મોંઘી દવાઓ ખાધા વગર જ મટાડો દાંત અને દાઢના દુખાવા, દબાવો આ 5 પોઈન્ટ મળી જશે તરત જ રાહત…

મિત્રો આપણા ચહેરાના દેખાવમાં દાંત ખુબ જ મહત્વના છે. આથી જો તેમાં કંઈ પણ તકલીફ થાય તો ખાવાથી લઈને દરેક કામમાં મશ્કેલી પડે છે. ભોજનને ચાવવા માટે દાંત જરૂરી છે. આથી તેની કાળજી રાખવી પણ જરૂરી છે. પરંતુ જ્યારે દાંતમાં દુખાવો થાય ત્યારે તેની પીડા અસહ્ય હોય છે. તમે દવાનું સેવન કરીને તેનાથી રાહત મેળવી શકો છો. પરંતુ તમે ઘરે જ થોડા એક્યુપ્રેશર પોઈન્ટ દબાવીને તેનાથી છુટકારો મેળવી શકો છો. ચાલો તો આ એક્યુપ્રેશર પોઈન્ટ વિશે વધુ જાણી લઈએ.

દાંતના દુખાવાની સમસ્યાથી જજૂમી રહેલા લોકોએ ખાવા-પીવામાં અને વાત કરવામાં ખુબ જ મુશ્કેલી પડે છે. તેવામાં તેમનો આખો દિવસ ખરાબ થઈ જાય છે. તેવામાં દાંતના દુખાવાની સમસ્યા દૂર કરવા માટે તેમને ખુબ જ જલ્દી ઈલાજ કરાવવાની જરૂર પડે છે. દાંતના દુખાવાને દૂર કરવા માટે તમે વૈકલ્પિક ચિકિત્સાની મદદ પણ લઈ શકો છો. તે વૈકલ્પિક ચિકિત્સામાં એક્યુપ્રેશર પણ સમાવિષ્ટ છે.

આપણા શરીરમાં અમુક એવા એક્યુપ્રેશર પોઈન્ટ્સ હોય છે, જેની મદદથી દાંત અને જડબાના દુખાવાથી રાહત મેળવી શકાય છે. આજે આ લેખમાં અમુક એવા 5 એક્યુપ્રેશર પોઈન્ટ્સ વિશે જણાવશું, જેની મદદથી તમે દાંતના દુખાવાની સમસ્યાથી રાહત મેળવી શકો છો. આવો જાણીએ આ એક્યુપ્રેશર પોઈન્ટ્સ વિશે.

SI18 એક્યુપ્રેશર પોઈન્ટ : દાંતના દુખાવાની સમસ્યા દૂર કરવા માટે તમે SI18 એક્યુપ્રેશર પોઈન્ટને દબાવી શકો છો. આ પોઈન્ટ ચીકબોનની પાસે હોય છે. નિયમિત રૂપથી આ એક્યુપ્રેશર પોઈન્ટને દબાવવાથી દાંત અને જડબામાં થતાં દુખાવાથી રાહત મેળવી શકાય છે. સાથે જ આ એક્યુપ્રેશર પોઈન્ટ સાઇનસની સમસ્યા દૂર કરવામાં પણ અસરકારક છે. આથી આ પોઈન્ટની મદદથી તમે દાંત તેમજ જડબાના દુખાવામાં રાહત મેળવી શકો છો.

ST6 એક્યુપ્રેશર પોઈન્ટ : આ એક્યુપ્રેશર પોઈન્ટ મોંના ખૂણા અને ઇયરલોબની નીચે હોય છે. આ પોઈન્ટ પર દબાણ આપવાથી દાંત અને જડબાના દુખાવામાં ઘણો આરામ મળે છે. સાથે જ તે જડબામાં સોજાની તકલીફને પણ દૂર કરવામાં અસરકારક છે.

LI4 એક્યુપ્રેશર પોઈન્ટ : દાંતના દુખાવાથી રાહત મેળવવા માટે તમે LI4 એક્યુપ્રેશર પોઈન્ટને પણ દબાવી શકો છો. આ એક્યુપ્રેશર પોઈન્ટ અંગૂઠા અને તર્જનીની વચ્ચેની ચામડી પર હોય છે. આ પોઈન્ટ પર દબાણ આપવાથી દાંતનો દુખાવો, માથાનો દુખાવો તેમજ ચહેરાનો દુખાવો પણ દૂર કરી શકાય છે.

GB21 એક્યુપ્રેશર પોઈન્ટ : આ એક્યુપ્રેશર પોઈન્ટ ખભાની માંસપેશી પર, ગરદન અને ખભાના ઢાળ પર આવેલ હોય છે. આ એક્યુપ્રેશર પોઈન્ટ પર દબાણ આપવાથી દાંતના દુખાવાની સમસ્યામાં રાહત મેળવી શકાય છે. સાથે જ તે જડબાના દુખાવામાં પણ આરામ આપે છે. જો કે ધ્યાન રહે કે, ગર્ભવતી મહિલાઓએ આ પોઈન્ટ પર દબાણ ન આપવું જોઈએ.

KD3 પોઈન્ટ : આ પોઈન્ટ તમારા પગની ઘૂંટી પાસે જોવા મળે છે. આ પોઈન્ટ ગોતવા માટે પગની ઘૂંટીની ચારે બાજુ ત્યાં સુધી પીંચ કરવું જ્યાં સુધી તમને હાડકાં જેવુ ન અનુભવાય. આ પોઇન્ટને દબાવવાથી દાંતના દુખાવા, આંખની સમસ્યાઓ, માથાનો દુખાવો, ચક્કર આવવા, અનિંદ્રા, અસ્થમા, અનિયમિત માસિક ધર્મ વગેરે જેવી સમસ્યાઓમાં રાહત મેળવી શકાય છે.

આમ તમે દાંતના દુખાવાના ઈલાજ રૂપે અહી આપેલ એક્યુપ્રેશર પોઈન્ટને દબાવી શકો છો. દાંત અને જડબામાં થતાં દુખાવામાં રાહત મેળવવા માટે તમે આ એક્યુપ્રેશર પોઈન્ટ્સને દબાવી શકો છો. તેનાથી તમને ઘણો આરામ મળે છે. જો કે ધ્યાન રહે કે, જો તમે પહેલી વખત એક્યુપ્રેશર પોઈન્ટની મદદ લઈ રહ્યા હોય તો, કોઈ એક્સપર્ટની સલાહ અને દેખરેખ મુજબ જ એક્યુપ્રેશર પોઈન્ટ્સને દબાવવા જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment