સામાન્ય લાગતા આ ઠળિયા છે સોનાથી પણ કિંમતી, 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી પાવડર મિક્સ કરીને 15 દિવસ પી લો…. મળશે ચોંકાવનારું પરિણામ

મિત્રો તમે આંબળા ના અનેક ફાયદાઓ વિશે જાણતા હશો. તેમજ આ શિયાળામાં કદાચ તમે તેનું સેવન પણ કરતા હશો. પણ શું તમને ખબર છે કે આંબળા ના ઠળિયા ના પણ અનેક ફાયદાઓ છે. તેનું સેવન પણ મહિલાઓમાં થતા રોગને અટકાવે છે. ચાલો તો આંબળાના ઠળિયાના ફાયદાઓ વિશે જાણી લઈએ.

જેવી રીતે બીમારીઓથી લડવા માટે દરરોજ એક સફરજન ખાવાની સલાહ આપવામાં આવે છે તેવી જ રીતે આયુર્વેદમાં પણ દરરોજ એક આંબળાના સેવનથી 20 થી વધુ બીમારીઓથી બચવાની વાત કરવામાં આવી છે. આંબળામાં વિટામિન સી અને એંટીઓક્સિડેંટની માત્રા ભરપૂર હોય છે. આ સિવાય તેમાં પોટેશિયમ, કેલ્શિયમ, કેરોટિન, કાર્બોહાઈડ્રેડ, આયરન, ફાઈબર, પ્રોટીન, વિટામિન એબી કોમ્પ્લેક્સ, મેગ્નેશિયમ, મિનરલ્સ, પોલીફેનોલ અને ડાયૂરટીક એસિડ જોવા મળે છે.

આંબળાના ફળ, ફૂલ, બીજ, પાંદડા, છાલ અને મૂળનો ઉપયોગ ઔષધિય રૂપથી કરવામાં આવે છે. તે આંખ, વાળ અને ત્વચા માટે ઘણું જ ફાયદાકારક છે. આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ આંબળાના ઠળિયા કઈ કઈ બીમારીઓમાં ફાયદાકારક છે.

નાકમાથી લોહી વહેવા કે નસકોરી ફૂટે ત્યારે ફાયદાકારક 

જો તમારી નાક માંથી લોહી નીકળે છે તેના ઈલાજ રૂપે તમે આંબળાના ઠળિયા નો ઉપયોગ કરી શકો છો. નસકોરી ફૂટે ત્યારે વહેતા લોહીને રોકવા માટે આંબળાના ઠળિયાને ઘી માં તળી  લેવા. પછી તેને પાણી સાથે થોડા વાટી લેવા. હવે આ પેસ્ટને માથામાં લેપની જેમ લગાડવું.

આંખોની સમસ્યામાં આપે છે આરામ

જો તમને આંખને લગતી કોઈ બીમારી છે તેના માટે આંબળા ની સાથે તેના ઠળિયા પણ ખુબ જ ઉપયોગી છે. આંબળાના બીજનો ઉપયોગ આંખોની સમસ્યા દૂર કરવા માટે પણ કરવામાં આવે છે. આંખમાં ખંજવાળ, બળતરાની ફરિયાદ હોય તો આંબળાના બીજને વાટીને આંખની ઉપર અને નીચે લગાડવાથી ફાયદો મળે છે. આ સિવાય એક-બે ટીપાં આંબળાનો રસ આંખમાં નાખવાથી પણ આંખના દુખાવામાં રાહત થાય છે.

પિત્તની પથરીની સમસ્યામાં અસરકારક

‘એશિયન પેસેફિક જર્નલ ઓફ ટ્રોપીકલ ડિજિટ’ દ્વારા કરવામાં આવેલી એક રિસર્ચ મુજબ પિત્ત, કિડની અને મૂત્રાશયમાં પથરીની સમસ્યા થાય ત્યારે આંબળાના ઠળિયાના ચૂર્ણનું સેવન કરવું ફાયદાકારક ગણવામાં આવે છે. આંબળાના બીજના ચૂર્ણનું સેવન, આંબળાના રસનું સેવન કે આંબળા ખાવાથી તેમાં ફાયદો મળે છે. આમ આંબળા કિડનીમાં પથરીની સમસ્યામાં ખુબ જ લાભકારી છે.

લ્યુકોરિયાની સમસ્યાથી છૂટકારો અપાવે છે

એક્સપર્ટ અનુસાર  સ્ત્રીઓમાં સફેદ પાણી, શ્વેત પ્રદરથી છૂટકારો મેળવવા માટે આંબળાના સૂકા બીજને વાટીને બનાવાયેલું ચૂર્ણ અઠવાડિયામાં બે વખત લેવાથી ઘણો ફાયદો મળે છે. આ સિવાય 3 આંબળાના બીજ લઈને તેને 6 ગ્રામ પાણી સાથે વાટી લો. પછી તેને એક ગ્લાસ પાણીમાં સરખી રીતે મિક્સ કરી લો. હવે તેને ગાળીને તેમાં 1 નાની ચમચી મધ અને થોડી સાકર મિક્સ કરો. તેને દિવસમાં એક વખત પીવું. થોડા દિવસમાં જ લ્યુકોરિયાની સમસ્યાથી છૂટકારો મળી જાય છે.

ત્વચા સંબંધિત સમસ્યાઓમાં ફાયદાકારક

જો તમને ત્વચાને લગતી કોઈ પરેશાની છે તો તેના માટે પણ આંબળાનું સેવન ખુબ જ ગુણકારી છે. આંબળાના ઠળિયાના ચૂર્ણના પ્રયોગથી ખંજવાળની સમસ્યામાં પણ રાહત મેળવી શકાય છે. આંબળાના ઠળિયાનો પાવડર બનાવીને તેમાં નારિયેળ તેલ મિક્સ કરીને રાખી લેવું. શરીરના જે ભાગમાં ઇન્ફેક્શન હોય ત્યાં તેને લગાડવું, થોડા દિવસમાં જ આ સમસ્યા દૂર થાય છે.

ધાતુ રોગમાં: આંબળા ના બીજ વીર્યવર્ધક હોય છે. આંબળાના 10 ગ્રામ બીજને તડકામાં સૂકવી લો. પછી તેને વાટીને ચૂર્ણ બનાવો. હવે તેમાં 20 ગ્રામ બુરુખાંડ મિક્સ કરો. સવારે ખાલી પેટ 1 ગ્લાસમાં 1 ચમચી પાવડર મિક્સ કરીને 15 દિવસ સુધી પીવાથી સ્વપ્નદોષ, શુક્રમેહ જેવી સમસ્યાઓમાં ફાયદો મળે છે.

તાવ અને પિત્ત : આયુર્વેદ અનુસાર આંબળાના બીજ તાવ અને પિત્ત દુર કરવામાં મદદ કરે છે. તેમાં પ્યાસને શાંતને કરવાના ગુણ રહેલા છે. તે ઉધરસમાં પણ ફાયદો કરે છે. શરીરમાં પાણીને દુર કરીને ઠંડક આપે છે. તેમાં રહેલ પોષક તત્વો આપણી ઈમ્યુન સીસ્ટમ મજબુત કરવામાં મદદ કરે છે. સાથે ફેફસાને પ્રદુષણ સામે રક્ષણ આપે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી

(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment