શરીરને પોષણ આપવા માટે નટ્સનું સેવન ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં છે. તેમાં કાજુ, બદામ અથવા તો કિશમિશ વગેરે શામિલ છે. આ સિવાય પણ કેટલાક નટ્સ એવા પણ હોય છે જે સ્વાદમાં પણ ખુબ જ ટેસ્ટી હોય છે. તેમાં એક નટ્સ છે મૈકાડેમિયા બદામ. કદાચ એવું થઈ શકે છે કે આ નટ્સને વિશે તમે સંભાળ્યું કે વાંચ્યું પણ ન હોય. પરંતુ આ ખાસ પ્રકારનું નટ્સ તમારી ઘણી શારીરિક સમસ્યાને દૂર કરવામાં કામ આવી શકે છે, જેમાં ડાયાબિટીસ અને એનેમિયા જેવા ગંભીર રોગોથી છુટકારો અપાવવામાં પણ કારગર છે.
આ લેખમાં અમે તમને જણાવશું કે મૈકાડેમિયા બદામ શું છે અને મૈકાડેમિયા બદામ ખાવાના શું ફાયદા છે. આ સિવાય અમે તમને આ લેખમાં મૈકાડેમિયા બદામના ઉપયોગ વિશે પણ જણાવશું માટે આ લેખ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ખાસ છે. તો અંત સુધી જરૂર વાંચો.મૈકાડેમિયા બદામ શું છે ? : મૈકાડેમિયા એક પ્રકારનું વૃક્ષ છે, જે મૂળ રૂપથી ઓસ્ટ્રેલિયા સાથે સંબંધ ધરાવે છે. આ પ્રોટેસી જાતનું ફળ છે અને તેની ચાર જાત હોય છે. તેમાની 2 પ્રજાતિઓ ખોરાક માટે વપરાય છે, જ્યારે અન્ય 2 જાતિને ઝેરી માનવામાં આવે છે. મૈકાડેમિયાને કીંસલૈડ નટ્સ, બૂશ નટ્સ, મૈરોચી નટ્સ, બાઉલ નટ્સ અને હવાઈ નટ્સના નામોથી ઓળખવામાં આવે છે. આ વૃક્ષ 40 ફૂટ સુધી ઉંચા હોય છે અને તેના પાન ગોળ આકારના હોય છે, જે વધારે 3 થી 3 ના સમૂહમા હોય છે. મૈકાડેમિયા નટ્સની છાલ કઠણ હોય છે. જાણીએ કે, મૈકાડેમિયા બદામથી કંઈ રીતે ફાયદો થાય છે( Benefits of Macadamia ).
વજન : વારંવાર ભૂખ લાગવા પર તમે વધારે ભોજન કરો છો, જેથી વજન વધવાની સમસ્યા ઊભી થઈ જાય છે. તેવામાં તમારી મદદ મૈકાડેમિયા કરી શકે છે. ખરેખર મૈકાડેમિયા ફાઈબરથી ભરેલ હોય છે, જે તમારી વધારે ભોજન કરવાની વૃતિને શાંત કરે છે. વધારે ભોજન કરવાની તમારી ટેવમાં સુધારો, તમારા વજનને નિયંત્રણમાં કરે છે. જો તમે તેનું સેવન કરવાની સાથે જ વ્યાયામ પણ કરો તો વધુ અસરકારક સાબિત થાય છે.તણાવમાં : મૈકાડેમિયા બદામનું સેવન કરવાથી તણાવમાંથી પણ મુક્ત થવાય છે, તેવું પણ જાણવામાં આવ્યું છે. મૈકાડેમિયા નટ્સમાં વિટામિન-સી, વિટામિન-ઇ, મેગ્નેશિયમ, પોટેશિયમ, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ હોય છે, જે તણાવને દૂર કરવા માટે, ત્વરિત ઉર્જા પ્રદાન કરવાનું કામ કરે છે.
ડાયાબિટીસ : મૈકાડેમિયા નટ્સનું સેવન કરવાથી ડાયાબિટીસની સમસ્યાને પણ દૂર કરી શકાય છે. એક શોધ અનુસાર, દરરોજ મૈકાડેમિયા નટ્સની 56 ગ્રામની માત્રા લેવાથી ગ્લાયસેમિકના સ્તરમાં સુધારો લાવી શકાય છે, જે ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક હોય છે. હાલમાં, આ વિષય પર વધુ સંશોધનની જરૂર છે.
મગજ માટે : સ્વસ્થ મગજ સારા વિચાર માટે અને ક્રિએટિવ કામ કરવામાં મદદ કરે છે. મૈકાડેમિયા નટ્સમાં આયરન હોય છે. આ પોષકતત્વો સંજ્ઞાત્મક ક્રિયા માટે ઉપયોગી થઈ શકે છે. જો, કે મગજ માટે મૈકાડેમિયા બદામ ખાવાના ફાયદાઓ પર સીધા સંશોધનની જરૂર છે, પરંતુ મગજને સ્વસ્થ રાખવા માટે થોડી માત્રામાં તેનું સેવન કરવું એ ખુબ જ સારો વિકલ્પ છે.હાડકા માટે : મૈકાડેમિયા બદામમાં કેલ્શિયમ હોય છે. મૈકાડેમિયા બદામમાં મળી આવતું કેલ્શિયમ દાંત અને હાડકાના નિર્માણ માટે અને તેને મજબૂત બનાવવા માટેનું કામ કરે છે. તેવામાં આ આધારે કહેવામાં આવે છે કે સ્વસ્થ દાંતની સાથે જ સ્વસ્થ હાડકાંને રાખવા માટે પણ તેનું સેવન ખુબ જ લાભકારી છે.
હૃદય માટે : મૈકાડેમિયા નટ્સનો ઉપયોગ હૃદય સંબંધી સમસ્યાઓને પણ દૂર કરે છે. ખરેખર, આ નટ્સની અંદર મોનોસેચ્યુરેટેડ ફેટ ભરપૂર માત્રામાં હોય છે, જે હાનિકારક કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરી હૃદયને સુરક્ષા પ્રદાન કરે છે. તેવામાં મૈકાડેમિયા નટ્સનું સેવન કરવાથી હૃદય રોગના જોખમને ઓછું કરી શકાય છે.
એનેમિયા : મૈકાડેમિયાના ગુણોના કારણે એનેમિયાના જોખમથી પણ બચી શકાય છે. ખરેખર, એનેમિયાથી છુટકારો મેળવવા માટે આયરનની મુખ્ય ભૂમિકા હોય છે. અને મૈકાડેમિયામાં આયરનની માત્રા હોય છે. તેથી એવું કહી શકાય કે, મૈકાડેમિયા નટ્સના લાભથી એનેમિયાથી છુટકારો મેળવી શકાય છે.ઊર્જા વધારવા માટે : જો તમને શારીરિક નબળાઈ કે પછી થાક લાગી રહ્યો છે, તો મૈકાડેમિયા નટ્સનો ઉપયોગ કરીને તમે તમારા શરીરની ઉર્જાને વધારી શકો છો. ખરેખર, નટ્સ ઉર્જાના સૌથી સારા સ્ત્રોત હોય છે, જેમાંથી એક મૈકાડેમિયા નટ્સ પણ છે.
ચયાપચય : મૈકાડેમિયાના ફાયદા ચયાપચય માટે પણ હોઈ છે. મૈકાડેમિયા નટ્સમાં રહેલ વિટામિન-સી, વિટામિન-ઇ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને માઇક્રોન્યુટ્રિયન્ટ ચયાપચયને વધારવાનું કામ કરે છે.
સોજામાં : મૈકાડેમિયા નટ્સમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે તમારા શરીરમાં આવેલા સોજાને દૂર કરવામાં મદદ કરે છે. સાથે જ આ સોજા સંબંધિત કેટલીક સમસ્યાને દૂર રાખવાનું કામ પણ કરે છે. પરંતુ આ વિષય પર હજુ શોધની જરૂર છે.ત્વચા માટે : ત્વચાને સ્વસ્થ અને સુંદર બાનવવા માટે વિટામિન-ઇ મુખ્ય ભૂમિકા આપે છે. મૈકાડેમિયા નટ્સમાં અને તેનાથી બનાવેલ તેલમાં વિટામિન-ઇની માત્રા હોય છે. વિટામિન-ઇ ત્વચાને યુવી કિરણોને બચાવવામાં મદદ કરે છે. આ ત્વચામાં ભેજ રાખવામાં પણ મદદ કરે છે. તેથી જ મૈકાડેમિયા નટ્સના ફાયદા ત્વચા માટે પણ છે.
વાળ માટે : મૈકાડેમિયા નટ્સમાં પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, ડાયટરી ફાઈબર અને એન્ટિઓક્સિડન્ટ વિપુલ પ્રમાણમાં હોય છે. સાથે જ આમાં ઓછી માત્રામાં સોડિયમ હોય છે. આ બધા જ તત્વો તમારા વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેથી મૈકાડેમિયાનું સેવન કરવાથી વાળને પણ ફાયદો થાય છે.
મૈકાડેમિયા નટ્સનો ઉપયોગ કંઈ રીતે કરવો : મૈકાડેમિયા નટ્સને બીજા નટ્સની જેમ જ ખવાય છે, મૈકાડેમિયા નટ્સને ક્રિમી અને મીઠા સૂપની અંદર મિક્સ કરીને પણ ખાઈ શકો. મૈકાડેમિયા નટ્સની ચિક્કી બનાવીને પણ ખાઈ શકાય છે. ચોકલેટ કોટિંગ અને કુકીઝના રૂપમાં પણ તેને વધારે પસંદ કરવામાં આવે છે. મૈકાડેમિયા નટ્સને બીજા નટ્સની સાથે મિક્સ કરીને ડ્રાય ફ્રૂટના રૂપમાં ખાઈ શકાય છે. તેને આઈસ્ક્રીમમાં પણ ઉપયોગ કરીને ખાઈ શકાય છે અને મીઠાઈમાં પણ નાખીને સેવન કરી શકાય છે.ક્યારે ખાવું : આમ તો મૈકાડેમિયા નટ્સનો જમવાનો સમય નિશ્ચિત નથી. છતાં પણ કોઈક સમય અને તેના સેવનના પ્રકાર હોય શકે છે. જેમ કે સવારે નાસ્તાના સમયે તેનું સેવન કરી શકાય છે અને આ સિવાય સાંજે અને રાત્રે તેને સૂપમાં ઉમેરીને તેનું સેવન કરી શકાય છે.
કેટલું ખાવું જોઈએ : દરરોજ 56 ગ્રામ જેટલું તમે તેનું સેવન કરી શકો છો. જે તમારા માટે લાભકારક સાબિત થશે.
કેવી રીતે પસંદ કરવું : મૈકાડેમિયા ચીકણી અને સમાન આકારનું હોવું જોઈએ. નટ્સમાં કોઈ પણ પ્રકારની તિરાડ અને ગંઘ ન હોવી જોઈએ. તેનો બહારનો રંગ ભૂરો હોવો જોઈએ, કાળા દેખાવ વાળી બદામને ન લેવી. જો તમે સ્ટોર કરવા માટે લો છો, તો પેકેટ ખુલ્લુ ન હોવું જોઈએ.સુરક્ષિત કેવી રીતે રાખી શકાય : એરટાઈટ કન્ટેનરમાં રાખીને તેને ફ્રિઝમાં લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે. આ નટ્સને ઠંડી અને સૂકી જગ્યા પર ન રાખવા. તેની અંદરના ઠળિયા કાઢ્યા વિના તેને મહિના સુધી સારી રાખી શકાય છે.
મૈકાડેમિયાના નુકશાન : કોઈ પણ વસ્તુના ફાયદા સાથે તેના નુકશાન પણ હોય છે. મૈકાડેમિયા એલર્જીનું કારણ બની શકે છે, એટલા માટે જો તમને એલર્જી હોય તો, તરત જ તેનું સેવન બંધ કરી દેવું જોઈએ. મૈકાડેમિયા નટ્સમાં ફાઈબર વિપુલ પ્રમાણમાં હોય છે. તેથી વધારે માત્રામાં તેનું સેવન કરવાથી ઉલ્ટી, ઉબકા અને દસ્ત થઈ શકે છે.
હવે તમે જાણી ગયા હશો કે, ખાન-પાનમાં નાના-નાના પરિવર્તન તમારા જીવનમાં કેટલાક ફેરફાર કરી શકે છે. તમને જણાવી દઈએ કે મૈકાડેમિયા નટ્સનું સેવન કરતા લોકો ખુબ જ સ્વસ્થ હોય છે. મૈકાડેમિયા નટ્સ વિટામિન અને ખનીજથી ભરપૂર હોય છે. તેમાં કાબ્સ અને ખાંડની માત્રા ખુબ જ ઓછી હોય છે, તેથી જ તે સ્વાસ્થય માટે તો ફાયદાકારક છે જ, સાથે જ તેનો સ્વાદ પણ માખણ જેવો લાગે છે. અપેક્ષા છે કે આ લેખ તમને ખુબ જ પસંદ આવ્યો હશે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી