ગમે તેવો જીદ્દી કફ વગર દવાએ જ નીકળી જશે બહાર, અજમાવો આ 5 અમુલ્ય આયુર્વેદિક જડીબુટ્ટી ખાસ અને મફત નુસ્ખા…

આપણે બધા જ જાણીએ છીએ કે, છાતીમાં કફ જમા થવાથી ઘણા પ્રકારની તકલીફ થાય છે. કફ એક એવો ચીકણો અને પાતળો પદાર્થ હોય છે, જેનાથી આપણું શરીર શરીરની રક્ષા અને મુખ્ય આંતરિક અંગને ચીકણાહટ પ્રદાન કરવા માટે ઉત્પન્ન કરે છે. જ્યારે તે જાડો અને વધુ ચીકણો થઈ જાય છે, ત્યારે શરીરમાં ઘણી પ્રકારની તકલીફ ઊભી થવા લાગે છે.

ધુમ્રપાન સંક્રમણ એલર્જી જેવા કારણોથી કફની તકલીફ વધી શકે છે. ઘણી વખત તો કફ છાતી અને ગળામાં ખુબ જ જામી જાય છે. કફની તકલીફમાંથી રાહત મેળવવા માટે તમે ઘણા બધા પ્રકારના ઉપાય અપનાવી શકો છો. પરંતુ આયુર્વેદમાં ઉપસ્થિત પ્રાકૃતિક જડીબુટ્ટીનો ઉપયોગ તમારા માટે ખુબ જ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આયુર્વેદમાં જડીબુટ્ટીઓના ઉપયોગથી શરીરને નુકશાન થવાનું જોખમ ખુબ જ ઓછું થઈ જાય છે. આવો જાણીએ કફ દૂર કરવા માટે આયુર્વેદિક જડીબુટ્ટીઓના ઉપચારો વિશે.

1 ) હરિદ્રા એટલે હળદર : હળદરનો ઉપયોગ ભારતીય રસોડામાં ઘણા લાંબા સમયથી મસાલાના રૂપે કરવામાં આવે છે. કફની તકલીફ દૂર કરવા માટે હળદરનો ઉપયોગ તમારા માટે ખુબ જ લાભકારી સાબિત થઈ શકે છે. તે સિવાય હળદરનું આયુર્વેદમાં ખુબ જ મહત્વ છે. તેનો ઉપયોગ કરવાથી કફની તકલીફમાંથી છુટકારો મેળવી શકાય છે. તેની સાથે જ બેક્ટેરિયલ ઈન્ફેક્શનને દૂર કરવા માટે પણ તે ખુબ જ પ્રભાવી છે. જો તમે કફથી રાહત મેળવવા માંગો છો, તો નિયમિતરૂપે હળદરનું પાણી અથવા તો હળદરનો કાઢો બનાવીને તેનું સેવન કરો તેનાથી ખુબ જ લાભ મળશે.

2 ) મુલેઠી છે લાભકારી : મુલેઠી સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી છે. તે આપણી કફની તકલીફ દૂર કરવા માટે ખુબ જ પ્રભાવી છે. આયુર્વેદમાં મુલેઠીને શક્તિવર્ધક અને ઉર્જા આપનાર માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી ગળામાં ખરાશ અને સોજા જેવી સમસ્યાને દૂર કરી શકાય છે. કફની તકલીફ થાય ત્યારે મુલેઠીના પાવડરમાં થોડું ઘી નાખીને દૂધની સાથે ઉકાળીને તેને દિવસમાં બે વખત પીવો, તેનાથી કફની તકલીફમાંથી છુટકારો મેળવી શકાય છે.

3 ) પીપળી : પીપળીમાં દુખાવો દૂર કરવાના ગુણ હોય છે. જે ગળામાં ખરાશ અને દુખાવાથી રાહત આપી શકે છે. કંઈ તકલીફ થાય ત્યારે તેનું સેવન તમે અર્ક અથવા પાવડરના સ્વરૂપે કરી શકો છો. તે સિવાય પીપળીના તેલનો ઉપયોગ પણ કરી શકાય છે. ડોક્ટર અથવા આયુર્વેદાચાર્યના નિર્દેશ અનુસાર જો તમે તેનું સેવન કરો છો તો તમને વધુ લાભ મળી શકે છે.

4 ) આદુનું સેવન : કફની તકલીફમાં આદુનું સેવન તમારા માટે ખુબ જ પ્રભાવિત થઈ શકે છે. આયુર્વેદમાં આદુનો ઉપયોગ ઘણા બધા સંક્રમણથી જોડાયેલી સમસ્યાઓને દૂર કરવા માટે કરી શકાય છે. કફની તકલીફ દૂર કરવા માટે તમે આદુનું સેવન કરો, તેનું સેવન કરવા માટે આદુનું પાણી, આદુની ચા અથવા આદુનો ઉકાળો પણ પિય શકો છો. ધ્યાન રાખો કે વધુ માત્રામાં તેનું સેવન ન કરો, તેનાથી તમારા શરીરને નુકશાન થઈ શકે છે.

5 ) વચ : વચ આયુર્વેદની તીખી જડીબુટ્ટીઓ માંથી એક છે. તેના ઉપયોગ કરવાથી તમારા શરીરને ભરપૂર રૂપે ઉર્જા મળે છે અને તેની સાથે જ તમારા શરીરમાંથી કફ દોષને દૂર કરવા માટે પણ ખુબ જ મદદરૂપ છે. કંઈ તકલીફ દૂર કરવા માટે વચનું સેવન ઘણી બધી રીતે કરી શકો છો. તેની માટે વચનો પાવડર દૂધમાં ઉમેરીને પીવો તે સિવાય વચનો ઉકાળો પણ પિય શકો છો.

કફની તકલીફ દૂર કરવા માટે આયુર્વેદની આ જડીબુટ્ટીનો ઉપયોગ કરી શકાય છે. ધ્યાન રાખો કે આ જડીબુટ્ટીનું વધુ માત્રામાં સેવન ન કરો. તેમજ પહેલી વખત આ જડીબુટ્ટીઓનું સેવન કરી રહ્યા તો ડોક્ટરની સલાહ લઈને જ કરો, જેથી એ તેનાથી થતા સાઇડ ઇફેક્ટથી બચી શકાય.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment