શરીરની ચરબી દુર કરવા માટે કલાકો સુધી ભૂખ્યા રહેવાની જરૂર નથી, અપનાવો આ 5 ટીપ્સ જે ફટાફટ ઓગાળશે વધારાની ચરબી…

આજના સમયમાં મોટાભાગના લોકો પોતાના વજન વધવાની મોટી સમસ્યા છે. તેમજ આજકાલની વ્યસ્ત જીવનશૈલીમાં લોકોને જીમ જવાનો સમય નથી મળતો. તો આજે અમે તમને અમુક એવા ડાયટ વિશે ટીપ્સ જણાવશું. જેના દ્વારા તમે સહેલાઈથી શરીરની ચરબી ઓછી કરી શકશો અને પોતાને એક પરફેક્ટ આકાર આપી શકશો.

વધારે વજનથી પરેશાન લોકો ઘણી વાર વજન ઓછું કરવા માટે ફિટનેસની સાથે ડાયટિંગ પણ કરતા હોય છે. પણ જો તમે એમ વિચારતા હો કે ડાયટિંગ કરવી એટલે પોતાને લાંબા સમય સુધી ભૂખ્યા રાખીને તમે વજન ઓછું કરી શકો છો તે વિચાર એકદમ ખોટો છે. પણ તમે ભૂખ્યા રહેવાની જગ્યા થોડી હેલ્દી ડાયટ લો અને થોડી પોતાની અદાતમાં બદલાવ લાવીને પણ વેટ લોસ કરી શકો છો.જો તમે પોતાની ડાયટમાં જે ખોરાક તમારી કેલેરી વધારે છે તેને ઓછો કરી દો તો તેનાથી વજન ઓછું થઈ શકે છે. વધુ પડતી વસાની જગ્યાએ હેલ્દી વસ્તુઓને ડાયટમાં સામેલ કરશો તો તમારા શરીરને એક પરફેક્ટ શેપ મળી શકે છે. અહીં અમે તમને થોડી હેલ્દી ટીપ્સ જણાવીશું જે તમને જીમ ગયા વગર અને ડાયટિંગ કર્યા વગર જ વજન ઓછું કરવામાં મદદ કરશે.

જ્યૂસ કરતા કાચા ફળ :

ફળનું જ્યુસ આપણા માટે લાભકારી છે પણ જો તમે માત્ર ફળનું સેવન કરો છો તો તે તમારા માટે ખુબ જ સારું છે. શુગરી ફ્રૂટનું જ્યુસ કરતા ફળ ખાવા ખુબ જ ફાયદાકારક છે. તેમાં કેલેરી ઇનટેક પણ ઓછું હોય છે, અને તેના કારણે વજન પણ વધતો નથી. આ સિવાય એક સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે, ફ્રુટ્સ ખાવાથી ટાઈપ-2 ડાયાબિટીસનો ખતરો ઓછો રહે છે. મશીનથી કાઢેલ જ્યુસ પીવા કરતા વધુ સ્વાસ્થ્યવર્ધક છે ફળનું સેવન.ડાયટને વ્યવસ્થિત કરો : આપણે જોઈએ છીએ કે લોકો સ્વાદના ચક્કરમાં વધુ ભોજન કરી લે છે. જેના કારણે શરીરમાં કેલેરી વધે છે અને વજન પણ વધે છે. પણ જો તમે માપસર ખાશો તો તમારું વજન પણ નહિ વધે અને કેલેરી પણ કંટ્રોલમાં રહેશે. આ આદતને અપનાવવાથી તમે લાંબા સમય સુધી સ્વસ્થ પણ રહી શકો છો. વજન ઓછું કરવા માટે અથવા તો એક વ્યવસ્થિત શરીર બનાવવા માટે આપણે આપણા ડાયટને હંમેશા એક વ્યવસ્થિત રૂપે અપનાવવું જોઈએ. પણ જો તમે વધુ ભોજન કરો છો તો વજન પણ વધે છે અને બીમારી પણ થઈ શકે છે.

અનહેલ્દી ખોરાક :

ભોજન પહેલા અથવા તો કોઈ મનપસંદ ટીવી શો કે ફિલ્મ જોતી વખતે આપણે સામાન્ય રીતે વધુ કેલેરી ખાતા હોઈએ છીએ. જેના કારણે શરીરમાં વેટ વધે છે. જો તમે પોતાનું વજન ઓછું કરવા માંગતા હો તો પાણી પીવો. તેનાથી પ્યાસ પણ ઓછી થશે અને ભૂખ પણ નહિ લાગે.ભોજનમાં તજ : આ સિવાય તમને જણાવી દઈએ કે, એક સંશોધન અનુસાર જાણવા મળ્યું છે કે ધ જર્નલ ઓફ અમેરિકન કોલેજ ઓફ ન્યુટ્રીશનમાં પ્રકાશિત એક સ્ટડી અનુસાર ખાવાની વસ્તુઓ જેવી કે બ્રેડ, અનાજ અને અન્ય સ્ટાર્ચ વાળી વસ્તુઓમાં એક ચમચી તજનો પાવડર મિક્સ કરીને ખાવાથી શુગર લેવલને કંટ્રોલ કરી શકાય છે. સાથે તમને લાંબા સમય સુધી ભૂખ પણ નથી લાગતી.

થોડા થોડા અંતરે ખાવું :

વજન ઓછું કરવા માટે પોતાને વધુ સમય માટે ભૂખ્યા ન રાખો. આમ કરવાથી તમારી તંદુરસ્તી પણ ખરાબ અસર થઈ શકે છે. પણ તેના કરતા તમે થોડા થોડા અંતરે ખાવ, તેનાથી તમને અનાવશ્યક ભૂખ પણ નહિ લાગે અને વજન પણ કંટ્રોલમાં રહેશે. અને સાથે શરીરમાં કેલેરી પણ નિયંત્રિત રહેશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment