મિત્રો આપણે ત્યાં વાસ્તુશાત્ર નો વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. આથી આપણે કોઈપણ ધંધો શરુ કરતા પહેલા અથવા તો મકાન લેતા પહેલા જે તે જગ્યામાં વાસ્તુદોષ છે કે નહિ તેની તપાસ કરીએ છીએ. અને જો વાસ્તુદોષ છે તો તેનું નિવારણ શું છે? તેનો ઉપાય પણ કરીએ છીએ.
કહેવામાં આવે છે કે જો તમે તંદુરસ્ત છો તો તમારી જીવન સુખમય વીતે છે. આથી જ આપણે સારા સ્વાસ્થ્ય માટે ઘણા પ્રકારના ઉપાયો કરતા હોઈએ છીએ. તે છતાં પણ ઘણા એવા રોગો તમને અથવા તો તમારા પરિવારના કોઈ સદસ્યને ઘેરી લેતા હોય છે.દવાખાના ના ચક્કર લગાવવા છતાં પણ સમસ્યાનો અંત નથી આવતો. પણ શું તમે જાણો છો કે તમારા રોગ માટે તમારા ઘરનો વાસ્તુદોષ પણ જવાબદાર હોઈ શકે છે. ઘરમાં વાસ્તુદોષ હોવાથી ત્યાં રહેતા લોકો બીમાર પડી શકે છે.આમ વાસ્તુના થોડા નિયમનું ધ્યાન રાખવામાં આવે તો ઘરમાં રહેતા બધા સભ્યો શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહી શકે છે. ચાલો તો આ વિશે વધુ વિગતે જાણી લઈએ.
વાસ્તુદોષથી અનિદ્રા નો રોગ થવો
વાસ્તુશાસ્ત્રમાં પૂર્વ અને ઉત્તર દિશા નું હળવું હોવું અને નીચું હોવું તથા દક્ષિણ અને પશ્ચિમ દિશાનું ભારે તેમજ ઉંચું હોવું સારું માનવામાં આવે છે. જો પૂર્વ દિશામાં ભારે નિર્માણ થાય અને પશ્ચિમ દિશા એકદમ ખાલી અથવા નિર્માણ રહિત હોય તો અનિદ્રા નો શિકાર થઇ શકે છે.ઉત્તર દિશા ભારે હોય પરંતુ દક્ષિણ અને પશ્ચિમ દિશા નિર્માણ રહિત હોય તો પણ આવી સ્થિતિ ઉત્પન્ન થાય છે. અનિદ્રાથી તમને બીજી અનેક બીમારીઓ ઘેરી શકે છે. આમ તમે આ વાસ્તુ પર ધ્યાન રાખીને સ્વસ્થ રહી શકો છો.
ચક્કર, બેચેની અને માથાના દુખાવાના કારણો
ગૃહસ્વામી અગ્નિકોણ અથવા વાયવ્ય કોણમાં શયન કરે છે અથવા તો ઉત્તરમાં માથું અને દક્ષિણમાં પગ રાખીને સુવે છે તો પણ અનિદ્રા અથવા બેચેની, માથાનો દુખાવો અને ચક્કર જેવી પરેશાની થઇ શકે છે. જેના કારણે તમને આખો દિવસ થાકનો અનુભવ થાય છે. ધન આગમન અને સ્વાસ્થ્યની દ્રષ્ટિ થી દક્ષિણ અથવા પૂર્વ તરફ પગ રાખવા સારું માનવામાં આવે છે.
હાર્ટ એટેક, લકવા, હાડકાઓ અને સ્નાયુ રોગના કારણો
વાસ્તુ શાસ્ત્ર અનુસાર દક્ષિણ, પશ્ચિમ દિશામાં પ્રવેશ દ્વાર અથવા નાની એવી ખાલી જગ્યા હોવી શુભ નથી. આમ થવાથી હાર્ટ એટેક, લકવા, હાડકાઓ અને સ્નાયુ ના રોગ થઇ શકે છે. આથી પ્રવેશ દ્વાર પાસે ખાલી જગ્યા ન રાખવી જોઈએ.
ગૃહિણી ના રોગી હોવાનું કારણ
રસોડામાં રસોઈ બનાવતી વખતે જો ગૃહિણીનું મુખ દક્ષિણ દિશા તરફ છે તો ત્વચા અને હાડકાના રોગ થઇ શકે છે. દક્ષિણ દિશા તરફ મુખ કરીને રસોઈ બનાવવાથી પગના દુખાવાની સમસ્યા થઇ શકે છે. આ રીતે જ પશ્ચિમ તરફ મુખ રાખીને રસોઈ બનાવવાથી આંખ, નાક, કાન અને ગળાની સમસ્યા થઇ શકે છે. પૂર્વ દિશા તરફ મુખ રાખીને રસોઈ બનાવવી ખુબ જ શુભ માનવામાં આવે છે.
વાયુ રોગ અને રક્ત વિકાર
દીવાલો પર રંગ તેમજ સજાવટ પણ ધ્યાન રાખીને કરવી જોઈએ. કાળો અથવા ઘેરો નીલો રંગ વાયુ રોગ, પેટમાં ગેસ, હાથપગમાં દુખાવો, નારંગી અથવા પીળો રંગ બ્લડ પ્રેશર, ઘેરો લાલ રંગ રક્ત વિકાર અથવા દુર્ઘટના નું કારણ બની શકે છે. સારા સ્વાસ્થ્ય માટે દીવાલો પર દિશાને અનુરૂપ હળવા અને સાત્વિક રંગોનો ઉપયોગ કરવો જોઈએ.
સાંધાનો દુખાવો અને સંધિવા
વાસ્તુશાસ્ત્ર અનુસાર ધ્યાન રાખો કે તમારા ભવનની દીવાલ એકદમ સલામત હોય, તેમાં કોઈપણ જગ્યાએ તિરાડ, રંગ ઉડેલો ન હોય, અથવા તો ડાઘ ધબ્બા વગેરે ન હોય. નહિ તો સાંધાનો દુખાવો, સંધિવા, કમરનો દુખાવો સાયટીકા, જેવી સમસ્યાઓ થઇ શકે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી