જો ડાયેટ કરવા છતાં પણ વજન ઘટતું નથી, તો ઘર બેઠા કરો આ એક પ્રયોગ…. પાણીની જેમ ઓગળી દેશે વધુ વજન અને ચરબી….

મિત્રો આજે દરેક લોકો પોતાની સ્થૂળતાને લઈને ખુબ જ ચિંતા કરતા હોય છે અને તેઓ વજન ઓછુ કરવા માટે અનેક પ્રયાસો પણ કરતા હોય છે. પણ જો તમે વજન ઓછુ કરવા માટે ડાયેટ કરો છો અને તોપણ તમારું વજન ઓછુ નથી થઇ રહ્યું તો તમે એક એવી ટેકનીકની મદદ લઇ શકો છો જેના દ્વારા તમે વજન ઓછુ કરી શકો છો. આ ટેકનીક છે એક્યુપ્રેશર પોઈન્ટની. જે ચીનની ખુબ જ પ્રાચીન ટેકનીક છે. જેનો આજકાલ ખુબ જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

જો વજન વધુ હોવાના કારણે તમારું સ્વાસ્થ્ય ખુબ જ બગડી રહ્યું છે તો વજન ઓછો કરવો જરૂરી બની જાય છે. જો કે વજન ઓછુ કરવા માટે લોકો મોટેભાગે ડાયટીંગ અથવા તો વર્ક આઉટનો ઉપયોગ કરતા હોય છે, પણ આજની વ્યસ્ત લાઈફ સ્ટાઈલમાં સમય કાઢવો મુશ્કેલ છે. આથી તમે આ સમયે વજન ઓછો કરવા માટે એક્યુપ્રેશરનો ઉપયોગ કરી શકો છો. આ ચીનની ખુબ જ જૂની ટેકનીક છે, જેનો આજકાલ ખુબ જ પ્રચાર થઇ રહ્યો છે.

આ માત્ર વજન ઓછો કરવા માટે જ નહી પણ તનાવ ઓછો કરવા, પાચનમાં સુધાર કરવા અને ચયાપચયને અનુકુળ કરવા માટે પણ પ્રભાવી કામ કરે છે. આપણા શરીરમાં ઘણા ખાસ પોઈન્ટ હોય છે તેને એક્યુંપકચર બિંદુ અથવા મધ્યાહ રેખાઓ કહેવાય છે. તેને તમે વજન ઓછો કરવા માટે ઉપયોગ કરી શકો છો. ચાલો તો ક્યાં પોઈન્ટ છે જેને દબાવવાથી વજન ઓછો થઇ શકે છે.

1) સેનીનજીયાઓ (SP6) : આ બિંદુ આંતરિક પગની ઘુટીના હાડકાથી ત્રણ ઇંચ નીચે સ્થિત હોય છે. એવું માનવામાં આવે છે કે આ નીચેના પેટના અંગો અને પેરાસીમ્પેથેટીક તંત્રિકા તંત્રને પ્રભાવિત કરે છે. તેના પર મસાજ કરવાથી સેનીનજીયાઓ બિંદુમાંથી એક પર બે આંગળી રાખો. આંગળીથી બિંદુ પર હળવા હાથે સીધું દબાણ કરો. હવે 2 થી 3 મિનીટ માલીશ કરો. આ દરમિયાન સર્કુલર મોશનનો ઉપયોગ કરો. આ ક્રિયાને બીજી બાજુ પણ કરો.

2) રેન્ઝોંગ (જીવી26) : આ બિંદુ જ્યાં નાસિકા મળે છે તેનાથી એક ઈંચ કરતા પણ ઓછુ નીચે આવેલ છે. આ બિંદુને ફિલટ્રમ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તે વજન ઓછુ કરવામાં ખુબ જ પ્રભાવી રૂપે કામ કરે છે. આ બિંદુ પર દબાણ સાથે માલીશ કરો, પણ બહુ વધુ દબાણ ન કરવું જોઈએ.

3) જુહાઈ (SP 10) : આ બિંદુ ઘૂંટણથી ઉપર અને જાંઘની માંસપેશીની નીચે આવેલ છે. આ બિંદુ પ્લીહા મેરીડીયનની સાથે સ્થિત છે. એવું માનવામાં આવે છે કે આ પોઈન્ટ પર દબાણ કરવાથી રક્ત શર્કરાના સ્તર પર ખુબ જ પ્રભાવ પડે છે. આને પણ બે આંગળીની મદદથી હળવા હાથે પ્રેસ કરવાનું છે.

4) ઝોન્ગવાન (CV12) : નાભીથી 4 ઇંચ ઉપર આવેલ આ બિંદુ ઉપરના પેટ અને આંતરડાના અંગોને પ્રભાવિત કરે છે. તેને હળવા હાથે 2 થી 3 મિનીટ દબાણ કરો. તે વજન ઓછુ કરવાની સાથે પાચન સંબંધી પરેશાનીને પણ દુર કરવામાં મદદ કરે છે. 

5) જુસાનલી (ST36) : આ બિંદુ ઘૂંટણની ઢાંકણીથી લગભગ ત્રણ ઇંચ નીચે આવેલ છે. તે પેટના મધ્યાહ રેખા સાથે સ્થિત હોય છે. તે ઉપરી પેટના અંગોને પ્રભાવિત કરે છે. આ પેરાસીમ્પેથેટીક તંત્રિકા તંત્ર, જે પાચનને નિયંત્રિત કરે છે. તેને વ્યવસ્થિત કરવામાં મદદ કરે છે. આમ તમે એક્યુપ્રેશર પોઈન્ટની મદદથી પોતાનું વજન ઓછુ કરી શકો છો. આ એક ખુબ પ્રભાવી ટેકનીક છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment