ફક્ત એક વાટકો આનું સેવન શરીરમાં પુરી કરશે ખુંટતા બધાજ તત્વોની ખામી… ભરી દેશે ગજબની સ્ફૂર્તિ

તમે સફરજન ખાતા હશો, પણ સૂકાયેલ સફરજન પણ ખાવાના ઘણા લોકો શોખીન હોય છે. સુકા સફરજન સ્વાદમાં મીઠા અને વધુ પડતા લોકો તેને ચીપ્સના રૂપમાં ખાય છે. આ સફરજનને સમારીને અને પૂરી રીતે સુકવીને બનાવવામાં આવે છે. પણ તેને સુકવવાથી તેના પોષક તત્વો ઓછા નથી થતા. તેમાં રહેલ ઘણા ખાસ પોષક તત્વો શરીરને અલગ અલગ ફાયદો આપે છે. તેમાં વિટામીન એ અને સી હોય છે. જે તમારા હાડકાઓ અને ત્વચાને ફાયદો આપે છે. આ સિવાય વિટામીન બી 6 મસ્તિષ્કને સ્વસ્થ રાખીને ન્યુરોન્સના કામકાજ કરવામાં મદદ કરે છે. 

સુકવેલા સફરજનના ફાયદાઓ : 1) આયર્ન અને પોટેશિયમથી ભરપુર હોય છે : આયર્ન અને પોટેશિયમ આપણા બ્લડ સેલ્સને હેલ્દી રાખે છે. તેમજ શરીરમાં રેડ બ્લડ સેલ્સ વધારવા અને લોહીની કમી દુર કરવામાં મદદ કરે છે. જયારે પોટેશિયમ બ્લડ સેલ્સને હેલ્દી રાખે છે અને તેની પહોળાઈ વધારવામાં મદદ કરે છે. એનાથી બ્લડ શરીરમાં સર્ક્યુલેટ થાય છે અને શરીરના દરેક અંગ સુધી પહોચે છે સાથે જ પોટેશિયમ ન્યુરોન્સ અને મસ્તિષ્કના વિકાસમાં  પણ મદદ કરે છે.

2) ઈમ્યુનીટી વધારે છે : સૂકાયેલ સફરજનમાં વિટામીન સી હોય છે જે શરીરને સંક્રમણથી બચાવે છે. તે શરીરમાં ઈમ્યુન સેલ્સને મજબુત કરે છે અને મૌસમી બીમારી સામે રક્ષણ આપે છે. સૂકાયેલ સફરજનમાં એન્ટી ઓક્સીડેન્ટ અને પોલીફેનોલ્સ હોય છે. આ એવા પદાર્થ હોય છે જે રેડિકલ્સને કારણે શરીરને થતા નુકસાનથી લડવામાં મદદ કરે છે. આ ફાઈન રેડિકલ્સ વાયુ પ્રદુષકો, કીટનાશકો, શરાબ અને તળેલા પદાર્થને શરીરથી બહાર કાઢે છે. આ રીતે સૂકાયેલ સફરજન ખાવાથી તમારી ઈમ્યુન સીસ્ટમ મજ્બુત બને છે.

3) ફાઈબરથી ભરપુર હોય છે : સુકા સફરજન તમને કબજીયાતથી તકલીફથી મુક્ત કરે છે અને તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. તેમાં ઘુલનશીલ અને અઘુલનશીલ બંને પ્રકારના ફાઈબર હોય છે. વાસ્તવમાં એક વાટકો સુકા સફરજન ખાવાથી તમને ઘણું ફાઈબર મળે છે. અઘુલનશીલ ફાઈબર તમારી કબજીયાતની તકલીફ દુર કરીને મળને નરમ કરે છે. તેમજ ઘુલનશીલ ફાઈબર તમારા બ્લડ શુગરને કંટ્રોલ કરે છે, તેને દરરોજ ભોજન કર્યા પછી ખાવા જોઈએ. આ સિવાય તે શરીર માંથી વિષયુક્ત પદાર્થ દુર કરે છે અને હાનીકારક બેકટેરિયાને પણ શરીરની બહાર કાઢે છે.

4) વજન ઓછુ કરવામાં મદદ કરે છે : સુકાયેલ સફરજનમાં વધુ પ્રમાણમાં ફાઈબર હોય છે. તેમાં ફેટ પણ હોતું નથી. ફાઈબર મેટાબોલીજ્મને ઠીક કરે છે અને ઝડપથી ખોરાકને પચાવીને વજન ઓછો કરે છે. આમ તે વજન ઓછો કરવામાં મદદ કરે છે. કેલેરી સેવનને નિયંત્રિત કરવા ભોજન કર્યા પછી એક કપ સુકા સફરજન ખાવા જોઈએ.

5) દાંત અને પેઢાને હેલ્દી રાખે છે : સુકા સફરજન ચાવવાથી તે મોઢાના બેકટેરીયાને મારે છે. આમ દાંત અને પેઢા મજબુત બને છે. આ સિવાય જે લોકો પેઢાની બીમારીથી પીડિત છે તેમના માટે સુકા સફરજનનું સેવન સારું માનવામાં આવે છે. તેમાં રહેલ પોષક તત્વો દાંતની સંરચનાને મજબુત બનાવે છે. દાંતના ઈનેમલને મજબુત કરવાની સાથે દાંતને લાંબા સમય સુધી હેલ્દી રાખે છે.

6) બ્રેન બુસ્ટર છે : સુકા સફરજન મગજને તેજ કરે છે, આથી બૌદ્ધિક કામ કરતા લોકો માટે તે ખુબ જ સારા છે. સફરજન પોતાના ફોસ્ફરસ તત્વને કારણે નસ અને યાદશક્તિને મજબુત બનાવે છે. સુકા સફરજનને મધની સાથે ખાવામાં આવે તો તંત્રિકા તંત્ર શાંત રહે છે સાથે જ વિટામીન સી, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ બ્રેન સેલ્સને હેલ્દી રાખે છે. મગજના કામકાજને હેલ્દી રાખે છે.

7) હોર્મોનલ હેલ્થ માટે ફાયદાકારક છે : સુકા સફરજનમાં વિટામીન બી હોય છે જે હાર્મોન, મસ્તિષ્ક અને ઉર્જા માટે સારા છે. પણ વધુ ફાયદો આપણા હાર્મોનલ હેલ્થને થાય છે. તેમાં વિટામીન બી 5 અને વિટામીન બી 6 ભરપુર  હોય છે જે હાર્મોનલ સંતુલનને બનાવી રાખે છે.

8) ત્વચાને તાજગી આપે છે : સુકા સફરજન ડ્રાય સ્કીન અને પીળાશ પડતી સ્કીન માટે ખુબ જ ફાયદાકારક છે, સાથે જ સુકા સફરજનમાં રાઈબોફ્લેવીન જેવા વિટામીન બી2, વિટામીન સી અને વિટામીન એ હોય છે, જે સ્કીનને અંદરથી સ્વસ્થ રાખે છે સાથે જ એન્જીંગના લક્ષણોથી બચાવે છે. તે સેલુલર ક્ષતિથી લડે છે ત્વચામાં હાઈડ્રેશન બનાવે છે લોહીની માત્રાને સંતુલિત કરીને ત્વચામાં ગ્લો લાવે છે અને તાજગી વધારે છે.

9) કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે : સુકા સફરજન ખાવાથી કોલેસ્ટ્રોલ અને એલડીએલના સ્તરને ઓછુ કરવામાં મદદ મળે છે. તે સી રીએક્ટીવ પ્રોટીન અને લીપીડ હાઈડ્રોપરોક્સાઈડ સહીત હાર્ટ હેલ્થ માટે મદદ કરે છે. તેમાં વિટામીન, ખનીજ અને ફાઈબર હોય છે. અઘુલનશીલ ફાઈબર પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. ઘુલનશીલ ફાઈબર કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે છે. 

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment