જાણો તમારા ચહેરના આકાર પરથી તમારી ખાસિયતો | આ આકાર ના ચહેરા વાળા લોકો હોય છે ખુબજ પ્રભાવશાળી

જાણો તમારા ચહેરના આકાર પરથી તમારી ખાસિયતો..

આમ તો તમારું વ્યક્તિત્વ અને ખાસિયતો ઘણા બધી પ્રકારે  જાણી શકાય. પરંતુ ફીઝીક્સ એવું કહે છે કે વ્યક્તિના ચહેરા પરથી તેનું વ્યક્તિત્વ અને બુદ્ધિમતા તેમજ ખાસિયતો જાણી શકાય છે. મિત્રો તમે કોઈ વ્યક્તિને મળો તો તમે તેના વાત કરવાના અંદાજ પરથી થોડું જાણી શકો પરંતુ તેના વ્યક્તિત્વનો તમે અંદાજો લગાવી શકતા નથી.

મિત્રો આ દુનિયામાં આજના જમાનામાં વ્યક્તિને ઓળખવા ખુબ મૂશ્કેલ થઈ જાય છે. વ્યક્તિ દેખાય કંઈક અલગ બોલે કંઈક અલગ અને નીકળે પણ કંઈક અલગ. એટલે ઘણી વાર આપણે વિચારીએ તેવા વ્યક્તિ એ ન પણ નીકળે. પરંતુ આજે અમે તમને એવી વાતો જણાવશું કે જેના દ્વારા તમે વ્યક્તિનો ચહેરો જોઇને તે વ્યક્તિને ઓળખી શકશો.

સૌપ્રથમ વાત કરીએ લંબ ગોળ ચહેરાની. આ પ્રકારના ચહેરામાં કપાળ ઊંચું હોય છે અને દાઢીનો ભાગ ગાલ કરતા નાનો અને સાંકડો હોય છે. આ પ્રકારનો ચહેરો ધરાવતા લોકોનુ જીવન સંતુલીત હોય છે. તેઓ સત્ય પ્રેમી હોય છે. જ્યારે તે કોઈ નિર્ણય લે છે ત્યારે તે હમેંશા સત્યને ધ્યાનમાં રાખે છે. તેઓ ખુશ મિજાજ હોય છે. પરંતુ તેઓ કોઈ વ્યક્તિને સારી રીતે જાણતા પહેલા વાત કરવામાં થોડો સંકોચ અનુભવતા હોય છે. પરંતુ તેઓ એક વાર કોઈ વ્યક્તિને સારી રીતે જાણી લે ત્યાર બાદ સંકોચનું કોઈ સ્થાન હોતું નથી.

ગોળાકાર ચહેરો. આ લોકો ખુબ ભોળા સ્વભાવના હોય છે. પરંતુ તેની સાથે તેઓ મેચ્યોર અને જવાબદાર વ્યક્તિ હોય છે. તેઓ ખુબ જ મિલનસાર હોય છે તેથી તેના મિત્રોની સંખ્યા પણ વધારે હોય છે. બીજા લોકો શું વિચારે છે તેની ચિંતા આ લોકો ક્યારેય કરતા નથી. તેઓને જેમ કરવું હોય તેમ કરે છે તેમાં બીજાના મંતવ્યો કોઈ મહત્વ નથી ધરાવતા.

દિલ આકારનો ચહેરો. આ લોકોનો ચહેરો થોડો ગોળાકાર જ હોય છે પરંતુ તેમના ગાલ પહોળા હોય છે અને તેઓ જ્યારે સ્માઈલ કરે છે ત્યારે વધારે પહોળા દેખાય છે. આ લોકો સ્વભાવમાં દયાળુ અને મિલનસાર હોય છે. આ લોકોમાં ખુબ જ પ્રભાવશાળી ઇનર સ્ટ્રેન્થ હોય છે. ઘણી વાર તે અન્ય લોકો માટે આકર્ષણનું કેન્દ્ર પણ બની શકે છે. આ લોકો સર્જનાત્મક હોય છે અને તેમની નિર્ણયશક્તિ પણ સારી હોય છે. તેઓ જ્યારે કંઈક નવું કરવા જતા હોય છે ત્યારે તેમની પ્રબળ ઈચ્છા તેના ડરને દુર કરવાની હોય છે.

લાંબો અને સાંકડો ચહેરો. આ લોકો ફ્રેન્ડલી નેચરના હોય છે અને સકારાત્મક ઉર્જાથી ભરપુર હોય છે. આ લોકોમાં નેતૃત્વના ગુણો રહેલા હોય છે. તેઓ સામાજિક રીતે ખુબ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હોય છે. જેથી સમાજમાં તેમને ખુબ જ માન અને પ્રતિષ્ઠા મળે છે.

ચોરસ આકારનો ચહેરો. આ લોકો બુદ્ધિશાળી હોય છે અને તેમના વિચારો પણ લોજીકલ હોય છે. જ્યારે તમે તેને તક આપો વ્યવહારમાં કે સંબંધમાં તો તેઓ ખુબ જ રસપ્રદ રીતે તે નિભાવે છે અને વ્યવહારમાં ખુબ જ કુશળ હોય છે. તેઓ જિંદગીમાં એક પણ તક છોડવા માંગતા નથી.

વાત કરીએ ડાઈમંડ આકારની તો આ ચહેરાને તમે ત્રિકોણ આકાર પણ કહી શકો. તેમનું કપાળ સાંકડું હોય છે અને અને તેમની દાઢીનો ભાગ સાંકડો અને ખૂણા વાળો હોય છે. આ લોકો ખુબ જ મિલનસાર હોય છે. આ લોકોમાં પણ નેતૃત્વના ગુણો રહેલા છે અને આ લોકો પોતાના જીવનમાં સતત સફળતા મેળવતા હોય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment