ઘરની છત પર જ સરળતાથી શરૂ કરો આ 4 મોટા બિઝનેસ, નાના એવા રોકાણથી જ થશે જોરદાર અને નફા વાળી કમાણી…

મિત્રો દરેક લોકો એવો બીઝનેસ કરવા માંગે છે જેમાંથી તેને સારી એવી કમાણી થાય. પણ જો આ માટે તમારી પાસે કોઈ જમાપુંજી નથી તો તમે તમારા જ ઘરની અગાસી પર એવા સરળ બીઝનેસ શરુ કરી શકો છો, જેની મદદથી તમે સારી એવી આવક મેળવી શકો છો. જો તમે કોઈ નાના શહેર અથવા તો ગામડાથી છો અને તમારી પાસે અગાસી છે તો સારી કમાણી કરી શકો છો. ઘરની અગાસીમાં ઘણા સારા બીઝનેસ શરુ કરી શકાય છે. આમાંથી તમારી સારી કમાણી થાય છે અને સૌથી સારી વાત એ છે કે આમાં તમારે સામાન્ય એવું રોકાણ કરવું પડે છે. ચાલો તો આપણે એવા 4 સરળ બીઝનેસ વિશે જાણી લઈએ જે તમે ઘરની અગાસીમાં શરુ કરી શકો છો.

1) સોલાર પ્લાન્ટથી કમાઓ પૈસા : દુનિયા આખીમાં પ્રદૂષણ વધવાની સાથે જ સોલાર પાવરને લઈને સજાગતા વધી છે. સરકાર પણ તેને સપોર્ટ કરી રહી છે. એવામાં તમારી બિલ્ડિંગની છત પર સોલાર પ્લાન્ટ લગાડીને તમે ડબલ ફાયદો ઉઠાવી શકો છો. તેનાથી લાઇટ બિલ પણ બચશે અને તમને સારી એવી કમાણી થશે. આ માટે તમારે એરિયાના ડિસ્કોમનો સંપર્ક કરવો પડશે. જે સોલાર પેનલથી બનતી વીજળી માટે ઘરે એક મીટર લગાડે છે. દિલ્લીમાં પ્રતિ યુનિટ 5.30 રૂપિયાના આધારે ડિસ્કોમ પેમેન્ટ આપે છે. સોલાર પ્લાન્ટ માટે તમારે માત્ર 70 થી 80 હજાર રૂપિયા કિલોવોટના હિસાબથી રોકાણ કરવું પડશે અને જેનાથી તમે 25 વર્ષ સુધી રીટર્ન મેળવી શકો છો.

2) ટેરેસ ફાર્મિંગથી કમાઓ પૈસા : ટેરેસ ફાર્મિંગ આપણાં દેશમાં ખૂબ જ પોપ્યુલર થઈ રહી છે. તેના માટે તમારે તમારા ઘરની અગાસી પર ગ્રીન હાઉસ બનાવવું પડશે. જ્યાં પોલીબેગમાં શાકભાજીના છોડ લગાડવામાં આવે છે અને ડ્રીપ સિસ્ટમથી સિંચાઇ થઈ શકે છે. તાપમાનને કંટ્રોલ કરવા માટે તમારે ઇક્વિપમેન્ટ લગાવવું પડશે. હવે માર્કેટિંગની વાત કરીએ તો એક વખત જો લોકોને ખબર પડશે તો તેઓ જાતે જ તમારી પાસે તાજા શાકભાજી લેવા આવશે અથવા બિઝનેસ વધે તો તમે તેમના ઘરે શાકભાજી પહોચડવા માટે એક ડિલિવરી બોય પણ રાખી શકો છો. 

3) મોબાઈલ ટાવર લગાવીને કમાઓ પૈસા : જો તમારી બિલ્ડિંગની છત ખાલી હોય અને તમે તેનો કોઈ ખાસ ઉપયોગ ન કરી રહ્યા હોય તો તમે તેને મોબાઈલ કંપનીને ભાડે આપી શકો છો. તેનાથી તમારી કમાણી પણ સારી થઈ શકે છે. કંપનીઓ અહી મોબાઈલ ટાવર લગાડીને તમને સારી એવી રકમ દર મહિને તમને આપશે. જોકે આના માટે તમારે તમારી આસપાસના લોકો પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવું પડશે અને સ્થાનીય નગર નિગમ પાસેથી પરમીશન પણ લેવી પડશે.

4) હોર્ડીંગ્સ લગાડીને કરો કમાણી : જો તમારી બિલ્ડીંગ પ્રાઇમ લોકેશન પર હોય અથવા જે દૂરથી આસાનીથી દેખાતી હોય કે મેઇન રોડ પાસે હોય તો તમે તમારી છત પર હોર્ડીંગ્સ લગાડીને સારી એવી કમાણી કરી શકો છો. તમે ચાહો તો આવી કોઈ એજંસીનો સંપર્ક કરી શકો છો. જે દરેક પ્રકારની ક્લીયરન્સ લઈને તમારી છત પર હોર્ડીંગ લગાડશે. જો કે તમને જણાવી દઈએ કે તમારે સચેત રહેવું જરૂરી છે. જો એજન્સી પાસે ક્લીયરન્સ છે કે નહીં, નહિતર તમારી સામે સરકારી કાર્યવાહી થઈ શકે છે.

5) બેન્ક પણ કરશે તમારી મદદ : જો તમારી પાસે બિઝનેસ શરૂ કરવા માટે પર્યાપ્ત પૈસા ન હોય તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ઘણી એવી બેન્ક તમને બિઝનેસ માટે લોન સેંકશન કરે છે. બજારમાં ઘણી એવી એજન્સી પણ છે જે તમને છત પર બિઝનેસ માટે ઓફર આપે છે. આ રીતે તમને લોન મળી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment