દિવાળી પહેલા જ ત્રીજા એક રાહત પેકેજના એલાનની સાથે જ સરકારે સામાન્ય લોકોને ખાસ ભેટ પણ આપી છે. સરકારે આ એલાનથી અર્થવ્યવસ્થામાં તેજી વધારવા માટે પણ મદદ મળશે. આર્થિક મંત્રી નિર્મલા સીતારમણે આજના આત્મનિર્ભર ભારત 3.0 ના એલાનમાં રોજગાર વધારવા પર ખાસ જોર આપવામાં આવ્યું છે. સાથે કૃષિ ક્ષેત્રે અને ઘર ખરીદી માટે પણ સરકારે એલાન કર્યું છે. તો આજે આ લેખમાં જણાવશું આમ આદમીને શું શું ફાયદા થશે.
આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાનું એલાન : આ સ્કીમને 1 ઓક્ટોબર 2020 થી લાગુ માનવામાં આવશે અને આ આવતા બે વર્ષ સુધી હશે. જો કોઈ નવા કર્મચારી EPFO રજીસ્ટર્ડ સંસ્થામાં કામ કરવાનું શરૂ કરે છે અને તેની સેલેરી 15 હજાર કરતા ઓછી હોય અથવા તેનાથી પણ ઓછી હોય તો તેને આ સ્કીમનો લાભ મળશે. સાથે જ 1 માર્ચ 2020 થી લઈને 30 સપ્ટેમ્બર 2020 ની વાછ્ચે જેની નોકરી ચાલી ગઈ હોય અને 1 ઓક્ટોબર બાદ તેને ફરીથી રોજગાર મળી ગયો હોય તો તેને પણ સરકારની આ સ્કીમનો લાભ મળશે. આવા કર્મચારીઓની સેલેરી પણ 15 હજાર કરતા ઓછી હોવી જોઈએ.
પીએમ આવાસ યોજના માટે 18,000 કરોડ રૂપિયાનું એલાન : હવે સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) હેઠળ 2020-21 નું બજેટ અનુમાન અતિરિક્ત 18,000 કરોડ રૂપિયા ઉપલબ્ધ કરવાનું એલાન કર્યું છે. આ વર્ષે પહેલા પણ આ યોજના હેઠળ 8,000 કરોડ રૂપિયા જારી કરવામાં આવ્યા હતા. સરકારમાં આ એલાનથી 12 લાખ નવા ઘરો બનાવવાની શરૂઆત થશે અને 18 લાખ ઘરોને પુઉરા કરવામાં આવશે. તેના સિવાય સરકારને ઉમ્મીદ છે કે, 78 લાખ નવા રોજગારનો અવસર પેદા થશે. તેમજ 25 લાખ મેટ્રિક ટન સ્ટીલ આને 131 લાખ મેટ્રિક ટન સિમેન્ટની ખપત થશે.PMGKY હેઠળ 10 હજાર કરોડ રૂપિયા આપવાનું એલાન : સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ અતિરિક્ત 10 હજાર કરોડ રૂપિયા આપવાનું એલાન કર્યું છે. સરકારે આ એલાન ઇન્કમટેક્ષ રાહતના તૌર પર કર્યું છે. હાઉસિંગના ક્ષેત્રમાં આ ફાયદો ઘર બનાવનાર અને ખરીદનાર બંનેને મળશે. ઘર વહેંચવામાં પહેલા જ્યાં સર્કલ રેટ અને વેલ્યુ રેટમાં 10% ની છૂટને વધારીને હવે 20% કરી દેવામાં આવ્યું છે. એટલે કે પ્રોપર્ટીની વેલ્યુ ડાઉન થવા છતાં જો કોઈ ઘર સર્કલ રેટના કારણે વેંચાણ થતું ન હતું. તો હવે ત્યાં 20% ની છૂટ આપવામાં આવી છે, કેમ કે ઘર ઘર વેંચાય અને લોકો રજીસ્ટ્રી પણ કરાવી શકે. આ સ્કીમ 30 જુન 2021 સુધી લાગુ થશે.
ફર્ટીલાઈઝર સબસીડીનું એલાન : કૃષિ ક્ષેત્રમાં રાહત આપવા માટે આર્થિક મંત્રીએ ફર્ટીલાઈઝર સબસીડીનું એલાન કર્યું છે. સરકારે કહ્યું છે કે, ફર્ટીલાઈઝર સબસીડીના તૌર પર તે 65,000 કરોડ રૂપિયા આપશે. તેનાથી કિસાનોને અર્થતંત્રના ભાવ પર ફર્ટીલાઈઝર ઉપલબ્ધ થઈ શકશે.
કોરોના વાયરસ સેક્ટરમાં રિસર્ચ માટે 900 કરોડ રૂપિયા : કોરોના વાયરસ સેક્ટરમાં રિચર્સ કરવા વાળી કંપનીઓને પ્રોત્સાહિત કરવા માટે 900 કરોડ રૂપિયા આપવાનું એલાન કર્યું હતું. આ રકમ વેક્સિન બનાવવા વાળી નહિ પરંતુ જે કંપની રિસર્ચ કરી રહી છે તેને આપવામાં આવશે. તેનો ફાયદો બાયો ટેકનોલોજીની કંપનીઓને મળશે.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google