જાણો દરવાજા પાછળ એવું તે શું છે? | આજ સુધી કોઈએ નથી ખોલ્યો દરવાજો | ચોકાવનારું પદ્મનાભસ્વામી મંદિર નું રહસ્ય.. |

આ મંદિરમાં આવેલા છે  6 ભંડોળ…. છેલ્લાનો દ્વારા ખોલવા માટે સરકારને પણ લાગે છે ડર…

મિત્રો આજે અમે એક એવા ઈતિહાસ અને મંદિર વિશે તમને જણાવવા જઈ રહ્યા છે જેને જાણીને તમે દંગ રહી જશો. લગભગ જેની અમે વાત કરવા જઈ રહ્યા છીએ તેના વિશે મોટાભાગના લોકોને જાણ તો હશે જ. પરંતુ આજે એમે તેના એવા તથ્યો અન હકીકતો જણાવશું જેના વિશે ખુબ જ ઓછા લોકોએ જાણ્યું હશે. તો ચાલો જાણીએ તે ઈતિહાસ વિશે અને મંદિર વિશેના અદ્દભુત તથ્યો.

img source

અમે વાત કરી રહ્યા છીએ કેરળના તિરુવંતપુરમમાં આવેલું પદ્મનાભસ્વામી મંદિર વિશે. આ મંદિર એટલું જુનું છે કે તેની પુરાતત્વને કોઈ પણ શોધી નથી શક્યું. આ મંદિરની સૌથી વિશેષ વાત એ છે કે મંદિરની અંદર 6 રહસ્યમય ભંડોળ એટલે સિક્રેટ રૂમ આવેલા છે. જ્યારે આ દરવાજા વિશે સર્વોચ્ચ ન્યાયલયને જાણ થઇ ત્યારે તેણે આદેશ આપ્યો બધા જ ભંડોળના દરવાજા ખોલવાનો. પરંતુ 6 દરવાજા માંથી માત્ર 5 દરવાજા ખુલ્યા હતા. પરંતુ એક દરવાજાને આજ સુધી નથી ખોલવામાં આવ્યો. તો તેની પાછળનું કારણ શું હતું તે આજ સુધી સામે નથી આવ્યું. પરંતુ આજે અમે તે કારણ વિશે અને શા માટે નથી ખોલવામાં આવ્યો એક દ્વાર તેના વિશે જણાવશું. તો મિત્રો જાણવા માટે આ લેખને અંત સુધી વાંચો.

img source

મંદિરમાં ખોલવામાં આવેલા પાંચ ભંડોળમાંથી અનહદ ખજાનો મળી આવ્યો છે. અત્યાર સુધીમાં ખુલેલા પાંચ ભંડોળમાં કિંમતી પથ્થર, સોનું અને ચાંદી વગેરે ઘણી બધી કિંમતી વસ્યુઓ મળી આવી છે. આ કિંમતી ખજાનાની કિંમત લગભગ એક લાખ કરોડ રૂપિયા કરતા પણ વધારે માનવામાં આવે છે. પરંતુ અમુક ઈતિહાસકારોએ જણાવ્યું હતું કે આ ખજાનાનું પુરાતત્વ મહત્વ જોવામાં આવે તો તેની સાચી કિંમત ક્યારેય પણ આંકી ન શકાય. તેનો અંદાજો પણ ન મેળવી શકાય.

અત્યારે આ મંદિરને દુનિયાનું સૌથી અમીર મંદિર માનવામાં આવે છે. આ ખજાનાની વાત કરીએ તો સરકારે પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે આ મંદિરની સંપત્તિ છે અને તેની પાસે જ રહેશે. અને સરકાર દ્વારાની પર નજર રાખવામાં આવશે અને તેની સુરક્ષા પણ કરવામાં આવશે.

img source

હવે આપણે જાણીએ કે છેલ્લા દરવાજાનું શું મહત્વ છે અને તેનું શું રહસ્ય છે. તમને જણાવી દઈએ કે પહેલા પાંચ ભંડોળના દરવાજા ખુલ્ય બાદ 6 નો દરવાજો ન ખુલ્યો. કેમ કે તેનું એક ખાસ રહસ્ય છે. છેલ્લા ભંડોળમાં 3 ખુબ જ મજબુત દરવાજા છે. તેમાં પહેલો દરવાજો લોખંડનો બનેલો છે. જેની મજબૂતાઈ ખુબ જ છે.

બીજો દરવાજો લાકડાનો બનેલો છે અને તેની મજબૂતાઈ ખુબ જ વધારે છે અને તેનો વજન પણ ખુબ જ વધારે છે. અને છેલ્લો દરવાજો પણ ખુબ જ મજબુત છે. છેલ્લો અને ત્રીજો દરવાજો પણ લોખંડનો બનેલો છે. પરંતુ આ લોખંડ ખુબ જ અલગ પ્રકારનું અને મજબુત છે. જેને તોડવું ખુબ જ મુશ્કેલ કામ છે. જે બંધ હાલતમાં છે. તેને ખોલી પણ શકાય નહિ. કેમ કે તેના પર લોખંડના બે નાગ બનેલા છે અમે તે દરવાજા પર સુચન લખેલું છે કે આને જો ખોલવામાં આવશે તો તેનો અંજામ ખુબ જ ખરાબ જોવા મળી શકે છે.

img source

એવું માનવામાં આવે છે કે છેલ્લો દરવાજો શ્રાપ ગ્રસ્ત છે. છેલ્લા દરવાજાની એક વિશેષ વાત એ પણ છે કે દરવાજા પર તાળું કે લોક નથી લગાવેલું. એવું કહેવામાં આવે છે કે તે દરવાજાને એક મંત્ર દ્વારા ખોલવાના આવે છે. જેને અષ્ટનામ બંધન મંત્ર કહેવામાં આવે છે. કહેવાય છે કે આ ભંડોળ એક શ્રાપ ગ્રસ્ત છે અને જો કોઈ પણ આ ભંડોળના દરવાજા સુધી જવાની કોશિશ કરે તો તે વ્યક્તિ બીમાર થઇ જાય અથવા તો તે વ્યક્તિનું મૃત્યુ થઇ જાય છે.

એટલા માટે ભારત સરકાર દ્વારા આ દરવાજાને ખોલવાની કોઈએ પણ કોશિશ ન કરી. તો મિત્રો તેમાં શું છે તે એક કલ્પનાનો વિષય છે. તો મિત્રો કોમેન્ટ કરો અને જણાવો તમારું મંતવ્ય.

img source

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment