રાતે પલાળી સવારે ખાલી કરો આ ઔષધીનું સેવન, કબજિયાત, બ્લડ પ્રેશર, વજન અને પાચનને લગતી 5 બીમારીઓથી આપશે છુટકારો… હાડકા રહેશે આજીવન મજબુત…

મિત્રો તમે અનેક ડ્રાયફ્રુટ ખાતા હશો. તેમાં વિશેષ કરીને અંજીર દરેક લોકોને ભાવતા હશે. જો કે તમે અંજીરની અનેક વાનગીઓ પણ બનાવી શકો છો. સાથે જ દુધમાં નાખીને પણ અંજીરનું સેવન કરી શકાય છે. અંજીર એ શરીરમાં લોહીની માત્રા વધારતું તત્વ માનવામાં આવે છે.

સુકા અંજીર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. અંજીર પ્રોટીન, ફાઈબર, વિટામીન એ, અને વિટામીન બી નો સારો સોર્સ માનવામાં આવે છે. અંજીર એન્ટી ઓક્સીડેન્ટથી ભરપુર માનવામાં આવે છે. આજે આપણે વાત કરીશું ખાલી પેટ સુકા અંજીર ખાવાના ફાયદાઓ વિશે. સવારના સમયે કંઈક હેલ્દી વસ્તુ ખાવી જોઈએ, તેવામાં તમે અંજીરનું સેવન કરી શકો છો. સવારે ખાલી પેટ અંજીર ખાવાથી શરીરને અનેક લાભો મળે છે. તેનાથી વજન કંટ્રોલમાં રહે છે. કબજિયાતની સમસ્યામાં આરામ મળે છે. સાથે ખાલી પેટ અંજીર ખાવાથી ઈમ્યુન સીસ્ટમ પણ મજબુત બને છે.

ખાલી પેટ અંજીર ખાવાના ફાયદાઓ : ખાલી પેટ અંજીર ખાવાથી શરીરની ઘણી સમસ્યાઓ દુર થઈ શકે છે. કબજિયાતની સમસ્યા દુર થવાની સાથે શુગર લેવલ પણ નિયંત્રણમાં રહે છે. તેનાથી વજન પણ વધતો નથી.

કબજિયાતની સમસ્યા : અંજીર પેટ માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. અંજીરમાં ફાઈબરનું સારું પ્રમાણ હોય છે,આથી તે કબજિયાતની સમસ્યા દુર કરવામાં સહાયક છે. ફાઈબર એ પાચનમાં સુધારો લાવે છે. તેનાથી ગેસ, એસીડીટી અને અપચાની સમસ્યામાં પણ રાહત મળે છે. આથી તમને કબજિયાતની તકલીફ હોય તો તમે અંજીરનું સેવન કરી શકો છો.

વજન : જે લોકો વજન ઓછો કરવા માંગે છે તેમણે ખાલી પેટ અંજીર ખાવા લાભકારી માનવામાં આવે છે. અંજીરમાં ફાઈબર રહેલ હોવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. આથી તમને વજન ઓછો કરવામાં મદદ મળે છે. શરીરની ચરબીથી પરેશાન લોકો પોતાની મોર્નિંગ ડાયેટમાં અંજીર સામેલ કરીને વજન ઓછો કરી શકે છે.

પોષક તત્વો : અંજીર એ પોષક તત્વોથી ભરપુર માનવામાં આવે છે. આથી તેના દરેક પોષક તત્વો મેળવવા માટે તેને સવારે ખાલી પેટ ખાવા જોઈએ. વાસ્તવમાં ખાલી પેટ અંજીર ખાવાથી શરીર તેમાં રહેલ એન્ટી ઓક્સીડેન્ટઅને વિટામિન્સને પૂરી રીતે અવશોષિત કરી શકે છે.

બ્લડ પ્રેશર : અંજીર એ બ્લડ પ્રેશર માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. અંજીરમાં રહેલ એન્ટીઓક્સીડેન્ટ, પોટેશિયમ, શરીરના બ્લડ પ્રેશરને કંટ્રોલ રાખવામાં મદદ કરે છે. હૃદયને પણ સ્વસ્થ રાખે છે. પરંતુ તમારું બ્લડ પ્રેશર વધેલું છે તો ડોક્ટરની સલાહ અનુસાર અંજીરનું સેવન કરવું જોઈએ.

હાડકા : હાડકાઓને મજબુત બનાવવા માટે અંજીરનું સેવન લાભદાયી છે. અંજીરમાં કેલ્શિયમ રહેલ છે. જે શરીરમાં હાડકાઓને મજબુત કરવાનું કામ કરે છે. જો તમારા હાડકાઓમાં અક્સર દુખાવો રહે છે તો તમારે જરૂરથી અંજીરનું સેવન કરવું જોઈએ.

અંજીર એનર્જી : અંજીર એ પોષક તત્વોનો ભંડાર છે તેમાં કાર્બોહાઈડ્રેટ હોય છે, જેનાથી તમે હંમેશા ઉર્જાવાન રહો છો. અંજીર અને દૂધનું એક સાથે સેવન કરવાથી તમારા શરીરને એનર્જી મળે છે. તમે ઈચ્છો તો સવારે ખાલી અંજીરનું સેવન કરી શકો છો. તેનાથી તમને આખો દિવસ એનર્જીનો અનુભવ થાય છે.

અંજીર ખાવાની સાચી રીત : પલાળેલા અંજીર ખાવા સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક માનવામાં આવે છે. આ માટે તમે અડધો કપ પાણીમાં 2 થી 3 સુકાયેલા અંજીર પલાળી દો. સવારે ખાલી પેટ તેનું સેવન કરો. તમે ઈચ્છો તો તેની સાથે બદામ, કિશમિશ અને અખરોટ પણ પલાળીને ખાઈ શકો છો. જો તમે કોઈ બીમારીનો સામનો રહી રહ્યા છો તો ડોક્ટરની સલાહ અનુસાર અંજીરનું સેવન કરવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment