ..

મિત્રો ઘણા લોકો પોતાના વ્યક્તિગત જીવનથી લડીને અન્ય લોકો માટે એક સારી પ્રેરણાનો સ્ત્રોત બનતા હોય છે. આજે અમે એક એવી જ શેરે દિલ મહિલાની વાત જણાવવા જઈ રહ્યા છીએ. જે ભારતની એક માત્ર કમાન્ડો ટ્રેનર છે અને કમાન્ડોને ટ્રેનીંગ આપે છે. આજે અમે તે મહિલાની જિંદગી, તેના સંઘર્ષ, તેમજ દેશ પ્રત્યે તેની દેશ સેવા જોઈને તેનામાંથી તમને કંઈકને કંઈક તો તમને શીખવા અને જાણવા મળશે. દેશ ભક્તિની એક મિસાલ કહી શકાય તેવી મહિલા વિશેનો આજનો આ લેખ દરેક વ્યક્તિએ અવશ્ય વાંચવો જોઈએ.

અમે જે મહિલાની વાત કરી રહ્યા છીએ તેનું નામ છે ડૉ.સીમા રાવ. જેનો જન્મ મુંબઈના બાંદ્રામાં થયો હતો. સીમા રાવના પિતા તમાકાંત સિનારી એક સ્વતંત્ર સેનાની હતા અને સીમા રાવને દેશ પ્રેમની ભાવના તેમના પિતા પાસેથી જ મળી હતી. નાનપણથી જ સીમાને શુટિંગનો ખુબ જ શોખ હતો. પરંતુ તે મેડીકલનો અભ્યાસ કરીને ડોક્ટર બનવા માંગતી હતી. તેથી તેણે MD કર્યું. પરંતુ  સીમા રાવના દેશ સેવાની ચાહના હજુ કાયમ જ હતી.

જ્યારે સીમા રાવના જીવનમાં નોકરી કરવી કે દેશ સેવા તે પ્રશ્ન ઉભો થયો ત્યારે તેણે દેશ સેવા કરવાનું પસંદ કર્યું. સીમા જ્યારે 19 વર્ષની હતી ત્યારે તેની મુલાકાત મુંબઈમાં દીપક રાવ સાથે થઇ. દીપક રાવને માર્શલ આર્ટસમાં રસ હતો અને તે માર્શલ આર્ટસ શીખી રહ્યા હતા. ત્યારે સીમાએ પણ માર્શલ આર્ટસ શીખ્યું. ત્યાર બાદ બંને એક બીજાના જીવનસાથી બની ગયા. દીપક ઇન્ડિયન મિલેટ્રી ટ્રેનર, વૈજ્ઞાનિક, ઓથર, ફિઝીશિયન અને ટેરીટોરીયલ આર્મીના બ્રાંડ એમ્બેસેડર પણ રહી ચુક્યા છે.

વર્ષ 1996 માં સીમા રાવ અને દીપક રાવ બંનેએ કમાન્ડોને ફ્રીમાં માર્શલ આર્ટની ટ્રેઈનીંગ આપવાનું શરૂ કર્યું. આ ઉપરાંત ઇન્ડિયન આર્મી, નેવી, એર ફોર્સ અને બીએસએફ અને એનર્જી ચીફ સામે કમાન્ડોને ફ્રી કોમ્બેક ટ્રેનીંગ આપવાનો પ્રસ્તાવ રાખ્યો અને તેમનો પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો. તેમણે લગભગ ભારતની દરેક ફોર્સીસને ટ્રેનીંગ આપવાનું શરૂ કર્યું. તેઓ 20 વર્ષથી સ્પેશિયલ ફોર્સને ફ્રીમાં ટ્રેઈનીંગ આપી રહ્યા છે અને અત્યાર સુધીમાં તેઓ લગભગ 15 હજારથી વધારે સિપાહીને ટ્રેઈન કરી ચુક્યા છે.

તેઓ પોતાના વ્યક્તિગત જીવનનો ત્યાગ કરીને દુરના ગામોમાં તાલીમ આપી રહ્યા છે. સીમા રાવે એક વાર પોતાના ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તાલીમ આપતી વખતે એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે તેમના બધા પૈસા ખતમ થઇ ગયા હતા અને ત્યારે તેણે તેનું  મંગળસૂત્ર અને ઘરેણા પણ ગીરવી મૂકી દીધા હતા. આ ઉપરાંત સીમા રાવ જ્યારે કોલકત્તામાં ટ્રેનીગ આપી રહી હતી ત્યારે તેના પિતાનું મૃત્યુ થયું. ત્યારે તેણે પિતા પાસે જવાને બદલે પહેલા પોતાની ટ્રેનીંગ આપવાની દેશ પ્રત્યેની ફરજ બજાવી અને જણાવ્યું કે જો તે તાલીમ અધુરી મુકીને જતી રહી હોત તો તેના પિતા તેને ક્યારેય માફ ન કરેત. તેથી તેણે ત્રણ દિવસની તાલીમ પૂરી કરી ત્યાર બાદ તે ઘરે ગયા.

લગ્ન બાદ પણ દીપક અને સીમાએ કમાન્ડોને ફ્રીમાં તાલીમ આપવાનું કાર્ય શરૂ રાખ્યું. તેમનો દેશ સેવા પ્રત્યેનું કાર્ય ચાલુ રહ્યું જેના કારણે તેમને વ્યક્તિગત જિંદગી વિશે વિચારવાનો સમય મળ્યો ન હતો. પરંતુ હાલ તેઓએ એક છોકરીને દત્તક લીધી છે. જેનું નામ કોમલ છે. તેથી સીમાએ પોતાની દીકરી માટે થઈને મુંબઈમાં એક એકેડેમી ખોલી જ્યાં તેઓ માર્શલ આર્ટસ વગેરેની ટ્રેનીંગ આપે છે અને અત્યારે તે એકેડમી ખુબ જ સારી ચાલે છે.

તમને જણાવી દઈએ ઇન્ડિયન એર ફોર્સમાં સ્કાય ડ્રાયવીંગ કરીને પેરા વિંગ પણ પ્રાપ્ત કર્યું છે અને તેને મિલેટ્રી માર્શલ આર્ટ્સમાં 7 ડીગ્રી બ્લેક બેલ્ટ પણ મળેલો છે. સીમા રાવ એક ખુબ પ્રતિભાશાળી શુટર પણ છે. તેણે કોમ્બીક શુટિંગ મેથડને આધુનિક બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

તેણે રાવ સીસ્ટમ ઓફ રેફ્લેક્સ ફાયરનું ઇન્વેન્શન કર્યું હતું. જેનો આજે તાલીમમાં પણ સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. આ સાથે સીમા રાવ એક સારી લેખિકા પણ છે તેણે હેન્ડબુક ઓફ વર્લ્ડ ટેરેરીઝમ અને આર્ટ ઓફ સકસેસ જેવી બુક્સ પણ લખી છે.

સીમા રાવને તેના કાર્ય અને દેશ ભક્તિ માટે ગણ સમ્માન પણ મળેલા છે. સીમા રાવને વર્લ્ડ પીસ એવોર્ડ, બ્રેવી અવોર્ડ, ફેમિના એવોર્ડ અને વોલીયન્ટર સર્વિસ એવોર્ડ વગેરે જેવા એવોર્ડ મળેલા છે. આ ઉપરાંત તેને સૌથી મહત્વપૂર્ણ એવોર્ડ નારી સશક્તિ પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે.

સીમા રાવનું કહેવું છે કે આપણી સફળતા આપણા દ્રઢ નિશ્ચય પર નિર્ભર કરે છે. તમે કોઈ પણ વસ્તુ મનથી નક્કી કરી લો પછી તમે કઠીનમાં કઠીન પરિસ્થિતિમાં પણ સફળતા મેળવીને જ રહો છો. મિત્રો સીમા રાવના આ વિચારોને આપણે પણ જીવનમાં ઉતારવા જોઈએ. આ ઉપરાંત સીમા રાવ આજે મહિલાઓ માટે એકમિસાલ બની ચુકી છે. તેમજ તેમની દેશ સેવાને શત શત નમન કે જેણે એશો આરામની જિંદગી છોડીને અલગ અલગ કેમ્પોમાં જઈને કમાન્ડો અને ફોર્સીસને ફ્રીમાં તાલીમ આપવાનું કાર્ય કર્યું. જો તમે પણ સીમા રાવની દેશ ભક્તિ અને સેવા જોઇને પ્રેરિત થયા હોય તો કોમેન્ટમાં જય હિન્દ, જાય ભારત લખવાનું ભૂલતા નહિ. જય હિન્દ… જય ભારત….

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment