PUBG બૈન થયા બાદ અક્ષય કુમાર લાવશે નવી ગેમ FAU-G, કમાણીનો 20% હિસ્સો જશે “ભારત કે વીરમાં.”

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે હાલ આપણા દેશની સરકાર દ્વારા ડિઝીટલ વોર શરૂ કરવામાં આવ્યો છે. તો તેવામાં હાલમાં સરકાર દ્વારા 118 ચીની એપ્સને ભારતમાં ફરી બૈન કરી છે. જેમાં PUBG ગેમનો પણ સમાવેશ થાય છે. સરકાર દ્વારા બૈન કરવામાં આવેલ બધી ચીની એપ્સથી ભારતની સુરક્ષાને ખતરો છે તેવું જણાવવામાં આવ્યું હતું. પરંતુ હાલમાં PUBG બંધ થયા બાદ આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપતી સ્વદેશી ગેમ થશે તેવી ઘોષણા કરવામાં આવી છે. પરંતુ મહત્વની વાત એ છે કે, એ ઘોષણા અક્ષય કુમાર દ્વારા કરવામાં આવી છે. તો ચાલો જાણીએ કે PUBG જેવી કંઈ ગેમ આવશે ભારતમાં. જાણવા માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

ભારત સરકાર દ્વારા ઓનલાઈન મલ્ટીપ્લેયર બૈટલફિલ્ડ ગેમ PlayerUnknown’s Battlegrounds (PUB-G) ને બૈન કરવા આવી ત્યાર બાદ અક્ષય કુમારે એક સ્વદેશી મલ્ટીપ્લેયર ગેમ “ફૌજી” લોન્ચ કરવાની ઘોષણા કરી દીધી છે. અક્ષય કુમારે શુક્રવારના રોજ સાંજના સમયે ટ્વિટ કરીને આ ગેમનું પોસ્ટર રિલીઝ કર્યું અને સાથે જ આ ગેમ વિશેની અમુક ખાસ વાતો પણ જણાવી હતી. જેના વિશે અમે પણ તમને જણાવશું.

અક્ષય કુમારે પોતાના ટ્વિટમાં ગેમ વિશે જણાવતા કહ્યું કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર મિશનને સપોર્ટ કરતા, આ એક્શન ગેમને પેશ કરતા મને ગર્વ થઈ રહ્યો છે. નિર્ભીક અને એકતાપૂર્ણ ગાર્ડસ ફૌજી (Fearless And United-Guards FAU-G).” અક્ષય કુમાર પોતાના ટ્વિટમાં જણાવતા કહે છે કે, મનોરંજનની સાથે સાથે લોકો આપણા જવાનો દ્વારા કરવામાં આવેલ બલિદાનો વિશે પણ શીખશે.

આ સિવાય અક્ષય કુમારે એક બીજી પણ ખાસ વસ્તુ આ ગેમમાં કરી છે. આ ગેમમાં દ્વારા જે કુલ કમાણી થશે તેમાંથી 20% ભાગ ભારત કે વીર પોર્ટલને જશે. લગભગ ઘણા લોકો જાણતા હશે કે અમુક વર્ષ પહેલા અક્ષય કુમાર દ્વારા ભારત કે વીર એપ્લિકેશનને લોન્ચ કરી હતી. જેમાં કોઈ પણ વ્યક્તિ પોતાની યથાશક્તિ ગમે એટલી ધનરાશિ ભારતના શહીદ જવાનોના પરિવારોને ડોનેટ કરી શકે છે.

અક્ષય કુમાર દ્વારા લોન્ચ કરવામાં આવેલ આ ગેમના ખુબ જ વખાણ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ તેના ખુબ જ વખાણ કરી રહ્યા છે. જો કે યુઝર ઇન્ટરફેસના હિસાબથી આ ગેમ કંઈ હદ સુધી PUBG ની ટક્કર આપશે એ ગેમ લોન્ચ થયા બાદ જ જાણવા મળશે. કેમ કે PUBG ભારતની સૌથી લોકપ્રિય મલ્ટીપ્લેયર ગેમ હતી. જેને હવે ભારતમાંથી વિદાય આપી દેવામાં આવી છે. તો આત્મનિર્ભર તરફ હવે ભારતના પગલા આગળ વધી રહ્યા છે.

Leave a Comment