આનું સેવન ડાયાબિટીસથી લઈ તાવ, આંખ, યાદશક્તિ જેવી 10 સમસ્યાની કરી દેશે છુટ્ટી, આવી રીતે કરો તેનું સેવન…

મિત્રો આપણી આસપાસ ઘણી એવી વનસ્પતિઓ હોય છે, જેનું સેવન આપણને અનેક રોગો અને ગંભીર બીમારીઓથી દુર રાખે છે. તો આજે અમે તમને એક એવી ઔષધી વિશે જણાવશું. જેના ગુણોથી લગભગ બધા જ વાકેફ છે. આજે અમે તમને આમળાના 10 પ્રભાવશાળી ફાયદા વિશે જણાવશું.

વિટામીન-સી થી ભરપુર આમળા, આંખ, વાળ અને ત્વચા માટે તો ખુબ જ ફાયદાકારક છે, સાથે સાથે તેના 10 ફાયદાઓ પણ છે જે આપણા શરીર માટે અમૃત સમાન સાબિત થાય છે. જો તમે આમળાના ફાયદાઓ નથી જાણતા તો આ લેખને અંત સુધી જરૂર વાંચો.ડાયાબિટીસ : ડાયાબિટીસના દર્દીઓ માટે આમળા ખુબ જ ફાયદાકારક છે. ડાયાબિટીસથી પીડિત કોઈ પણ વ્યક્તિ આમળાના રસ સાથે મધ નાખીને તેનું દરરોજ સેવન કરે તો એ રોગથી તેને મુક્તિ મળે છે.

એસિડિટી : એસિડિટી થવા પર આમળા ખુબ જ કામ આવે છે. આમળાના પાવડરની અંદર ખાંડને મિક્સ કરીને તેનું સેવન કરવાથી એસિડિટીમાં રાહત મળે છે. આ સિવાય જો આમળાનું જ્યુસ પીવામાં આવે તો પેટની દરેક સમસ્યાથી મુક્તિ મેળવી શકાય છે.પથરી : પથરીની સમસ્યામાં આમળા ખુબ જ ફાયદાકારક સાબિત થયા છે. પથરી થવા પર, આમળાને 40 દિવસ સૂકવીને તેનો પાવડર બનાવી લો અને આમળાના પાવડરને દરરોજ મૂળાના રસ સાથે મેળવીને પીવો. આ પ્રયોગથી થોડા દિવસોમાં જ પથરી ઓગળી જશે.

લોહી : લોહીમાં હિમોગ્લોબિનની ખામી થવા પર, દરરોજ આમળાનું સેવન એ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આમળા શરીરમાં લાલ કોશિકાઓનું નિર્માણ કરવામાં સહાયક થાય છે અને લોહીની ખામી થવા નથી દેતા.આંખ : આંખો માટે તો આમળા અમૃત સમાન છે, કેમ કે આંખોની દ્રષ્ટિને વધારવા માટે ખુબ જ ઉપયોગી છે. તેથી દરરોજ એક ચમચી આમળાના પાવડરને મધની સાથે લેવાથી લાભ મળે છે અને મોતિયો આવવાની સમસ્યા પણ જતી રહે છે.

તાવ : તાવથી છૂટકારો મેળવવા માટે આમળાના રસનું સેવન કરવું જોઈએ. આ સિવાય દાંતમાં દુઃખાવો થવા પર અને કેવિટી થવા પર આમળાના રસમાં થોડું કપૂર ઉમેરીને પેઢા પર લાગવવાથી આરામ મળે છે.ગરમી : જો શરીરમાં ગરમી ખુબ જ વધી જાય તો આમળાનું સેવન એ સૌથી મોટો ઉપાય છે. આમળાના રસનું સેવન અથવા તો કોઈ પણ રૂપથી આમળાનું સેવન ઠંડક પહોંચાડે છે. હેડકી આવવા પર તેમજ ઉલ્ટી આવવા પર જો આમળાના રસની અંદર મિશ્રી ઉમેરીને તેનું દિવસમાં 2 થી 3 વાર સેવન કરવાથી તમને ખુબ જ રાહત મળશે.

યાદશક્તિ : યાદશક્તિ વધારવા માટે આમળા ખુબ જ ફાયદાકારક છે. આ માટે સવારના સમયે આમળાના મુરબ્બા સાથે દૂધને મિક્સ કરી તેનું સેવન કરવામાં આવે તો લાભ થાય છે, આ સિવાય તમે આમળાના રસનું સેવન પણ દરરોજ કરી શકો છો.સ્કીન : સ્કીન પરના ડાઘ-ધબ્બા હટાવીને ચહેરાને સુંદર બનાવવા માટે આમળા ખુબ જ ફાયદાકારક છે. તેની પેસ્ટ બનાવીને સ્કીન પર લગાવવાથી સ્કીન સાફ, ચમકદાર થાય છે અને સ્કીન પર કરચલીઓ પણ પડતી નથી.

વાળ : વાળને લાંબા, કાળા અને જાડા બનાવવા માટે આમળાનો ઉપયોગ કરવામાં આવે છે. આમળાના પાવડરથી વાળને ધોવાથી અથવા તો આમળાનું સેવન કરવાથી વાળની સમસ્યાથી મુક્તિ મળે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment