મિત્રો લસણનો ઉપયોગ શાકભાજીમાં અને વિવિધ પ્રકારની વાનગી બનાવવા માટે કરવામાં આવે છે. રસોઈ નો સ્વાદ વધારતા લસણમાં હાજર અનેક ગુણોના કારણે તેનો ઉપયોગ પારંપરિક ચિકિત્સામાં ઔષધી રૂપે પણ કરવામાં આવે છે. પરંતુ જો લસણના ગુણોમાં વધારો કરવો હોય તો તેને દેશી ઘી સાથે શેકીને તેનું સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે. તો મિત્રો આજે આપણે આ લેખમાં લસણને ઘીમાં શેકીને ખાવાથી સ્વાસ્થ્યને થતા અનેક પ્રકારના ફાયદા વિશે જાણીશું.
લસણમાં વિટામીન બી, વિટામીન એ, કેલ્શિયમ, કોપર, ફોસ્ફરસ જેવા તત્વો ઉપલબ્ધ હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી હોય છે. તેના સિવાય લસણમાં એન્ટી બેકટેરિયલ, એન્ટિવાયરલ અને એન્ટી ફંગલ ગુણ ઉપલબ્ધ હોય છે. જે અનેક બીમારીઓ અને સમસ્યાઓમાં ફાયદાકારક છે. તેવી જ રીતે ઘી માં પણ ઓમેગા 3 ફેટી એસિડ, વિટામીન કે, વિટામીન એ પૂરતા પ્રમાણમાં હોય છે જે શરીરને બીમારીઓથી બચાવવાનું કામ કરે છે. લસણને ઘી માં શેકીને ખાવાથી કયા ફાયદા થાય છે તે જાણવા માટે સંપૂર્ણ લેખ વાંચો.લસણને ઘીમાં શેકીને ખાવાના ફાયદા:- લસણને ઘી માં શેકીને ખાવાથી તમને અનેક સમસ્યાઓ અને બીમારીઓમાં ફાયદો થાય છે. લસણ અને ઘી માં હાજર ગુણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને વજન ઘટાડવામાં પણ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. પેટ અને પાચન સંબંધિત સમસ્યાઓમાં પણ લસણ અને ઘીનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. લસણને ઘી માં શેકવાથી તેના ફાયદા બે ગણા થઈ જાય છે. હાડકા મજબૂત કરવાથી લઈને શરીરમાં વધતા કોલેસ્ટ્રોલને ઘટાડવામાં પણ લસણ અને ઘીનું સેવન ખૂબ જ લાભદાયક છે.
લસણને ઘી માં શેકીને ખાવાથી તમને આ પ્રકારના ફાયદા મળે છે:-
1) હૃદય:- મિત્રો હૃદયને સ્વાસ્થ્યવર્ધક રાખવા માટે તથા બીમારીઓથી બચવા માટે લસણને ઘીમાં શેકીને ખાવું ખૂબ જ ફાયદાકારક છે. નિયમિત રૂપે જો લસણને ઘીમાં શેકીને ખાવામાં આવે તો તમારું બ્લડ પ્રેશર પણ નિયંત્રિત રહેશે. હૃદયથી જોડાયેલી બીમારીઓના જોખમને પણ દૂર કરવામાં ઘી માં શેકેલું લસણ ખૂબ જ ઉપયોગી છે.2) કોલેસ્ટ્રોલ:- શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી હૃદયથી જોડાયેલી ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે. હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યામાં લસણને ઘી માં શેકીને ખાવું ખૂબ જ લાભદાયક છે. દરરોજ લસણને ઘી માં શેકીને ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ને ઘટાડી શકાય છે અને શરીરમાં સારા કોલેસ્ટ્રોલનું સ્તર જળવાયેલું રહે છે.
3) પેટ માટે:- લસણનું સેવન પેટ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પેટ સંબંધિત અનેક સમસ્યાઓને દૂર કરવા માટે લસણને ઘી માં શેકીને ખાવું ફાયદાકારક છે. કબજિયાત, એસિડિટી અને અપચાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે લસણને ઘી માં શેકીને ખાવું ફાયદાકારક માનવામાં આવે છે.4) શરદી, કફ ના ઇન્ફેક્શન:- લસણમાં એન્ટિફંગલ, એન્ટિવાયરલ અને એન્ટિબેક્ટેરિયલ ગુણ ઉપલબ્ધ હોય છે. આ ગુણ શરીરને શરદી, કફ અને વાયરલ સંક્રમણ થી બચાવવાનું કામ કરે છે. લસણને દેશી ઘીમાં શેકીને ખાવાથી શરદી-કફ જેવા સંક્રમણથી છુટકારો મળે છે. આનુ સેવન કરવાથી શરીરની ઇમ્યુનિટી વધારવામાં પણ ફાયદાકારક છે.
5) શ્વાસ સંબંધિત સમસ્યાઓ:- શ્વાસ સંબંધિત બીમારીથી પીડિત દર્દીઓ માટે લસણને ઘી માં શેકીને ખાવું ખૂબ જ લાભદાયક છે. શ્વાસ થી જોડાયેલી બીમારીઓ જેમ કે અસ્થમા, શ્વાસ લેવામાં તકલીફ વગેરેમાં લસણને ઘી માં શેકીને ખાવાથી ફાયદો થાય છે. શિયાળાની ઋતુમાં લસણને ઘીમાં શેકીને ખાવાથી વિશેષ ફાયદા થાય છે.6) ઇમ્યુનિટી સિસ્ટમ:- શરીરની રોગપ્રતિકારક ક્ષમતા એટલે કે ઇમ્યુનિટી વધારવા માટે લસણને ઘીમાં શેકીને ખાવું ખૂબ જ ફાયદાકારક છે. દેશી ઘીમાં લસણને શેકીને ખાવાથી તમારા શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત બને છે અને ઇન્ફેક્શન કે બીમારીથી શરીરનું રક્ષણ કરે છે.
તો મિત્રો આ રીતે નિયમિત રૂપે લસણને ઘી માં શેકીને ખાવાથી તમને ઉપર જણાવવામાં આવેલા ફાયદા મળી શકે છે. તેના સિવાય લસણમાં હાજર ગુણ કેન્સર જેવી ગંભીર બીમારીઓના જોખમને પણ દૂર કરવામાં અતિ ઉપયોગી છે. કોઈપણ બીમારી કે સમસ્યામાં લસણ અને ઘી નો ઔષધીય ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી