સૂતી વખતે આવતી ઉધરસ માટે અન્ય દવાઓ ખાવા કરતા ખાઈ લો તમારા રસોડામા રહેલી આ 5 માંથી કોઈ એક વસ્તુ..

જેમ કે તમે જાણો છો તેમ ઋતુ બદલાતા આપણા શરીર પર તેની અસર જોવા મળે છે, આમ ઋતુ પરિવર્તનથી શરદી, તાવ, ઉધરસ, થવી એ સામાન્ય બાબત છે. ઘણી વખત આ સમસ્યા ખરાબ ખાનપાનના કારણે પણ થઈ શકે છે, અને ઘણી વખત આપણે જ્યારે ઠંડા પાણીનું સેવન કરીએ છીએ, અથવા સિગારેટ, શરાબ અથવા કોલ્ડ્રીંક પીવાથી પણ આવી સમસ્યા થઈ શકે છે. જ્યારે ઘણા લોકોને તો નિંદરમાં પણ ઉધરસ આવતી હોય છે. અને ઘણા લોકોને નિંદર ઉડી ગયા પછી પણ ઉધરસ આવે છે. જો તમારી સાથે પણ આવું થાય છે તો આ લેખ દ્વારા આ સમસ્યા દુર કરી શકો છો.

આજે અમે તમને નિંદરમાં આવતી ઉધરસથી બચવા માટેના થોડા ઘરેલું ઉપચાર વિશે જણાવીશું. ઘણી વખત રાતે નિંદરમાં ઉધરસ આવવાનું કારણ તમારા મ્યુકસનું મોટું થવું અથવા ખોરાક બરાબર ન પચવાથી ફૂડ પાઈપમાં પાછું આવવાથી પણ ઉધરસ આવી શકે છે. ચાલો તો આવા કેટલાક ઘરેલું ઉપચાર વિશે જાણી લઈએ.મધનું સેવન :

ઉધરસથી છુટકારો મેળવવા માટે મધનો ઉપયોગ ખુબ જ જુનો ઉપચાર માનવામાં આવે છે. મધમાં મળતા એન્ટી બેક્ટેરિયલ ગુણ તમારી ઉધરસને રોકવામાં ખુબ જ અસરકારક છે. મધ પર થયેલ શોધ અનુસાર મધ તમારા મ્યુકસને પાતળું કરીને ઉધરસ રોકવા માટે કોઈ રામબાણથી કમ નથી. આ માટે તમે સૂતા પહેલા 2 ચમચી મધ પીયને સુઈ જાવ. આમ કરવાથી તમારી નિંદરમાં આવતી ઉધરસથી રાહત મળી જશે.

પીપરીમૂળ :

પીપરીમૂળની ગાંઠ પણ તમને ઉધરસથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. પીપરીમૂળની ગાંઠને પીસીને તેમાં મધ મિક્સ કરીને પીવાથી સુકી ઉધરસ અથવા રાતમાં અચાનક આવતી ઉધરસથી છુટકારો મેળવી આપે છે. જો કે પ્રાચીન કાળથી પીપરીમૂળની ગાંઠનો ઉપયોગ થતો આવ્યો છે. તેને ગરમ પાણીની સાથે પીવાથી પણ જલ્દી ઉધરસમાં ફાયદો થાય છે. તેમાં બીજા અનેક પોષકતત્વો રહેલા છે જે ઉધરસ સામે લડવામાં મદદ કરે છે. આથી જો તમે નિંદરમાં આવતી ઉધરસથી પરેશાન છો તો પીપરીમૂળનું સેવન જરૂર કરો.આદુ :

ઉધરસથી બચવા માટે આદુનો ઉપયોગ સૌથી પહેલા કરવામાં આવે છે. તેમાં મળતા એન્ટી બેક્ટેરિયલ ગુણ ઉધરસને ઓછી કરે છે. તેનો ઉપયોગ પ્રાકૃતિક રૂપે એન્ટિહિસ્ટેમાઈનના રૂપમાં કરવામાં આવે છે. આદુનું સેવન તમારા મ્યુકસને પાતળું કરવામાં પણ મદદ કરે છે. આ માટે તમારે આદુને ઝીણું પીસીને તેનો રસ કાઢવાનો છે. તમે ઈચ્છો તો આદુના નાના ટુકડા કરીને મોઢામાં રાખીને ચૂસી પણ શકો છો. આમ કરવાથી આદુનો રસ તમારા ગળામાં સારી રીતે અવશોષિત થઈ જાય છે અને તમને ઉધરસમાં આરામ મળે છે.

મુલેઠીના ટુકડા :

મુલેઠીના ટુકડા ઉધરસ માટે રામબાણ સિદ્ધ થાય છે. તે ઉધરસ માટે તો ફાયદાકારક છે જ, સાથે તમારું રક્ત પણ શુદ્ધ કરવામાં અને ત્વચાને નિખારવામાં પણ ખુબ જ અસરકારક છે. ઉધરસની સમસ્યાથી રાહત મેળવવા માટે તમે મુલેઠીથી બનેલ ચા અથવા મુલેઠીના પાણીથી નાસ પણ લઈ શકો છો. રાત્રે સૂતા પહેલા તમે મુલેઠીના પાણી પીય શકો છો. અથવા તેના નાના ટુકડા ઉકાળીને તેને ચૂસી પણ શકો છો. આવું દરરોજ કરવાથી તમે રાત્રે અચાનક આવતી ઉધરસથી છુટકારો મેળવી શકો છો.મરીનો ઉપયોગ કરો :

ઉધરસનું નામ આવતા જ મરીને પ્રથમ શ્રેણીમાં મુકવામાં આવે છે. ઉધરસ માટે ટોનિકના રૂપમાં કામ કરતું આ એક ઘરેલું ઉપચાર તમારી ચેસ્ટ કન્જેકશનમાં પણ મદદ કરે છે. ભારતીય ઘરમાં ઉધરસથી રાહત મેળવવા માટે તેનો ખુબ ઉપયોગ કરવામાં આવે છે. મરીથી બનેલ ચા પીવાથી તમારું મ્યુકસ સારી રીતે કાર્ય કરે છે. રાત્રે અચાનક ઉધરસ આવવા પર મરી તમારા માટે એક ઔષધીના રૂપમાં કામ કરે છે. ઉધરસ આવવા પર તમે તેને રાત્રે પણ ખાઈ શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment