આમળા પાવડરમાં આ એક વસ્તુ મિક્સ કરી લગાવી દો તમારા વાળમાં, બની જશે એકદમ લાંબા,જાડા અને મજબૂત… ખોડો, ખરતા અને સફેદ વાળથી મળશે છુટકારો….

લાંબા જાડા અને મજબૂત વાળ હોય તેવી દરેક મહિલાની ઈચ્છા હોય છે. તેથી જ તે પોતાના વાળને સુંદર બનાવવા માટે ઘણા બધા ઉપાયો અજમાવે છે. અને ત્યાં સુધી કે મોંઘા હેર કેર પ્રોડક્ટ પણ વાપરે છે. અમુક મહિલાઓ પોતાના વાળને લાંબા અને જાડા બનાવવા માટે પ્રાકૃતિક ઉપાય અજમાવવા ખુબ જ પસંદ કરે છે. જો તમે પણ ઘરેલું ઉપાયથી તમારા વાળને સુંદર બનાવવા માંગો છો, તો આમળા પાવડરનો ઉપયોગ કરી શકો છો આમળા પાવડર વાળની ઘણી બધી સમસ્યાઓને દૂર કરવા માટે મદદરૂપ થાય છે. તો ચાલો વિસ્તારથી જાણીએ વાળ માટે આમળાના ફાયદા.

વાળ માટે આમળા પાવડરના ફાયદા : આમળા સ્વાસ્થ્ય અને ત્વચાની સાથે સાથે વાળ માટે પણ ખુબ જ ફાયદાકારક છે. વાળ પર આમળાનો ઉપયોગ પાવડરના સ્વરૂપે કરવામાં આવે છે. આમળા પાવડર વાળને લાંબા, જાડા અને મજબૂત બનાવવાનું કામ કરે છે. તેનો ઉપયોગ કરવાથી વાળ ખરવાની સમસ્યા પણ દૂર થાય છે. આમળા પાવડર વાળમાં નવી ચમક લાવે છે. તથા તે પાંથી અને વાળની દેખભાળમાં પણ ખુબ જ મદદ કરે છે.

1 ) વાળને ખરતા રોકે : લગભગ દરેક મહિલાઓ આજકાલ ખરતા વાળથી ખુબ જ પરેશાન છે, ત્યારે તેઓ આમળા પાવડરનો ઉપયોગ કરી શકે છે. આમળા પાવડરનો ઉપયોગ કરવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે, અને તે વાળના મૂળને મજબૂત બનાવે છે. તેનાથી વાળ ખરતા રોકાઈ જાય છે.

2 ) વાળને લાંબા બનાવે : વાળને લાંબા અને જાડા બનાવવા માટે આમળા પાવડરનો ઉપયોગ કરી શકાય છે. આમળામાં વિટામિન એ જોવા મળે છે અને તે વાળના વિકાસમાં મદદ કરે છે આમળાનો ઉપયોગ કરવાથી વાળના રોમછિદ્રોમાં ઓક્સિજનનું લેવલ વધી જાય છે. તેનાથી વાળને સારી રીતે વિકાસ કરવા માટે મદદ મળે છે અને તેનાથી વાળની લંબાઈ પણ વધે છે.

3 ) વાળને સુરક્ષિત રાખવા : જ્યારે આપણા વાળને નુકશાન પહોંચે છે, ત્યારે વાળ ખરે છે અથવા તો વાળથી જોડાયેલી સમસ્યા આપણને જોવા મળે છે. વાળને નુકશાનથી બચાવવા માટે આમળા ખુબ જ લાભકારી હોય છે. આમળામાં ટેનીન નામનું તત્વ જોવા મળે છે તે ધૂળ માટી પ્રદૂષણ અને સૂર્યના કિરણોથી વાળનો બચાવ કરે છે.

4 ) સફેદ વાળની સમસ્યા દૂર કરે : આજકાલ ઓછી ઉંમરમાં જ સફેદ વાળની સમસ્યા ખુબ જ વધી રહી છે. અને આપણને ઉંમર કરતાં પહેલાં જ તે વૃદ્ધ બનાવે છે. સફેદ વાળની સમસ્યા દૂર કરવા માટે આમળા પાવડરનો ઉપયોગ કરવો ખુબ જ લાભકારી સાબિત થઈ શકે છે. આમળામાં ઉપસ્થિત વિટામીન સી સેલ્સને નુકશાન થતાં બચાવે છે અને તેનાથી વાળને પર્યાપ્ત માત્રામાં પોષણ મળી રહે છે, અને તેનાથી વાળ લાંબા અને કાળા બને છે.

5 ) સ્કેલ્પને સુરક્ષિત રાખે : આમળા વાળની સાથે સાથે સ્કેલ્પને સુરક્ષિત રાખવાનું કામ કરે છે. આમળા પાવડરનો ઉપયોગ કરવાથી સ્કેલ્પથી જોડાયેલી સમસ્યા દૂર થાય છે. અને તે ખોડો અને ડ્રાય વાળની સમસ્યાને પણ દૂર કરે છે.

વાળ માટે આમળા પાવડરનો ઉપયોગ : વાળમાં આમળા પાવડર લગાવવા માટે એક વાટકીમાં 1 મોટી ચમચી આમળા પાવડર લો, તેમાં 3 ચમચી મહેંદી પાવડર ઉમેરો, ત્યાર બાદ જરૂર અનુસાર પાણી ઉમેરો અને આ મિશ્રણને આખી રાત રહેવા દો, આ દરેક સામગ્રીને સારી રીતે ઉમેરીને એક પેસ્ટ તૈયાર કરો. ત્યાર બાદ સવારે તેને તમારી પાંથી અને વાળ પર સારી રીતે લગાવો. જ્યારે તે સુકાઈ જાય ત્યારે વાળને ચોખ્ખા પાણીથી ધુવો. તેનાથી તમારા વાળ અને સ્કેલ્પબંનેને પોષણ મળશે.

જો તમે વાળમાં મહેંદીનો કલર લાવવા માંગો છો, તો તેમાં હેરડાઈ ઉમેરી શકો છો. ત્યાં જ જો તમને વાળથી જોડાયેલી કોઈ પણ સમસ્યા છે તો એક્સપર્ટની સલાહ લઈને જ આ ઘરેલું ઉપાયનો ઉપયોગ કરો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment