શિયાળામાં ફરજિયાત અને રોજ કરો આ 8 કામ, બ્લડ પ્રેશર, હાર્ટએટેક, ઠંડી, અને લોહી જાડું થવાની સમસ્યાઓ ક્યારેય નહિ થાય…જાણો ક્યાં છે એ સરળ કામ…

મિત્રો જે લોકોને રક્તને લગતી કોઈ તકલીફ છે તેમને અક્સર શિયાળામાં રક્ત વાહિકાઓ સંકોચાય જાય છે. જેના કારણે બીપી અને હાર્ટ એટેક જેવી સમસ્યા થઇ શકે છે. આમ ઠંડુ વાતાવરણએ રક્તની સાથે રક્ત વાહિકાઓને પણ સંકોચી નાખે છે, જેના કારણે બ્લડ ફલો બરાબર રીતે નથી થતો. 

શિયાળામાં બ્લડ પ્રેશર વધવાનું જોખમ વધુ રહે છે. જેનું કારણ ઠંડુ વાતાવરણ રક્તની સાથે રક્ત વાહિકાઓને પણ નુકસાન કરે છે, જેના કરને બ્લડ ફલો બરાબર નથી થતો. બ્લડ ફલો માટે ધમનીઓ પર વધુ દબાણ થાય છે. આથી જ આ ઋતુમાં હાર્ટ એટેક, હાઇપરટેન્શન અને સ્ટ્રોક વગેરે જેવી તકલીફો ખુબ વધી જાય છે.

ઠંડુ વાતાવરણ શરીર માટે થર્મલ સ્ટ્રેસનું કારણ બને છે. આ ઋતુમાં શરીરનું તાપમાન જાળવી રાખવા માટે ખુબ જ મહેનત કરવી પડે છે. આ પ્રકારના તનાવથી તમારા લોહીની ચીકાશ પર અસર પડે છે. જેના કારણે લોહી વધુ જાડું, ચીકણું અને ગઠ્ઠા બનવાની સંભાવના વધી જાય છે. એટલું જ નહિ આ ઋતુમાં લોહીમાં કલોટ એટલે કે ગઠ્ઠા બનવાની સંભાવના પણ વધી જાય છે. 

શિયાળામાં લોહી ઠંડુ થવાથી કોલ્ડ એગ્લુંટીનીન રોગ થવાનું જોખમ વધી જાય છે. આ એક એવી સ્થિતિ છે જે ઈમ્યુન સીસ્ટમને રેડ બ્લડ સેલ્સ પર હુમલો કરવા માટે બાધિત કરે છે. આનાથી તમને ચક્કર આવવાથી લઈને હાર્ટ ફેલીયરની સમસ્યા થઇ શકે છે. તેને કોલ્ડ એન્ટીબોડી હેમોલીટીક એનીમિયા કહે છે.

અમે તમને થોડા ઉપાય જણાવી રહ્યા છીએ જેની મદદથી તમે શિયાળામાં શરીરનું તાપમાન સામાન્ય રાખવાની સાથે લોહીને ઠંડુ થવાથી બચાવી શકો છો. હાર્ટ એટેક, હાઇપરટેન્શન અને સ્ટ્રોક જેવી સમસ્યાથી બચી શકો છો.

1) વોલ્કીંગ કરો (ચાલવાનું રાખો) : શરીરને ગરમ રાખવા માટે કસરત સારો વિકલ્પ છે, પણ તમારે દરરોજ થોડું ચાલવું પણ જોઈએ. આથી દરરોજ 15 મિનીટ ચાલવાનું રાખો, પણ વધુ ન ચાલવું જોઈએ. શિયાળા દરમિયાન શરીરના તાપમાનને સામાન્ય કરવા માટે હૃદય પર વધુ દબાણ થાય છે.

2) હળવા અને ગરમ કપડા પહેરો : આ ઋતુ દરમિયાન શરીરને ગરમ રાખવા માટે જાડા કપડા સિવાય અંદર કોઈ પાતળું ઉનનું કપડું પહેરવું જોઈએ. જેથી શરીરને હવાથી બચાવી શકાય. તેની ઉપર ઉનના કપડા પહેરવા જોઈએ. શરીરના તાપમાનને ઓછામાં ઓછુ 18 ડીગ્રી સેલ્સિયસ રાખવાની કોશિશ કરો. તેમજ દરરોજ નિયમિત ગરમ ભોજન અને પ્રવાહી લેવું જોઈએ.

3) પ્રયાપ્ત માત્રામાં પાણી પીવું જોઈએ : મોટેભાગે લોકો શિયાળામાં પાણી ખુબ ઓછુ પીવે છે. ઘણા લોકો આ ઋતુમાં ગરમ ચા કે કોફીનું વધુ સેવન કાર્ય હોય છે. જે નુકશાન કરે છે. આથી શરીરના તાપમાનને સામાન્ય રાખવા માટે વધુ પાણી પીવું જોઈએ.

4) ઓમેગા-3 નું સેવન કરો : શિયાળામાં લોહીને ગરમ રાખવા માટે, બ્લડ ફલો નોર્મલ રાખવા અને હાર્ટ એટેકથી બચવા માટે તમારે ઓમેગા-3 યુક્ત ખાદ્ય પદાર્થનું વધુ સેવન કરવું જોઈએ. આ માટે તમે ઓમેગા-3 સપ્લીમેન્ટ પણ લઇ શકો છો.

5) ગોળ કે સિંગદાણાની ચીક્કીનું સેવન કરો : ગોળની ચીક્કીનું સેવન કરવાથી શરીરને શિયાળામાં ગરમી મળે છે. આથી તમે પણ આનું સેવન કરીને પોતાના શરીરને ગરમ રાખી શકો છો. તેનાથી પાચન પણ સારું થાય છે અને શરીરનું રક્ત સંચાર પણ સારું રહે છે. 

6) ડ્રાયફ્રુટ્સનું સેવન કરો : ખજૂર, મખાના અને બીજા ડ્રાયફ્રુટ્સનો ઉપયોગ કરીને તમે પોતાને આ શિયાળામાં સુરક્ષિત રાખી શકો છો. આ સિવાય તે સ્વાસ્થ્ય માટે પણ ખુબ સારા છે.

7) આદુ, એલચી, તજની ચા નું સેવન કરો : તમે પોતાને ગરમ રાખવા માટે આદુ, એલચી અને તજની બનાવેલ ચા નું સેવન કરી શકો છો. આદુ, એલચી, તજ વાળી ચા શરીરનું તાપમાન વધારે છે અને બ્લડ ફલોમાં સુધાર લાવે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment