ફક્ત આ 1 ઔષધી મહિલાઓની 100 બીમારીને આપે છે માત, વજન, ડાયાબિટીસ, પેશાબ અને કમજોરીને દુર કરી, વધારી દેશે તમારી યૌન શક્તિ….

ભારતીય આયુર્વેદ શાસ્ત્રમાં અનેક ઔષધિઓમાં એક ઔષધી છે શતાવરી. જેના સેવનથી તમે અનેક રોગોનો ઈલાજ કરી શકો છો. તેમજ તે શક્તિ આપનાર ઔષધી છે. આથી જે મહિલાઓ ખુબ જ થાકનો અનુભવ કરે છે તેમના માટે શતાવરી ખુબ જ ગુણકારી સાબિત થાય છે.

મહિલાઓની અનેક પરેશાનીઓનો ઈલાજ આયુર્વેદમાં પ્રાકૃતિક રૂપે કરવામાં આવે છે. યૌન સમસ્યા હોય કે ગર્ભાવસ્થાને લગતી પરેશાની, દરેક સમસ્યાઓ દુર કરવામાં આયુર્વેદની અનેક જડીબુટ્ટીનું ખાસ મહત્વ છે. આ જડીબુટ્ટીમાં એક છે શતાવરી. આ એક એવી જડીબુટ્ટી છે જેની મદદથી શરીરની ઘણી સમસ્યાઓને દુર કરી શકાય છે. ખાસ કરીને મહિલાઓની ઘણી સમ્સયાઓને દુર કરવા માટે તે ખુબ ઉપયોગી છે. આ લેખમાં આપણે શતાવરીના કેટલાક ફાયદાઓ વિશે જાણીશું. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

શું શતાવરી છે ? : આયુવેદ અનુસાર શતાવરી મહિલાઓ અને પુરુષો બંને માટે ખુબ જ લાભકારી છે. આ એક એવી જડીબુટ્ટી છે જેનું વૈજ્ઞાનિક નામ એસ્પેરેગસ રેસીમોસસ છે. આયુર્વેદ અનુસાર શતાવરીનો ઉપયોગ સૌ કરતા વધુ બીમારીઓને દુર કરવામાં ખુબ જ પ્રભાવી સાબિત થાય છે. આમ જડીબુટ્ટી સિવાય ભારતના ઘણા ક્ષેત્રમાં તેનો ઉપયોગ સબ્જીના રૂપમાં પણ કરવામાં આવે છે. તો ચાલો જાણીએ કે મહિલાઓ માટે શું છે શતાવરીના ફાયદા.

વજન : શરીરમાં થતા હોર્મોનના બદલાવને કારણે હાલ મહિલાની વજન વધી જાય છે. તેવામાં શતાવરીનું સેવન મહિલાઓ માટે લાભકારી નીવડી શકે છે. શતાવરીમાં સોલ્યુબલ ફાઈબર રહેલ છે, જે શરીરની વધારાની ચરબીને ઓછી કરીને વજનને કંટ્રોલ કરવાનું કામ કરે છે. એટલું જ નહિ શતાવરીમાં 90% વધુ પાણી હોય છે. જયારે કેલેરી ખુબ જ ઓછી હોય છે. આમ શતાવરીનું સેવન વજનને કંટ્રોલ કરવામાં ખુબ જ પ્રભાવી છે.

માઈગ્રેનનો ઈલાજ : માઈગ્રેન એક એવી સમસ્યા છે જેના દુખાવાને કારણે લોકો ખુબ જ પરેશાન થાય છે. આ સમસ્યાથી પીડિત વ્યક્તિને અચાનક જ દુખાવાનો સામનો કરવો પડે છે. તેવામાં શતાવરી માઈગ્રેનના ઈલાજમાં પ્રભાવી જડીબુટ્ટી છે. વાસ્તવમાં શતાવરીમાં રાઈબોફ્લેવીન નામનું વિટામીન હોય છે, જે માઈગ્રેન માટે અસરકારક દવા સાબિત થાય છે. જો તમને માઈગ્રેનની સમસ્યા છે તો તમે તમારે દરરોજ 30 ગ્રામ શતાવરીનું સેવન કરવું. પણ તેનું સેવન કરતા પહેલા તમારે કોઈ એક્સપર્ટની સલાહ જરૂરથી લેવી જોઈએ.

ગર્ભાવસ્થામાં શતાવરી : ગર્ભવતી મહિલા માટે શતાવરીનું સેવન ખુબ જ લાભકારી છે. વાસ્તવમાં શતાવરીમાં ફોલેટ હોય છે, જે ગર્ભમાં રહેલ બાળક અને માતા માટે ખુબ લાભકારી છે. આથી જ આયુર્વેદ એક્સપર્ટ ગર્ભાવસ્થા દરમિયાન મહિલાને શતાવરીનું સેવન કરવાની સલાહ આપે છે. તેનાથી ગર્ભમાં રહેલ બાળકનો માનસિક વિકાસ સારો થાય છે.

યુરીનરી ટ્રેકટ ઇન્ફેકશન : શતાવરીના ઉપયોગથી તમે યુરીનરી ઇન્ફેકશનને દુર કરી શકો છો. વાસ્તવમાં શતાવરીમાં એક વિટામીન એ રહેલ છે. જે યુરીનરી ઇન્ફેકશનને દુર કરવામાં પ્રભાવી રૂપે મદદ કરે છે. એટલું જ નહિ એ કિડનીને લગતી બીમારી દુર કરવામાં પણ મદદ કરે છે. શતાવરીના સેવનથી શરીરમાં યુરીનની માત્રા વધે છે, જેના કારણે વ્યક્તિને વારંવાર પેશાબ કરવા જવું પડે છે. જેના કારણે યુરીન દ્વારા શરીરના વિષાક્ત પદાર્થ બહાર નીકળી જાય છે. જેના કારણે તમારી કિડની લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે.

માહવારી : માસિક વખતે થતી પરેશાનીને દુર કરવા માટે શતાવરી ખુબ જ લાભકારી છે. શતાવરીના ઉપયોગથી તે માસિક દરમિયાન થતા દુખાવા, ઉલટી ઉબકાને ઓછું કરવામાં મદદ કરે છે. આ સિવાય આ દરમિયાન થતી કમજોરીને દુર કરવામાં પણ શતાવરી ખુબ જ ઉપયોગી છે. આથી માસિક દરમિયાન મહિલાને શતાવરીનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.

યૌન ક્ષમતા : શતાવરી યૌન ક્ષમતા વધારવા માટે એક પ્રભાવી જડીબુટ્ટી છે. તેના સેવનથી કામેચ્છાની ભાવના વધે છે. આથી જે મહિલાઓની યૌન સંબંધો પ્રત્યે ઈચ્છા ઘટે છે તો તેમણે શતાવરીનું સેવન કરવું જોઈએ. સાથે જ તે શરીરમાં હોર્મોન બેલેન્સ કરવામાં પણ મદદ કરે છે. આમ વ્યસ્ત જીવનશૈલીમાં મહિલાઓ અને પુરુષો બંનેએ શતાવરીનું સેવન કરવું જોઈએ.

ડાયાબિટીસ : ખરાબ જીવનશૈલી અને ખરાબ ખાનપાનને કારણે આજે મહિલાઓ અને પુરુષોને ડાયાબિટીસની સમસ્યા વધી રહી છે. જ્યારે શતાવરીના નિયમિત સેવનથી ડાયાબિટીસની સમસ્યાને કંટ્રોલ કરી શકાય છે. શતાવરીમાં એન્ટી ડાયાબિટીક ગુણ રહેલ છે, જે ડાયાબિટીસને કંટ્રોલ કરી શકે છે. જ્યારે તે થાઈરોઈડ, બ્લડ પ્રેશર, ખરતા વાળ અને સ્ટ્રેસ જેવી સમસ્યાઓને પણ દુર કરે છે.

શતાવરીના નુકશાન : શતાવરીનું સેવન મહિલા અને પુરુષો માટે ફાયદાકારક છે, પરંતુ તેનું વધુ પ્રમાણમાં સેવન ન કરવું જોઈએ. આથી એક્સપર્ટની સલાહથી તેનું સેવન કરવું. જો તમે તેનું વધુ સેવન કરો છો તો તે શરીરના ઘણા અંગોને ડેમેજ કરી શકે છે. જ્યારે ઘણાને ગેસ, એસીડીટી અને પેટને લગતી પરેશાની પણ થઈ શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment