પિતૃપક્ષમાં શા માટે કાગડા, કુતરા અને ગાયને આપવામાં આવે છે ભોજન ? જાણો પિતૃપક્ષને લગતા સાત સવાલોના જવાબ.

મિત્રો જેમ કે તમે જાણો છો કે હાલ પિતૃપક્ષના દિવસો શરૂ છે. તેથી દરેક લોકો પોતપોતાના વડીલોના શ્રાદ્ધ કરે છે. કહેવાય છે કે, માણસના મૃત્યુ પછીની આ ક્રિયા તેમના સંતાનો દ્વારા કરવામાં આવે છે. પિતૃઓને મોક્ષ આપવા માટે પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે, શા માટે પિતૃપક્ષમાં ગાય, કુતરા અને કાગડાઓને ભોજન આપવામાં આવે છે. આ સિવાય શા માટે પિંડ એ ચોખાના બનાવવામાં આવે છે ? શ્રાદ્ધમાં કેમ ખીર-પૂરી જ કેમ બનાવવામાં આવે છે. આવા તે અનેક સવાલોના જવાબ આજે અમે તમને જણાવશું. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

જેમ કે તમે જાણો છો તેમ 2 સપ્ટેમ્બરથી પિતૃપક્ષ શરૂ થઈ ગયો છે, જે 17 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ દિવસોમાં પિતૃઓને પિંડદાન, શ્રાદ્ધ તર્પણ, વગેરે જેવા કર્મો કરવામાં આવે છે. સૌથી વિશેષ તો વાત એ છે કે, આ દિવસોમાં કુતરાઓ, ગાય, અને કાગડાઓને ભોજન આપવામાં આવે છે. તેમજ પિંડનું દાન પણ કરવામાં આવે છે. જે પિંડ ચોખાના બનાવવામાં આવે છે. પણ આ શ્રાદ્ધ પક્ષને લગતી ઘણી માન્યતાઓ પ્રચલિત છે. જેના વિશે અમે તમને જણાવશું.

કાગડાઓ,ગાય અને કુતરાઓને ભોજન કેમ આપવામાં આવે છે ? : કહેવાય છે કે બધા જ પિતૃઓનો વાસ પિતૃ લોકમાં અને પછી થોડા સમય માટે યમલોકમાં રહે છે. પિતૃપક્ષમાં યમ, બલી અને શ્વાન બલીનું વિધાન આપવામાં આવ્યું છે. આ યમ બલી કાગડાઓને અને શ્વાન બલી કુતરાઓને આપવામાં આવે છે. કાગડાઓને યમરાજનો સંદેશ વાહક માનવામાં આવે છે. યમરાજા પાસે બે શ્વાન એટલે કે કુતરાઓ પણ છે. આ જ કારણે કાગડાઓ અને કુતરાઓને ભોજન આપવામાં આવે છે. આ સિવાય ગાયમાં બધા જ દેવતાઓનો વાસ હોવાથી તેને ભોજન આપવામાં આવે છે.શ્રાદ્ધમાં ખીર-પૂરી કેમ ખાવામાં આવે છે ? : પિતૃપક્ષમાં અન્નના દાનનું વિશેષ મહત્વ હોય છે અને ખીર એ પાયસ અન્ન કહેવાય છે. તેમજ પાયસને પ્રથમ ભોગ માનવામાં આવે છે. તેમાં દૂધ અને ચોખાની શક્તિ હોય છે. ધાન એટલે કે ચોખા એવું અનાજ છે જે જુના થતા ખરાબ નથી થતા. પરંતુ જેટલા જુના ચોખા તેટલા જ સારા ચોખા કહેવાય છે. આમ ચોખાના આ ગુણોને કારણે તેને જન્મથી લઈને મૃત્યુ સુધીના દરેક સંસ્કારમાં ચોખાને શામેલ કરવામાં આવે છે. તેથી પિતૃઓને ખીરનો ભોગ લગાવવામાં આવે છે. એક બીજું કારણ એ પણ છે કે, શ્રાવણ માસમાં કરેલા ઉપવાસથી શક્તિ ક્ષીણ થઈ જાય છે, તેથી જો તમે પણ પિતૃપક્ષમાં ખીર ખાવો છો, તો તમને તેનાથી શક્તિ મળે છે.

પિંડદાનમાં પિંડ કેમ ચોખાના જ બનાવવામાં આવે છે ? : માત્ર ચોખા જ નહિ પણ પિંડ ઘણા પ્રકારના બનાવવામાં આવે છે. જે કાળા તલમાં પણ બનાવવામાં આવે છે. ચોખાના પિંડને પાયસ અન્ન પણ માનવામાં આવે છે. આ જ પ્રથમ ભોગ હોય છે. જો ચોખા ન હોય છો જવના પિંડ બનાવવામાં આવે છે. એ પણ ન હોય તો, કેળા અને કાળા તલના પિંડ બનાવવામાં આવે છે. ચોખાને અક્ષત કહે છે એટલે કે ચોખા ખંડિત નથી હોતા. તેથી પિતૃઓને શાંતિ મળે અને લાંબા સમય સુધી આ પિંડો દ્વારા તેમને સંતૃષ્ટિ મળે એટલે ચોખાના પિંડ બનાવવામાં આવે છે.શ્રાદ્ધ કર્મ કરતી વખતે અનામિકા આંગળીમાં કુશ કેમ પહેરવામાં આવે છે ? : કુશને પવિત્ર માનવામાં આવે છે. કુશ એ એક વિશેષ પ્રકારનું ઘાસ છે. માત્ર શ્રાદ્ધકર્મમાં જ નહિ પણ અન્ય બધા જ કર્મકાંડમાં પણ કુશને અનામિકા આંગળીમાં જ પહેરવામાં આવે છે. તેને પહેરવાથી આપણે પૂજન કર્મ કરવા માટે પવિત્ર થઈ જઈએ છીએ. કુશમાં એક ગુણ હોય છે કે, તે દુર્વામાં પણ હોય છે. આ બન્ને અમરતા વાળી ઔષધી છે, તે શીતળતા પ્રદાન કરે છે.

શ્રાદ્ધ કરવા માટે બપોરનો સમય જ કેમ શ્રેષ્ટ માનવામાં આવે છે ? : એવી માન્યતા છે કે, શ્રાદ્ધ પક્ષમાં બપોરના સમયે કરવામાં આવેલું શ્રાદ્ધ પિતૃ દેવતાઓ સૂર્યના પ્રકાશથી ગ્રહણ કરે છે. બપોરના સમયે સૂર્ય પોતાના સંપૂર્ણ પ્રકાશમાં હોય છે. તેથી પિતૃઓ પોતાનો ભોગ સારી રીતે ગ્રહણ કરી શકે છે. સૂર્યને જ આ ધરતી પર પ્રત્યક્ષ દેવતા માનવામાં આવે છે. જેને આપણે જોઈ તેમજ મહેસુસ કરી શકીએ છીએ. આમ તો પિતૃઓને ભોજન ગ્રહણ કરવા માટે સૂર્યની કિરણોને માધ્યમ માનવામાં આવે છે.શ્રાદ્ધ સૌથી નાનો પુત્ર અથવા સૌથી મોટો પુત્ર જ કેમ કરી શકે છે ? : આવું કોઈ વિધાન નથી. ગયા તીર્થમાં આવું કોઈ વિધાન નથી. કોઈ પણ પુત્ર પિંડદાન, શ્રાદ્ધ વગેરે કર્મ કરી શકે છે. અહી પ્રચલિત પરંપરા અનુસાર કોઈ પિતાના બધા સંતાન અલગ અલગ જગ્યાએ રહેતા હોય તો બધા સંતાને અલગ અલગ પિંડદાન કરવું જોઈએ.

કોઈની મૃત્યુ પછી કેમ ગરુડ પુરાણ વાંચવામાં આવે છે ? : ગરુડ પુરાણ એ 18 પુરાણો માનું એક છે. આ ગ્રંથમાં જન્મ મરણ સાથે જોડાયેલ રહસ્ય છુપાયેલા છે. તેમાં કર્મને આધારે તેના ફળની જાણકારી આપવામાં આવી છે. જીવન કેવી રીતે જીવવું જોઈએ, શું કામ કરવું જોઈએ અને ક્યાં કામોથી બચવું જોઈએ. જેથી કરીને મૃત્યુ પછી આત્માને સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકે. આ બધી જ વાતો ગરુડ પુરાણમાં આપવામાં આવી છે.

1 thought on “પિતૃપક્ષમાં શા માટે કાગડા, કુતરા અને ગાયને આપવામાં આવે છે ભોજન ? જાણો પિતૃપક્ષને લગતા સાત સવાલોના જવાબ.”

Leave a Comment