જાણો દુનિયાનો સૌથી મોટો અને 5000 વર્ષ જુનો ઘઉંના દાણા વિશે | આખરે ક્યાંથી આવ્યો જાણો ઈતિહાસ

જાણો 5000 વર્ષ જુના ઘઉંના દાણા વિશે….. તેનું વજન છે 200 ગ્રામ… જાણો તેનું રોચક તથ્ય…

ભારતમાં લગભગ મંદિરોમાં ચમત્કાર જોવા મળતા હોય છે અને તે ચમત્કારોથી આકર્ષાઈને દુનિયાભરના લોકો ભારતના પ્રવાસે તે ચમત્કારો જોવા માટે આવે છે અને ભારતને એક અમુલ્ય ભારતનો દરજ્જો આપતા જતા હોય છે. મિત્રો ભારતના મંદિરો દેખાવમાં ખુબ જ આકર્ષક હોય છે. મંદિરોના દેખાવો કરતા પણ રોચક હોય છે તે મંદિરોના સ્થાપનની કહાની.

આપણા ભારતમાં એવા ઘણા મંદિરો છે જે હજારો વર્ષ જુના છે અને તે મંદિર પોતાની આગવી વિશેષતાના કારણે દુનિયાભરમાં પ્રચલિત છે. આજે અમે એક એવા જ મંદિર વિશે ચર્ચા કરીશું જે 5000 વર્ષ જુના ઘઉંના દાણાના કારણે પ્રખ્યાત છે. શું મિત્રો તમે ક્યારેય 200 ગ્રામ વજનના ઘઉંનો દાણો જોયો છે, અને તે પણ મહાભારત કાળનો એટલે કે 5000 વર્ષ જુનો ?

મિત્રો જો તમે ન જોયો હોય તો આ લેખ દ્વારા તમે તે દાણાની ઝલક અને તે ક્યાં છે તે જાણી શકો છો. આપણા ભારતમાં એક એવું મંદિર છે જ્યાં આ ઘઉંનો માત્ર એક જ દાણો સંગ્રહાયેલો છે. એટલું જ નહિ, અહીં એક અખંડ ધૂણી પણ ચાલુ છે. જે મહાભારત કાળથી ચાલતી આવે છે. તો ચાલો આ ચમત્કારો પાછળના રહસ્યોને જાણીએ.

અમે જે મંદિરની વાત કરી રહ્યા છે તે છે મમલેશ્વર મહાદેવ મંદિર, જે હિમાચલ પ્રદેશમાં સ્થિત છે. આ મંદિર હિમાચલ પ્રદેશના કરસોગા ઘાટીના મમલ ગામમાં સ્થિત છે. આ મંદિર ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત છે. આ મંદિરનો સંબંધ પાંડવોની સાથે જોડાઈ રહેલો છે. કારણ કે પાંડવોએ પોતાના અજ્ઞાત વાસ દરમિયાન થોડો સમય અહીં વિતાવ્યો હતો. આ મંદિરમાં એક ધૂણી પણ છે અને એવું કહેવાય છે કે તે મહાભારત કાળથી નિરંતર સળગી રહી છે. આ અખંડ ધૂણી પાછળ એક કથા છે જે ખુબ જ રોચક છે.

જ્યારે પાંડવો અજ્ઞાત વાસ ભોગવી રહ્યા હતા ત્યારે તેઓ આ સ્થાન પર રહ્યા હતા. આ ગામમાં ત્યારે એક રાક્ષસે એક ગુફામાં ડેરો જમાવ્યો હતો. તે રાક્ષસથી બચવા માટે ગામના લોકોએ રાક્ષસ સાથે એક સમજોતો કરેલો હતો કે ગામમાંથી રોજ એક વ્યક્તિને તે રાક્ષસ પાસે તેના ભોજન માટે મોકલવામાં આવશે. જેથી તે રાક્ષસ એક સાથે આખા ગામને તબાહ ન કરે.

એક દિવસ એક ઘરના છોકરાનો વારો આવ્યો જેના ઘરે પાંડવો રહેતા હતા. ત્યારે તે છોકરાની માતાને રડતા જોઈ પાંડવોએ તેનું કારણ પૂછ્યું, ત્યારે તેની માતાએ રાક્ષસની વાત કહી. ત્યારે અતિથી ધર્મ નિભાવવા માટે તે છોકરાની જગ્યાએ ભીમ તે રાક્ષસ પાસે ભોજન બનીને ગયો. ભીમ જ્યારે તે રાક્ષસ પાસે ગયો ત્યારે તે બંને વચ્ચે એક ભયંકર યુદ્ધ થયું. આ યુદ્ધ દરમિયાન ભીમે તે રાક્ષસને મારીને ગામના લોકોને તે રાક્ષસથી મુક્તિ અપાવી. કહેવાય છે કે ભીમની આ યાદ માટે જ ત્યારથી આ મંદિરમાં અખંડ ધૂણી સળગી રહી છે. આ મંદિરમાં એક ઢોલ પણ છે અને એવું કહેવાય છે કે તે ભીમનો ઢોલ છે.

આ મંદિરનું સૌથી મહત્વનું આકર્ષણનું કેન્દ્ર છે 5000 વર્ષ જુનો 200 ગ્રામ વજનનો ઘઉંનો એક દાણો. જે ઘઉંનો દાણો પાંડવોનો છે એવું જણાવવામાં આવે છે.

જ્યારે પણ તમે આ મંદિરે જાવ તો તમારે આ ઘઉંનો દાણો જોવો હોય તો મંદિરના પૂજારીને કહેવું પડશે. ઘઉંના દાણાની પુષ્ટિ પુરાતત્વ વિભાગે પણ કરી છે તે લોકોનું પણ માનવું છે કે આ ઘઉંનો દાણો અને અન્ય વસ્તુઓ ખુબ જ પ્રાચીન છે.

આ ઉપરાંત મંદિરમાં પાંચ શિવલિંગ પણ સ્થાપિત છે. તેના વિશે કહેવાય છે કે આ શિવલિંગની સ્થાપના સ્વયં પાંડવોએ કરી હતી. આ મંદિર પાસે એક પ્રાચીન બંધ મંદિર પણ છે. જે સદીઓથી બંધ પડેલું છે. એવું કહેવાય છે કે તે મંદિરમાં પ્રાચીન સમયમાં ભૂદા યજ્ઞ કરવામાં આવતો હતો. જેમાં નર બલી પણ આપવામાં આવતી હતી. આ બંધ પડેલા મંદિરમાં માત્ર પૂજારીઓને આવવાની અનુમતિ હતી અને આજે પણ પૂજારીઓને જ આવવાની અનુમતિ છે.

તો મિત્રો આ મંદિર મહાભારત કાળની નિશાની છે. જો તમે આ મંદિરની મુલાકાતે ક્યારેય ગયા હોવ તો તમારા અનુભવો કોમેન્ટમાં જરૂર જણાવજો. તેમજ શું તમે પણ આ મહાભારત કાળના મંદિરને જોવાની ઈચ્છા ધરાવો છો કોમેન્ટમાં હા કે ના માં જવાબ જરૂર આપજો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment