અજમાવો આ ઘરેલું મફત ઉપાયો અને બવાસીરને કાયમ માટે કહો બાય બાય, બ્લીડિંગ અને દુઃખાવામાં ચપટી વગાડતા જ મળી જશે રાહત…

બવાસીરને મેડીકલ ભાષામાં પાઈલ્સ અથવા (haemorrhoids) ના રૂપમાં ઓળખવામાં આવે છે. આ એક એવી સ્થિતિ છે જેમાં કિડની અથવા નીચે મળાશયની અંદર અથવા બહારની નસ સોજી જાય છે. જ્યારે બવાસીરના લક્ષણમાં દર્દીને મળ ત્યાગ કરવામાં દુઃખાવો, જલન, અથવા દર્દનો અનુભવ થાય છે.

તેમાં મળ ત્યાગ દરમિયાન મળાશય ક્ષેત્ર પર દબાણને કારણે બવાસીર વધી જાય છે. જ્યારે ઘણા કેસોમાં જ્યારે સ્થિતિ ખુબ જ ગંભીર થાય છે, તો રક્તસ્ત્રાવ પણ થાય છે. અમે તમને બવાસીરથી રાહત મેળવવા માટેના થોડા પ્રાકૃતિક ઘરેલું ઉપચાર વિશે જણાવશું.

1 ) મૂળાનો રસ દિવસમાં બે વખત પીવાથી બવાસીરનો સામાન્ય ઉપચાર થાય છે. ¼ કપથી શરૂ કરો અને ધીમે ધીમે તેની માત્રા વધારીને એક કપ કરો, દિવસમાં બે વખત તેને પીવો. 2 ) ત્રણથી ચાર સૂકાયેલ અંજીર રાત્રે પાણીમાં પલાળી દો. તેને દિવસમાં બે વખત તે પાણીની સાથે લો જેમાં તેને પલાળવવામાં આવ્યા હોય.

3 ) દાડમની છાલને થોડા પાણીમાં ઉકાળી લો. આ પાણીને ગાળીને દિવસમાં બે વખત તેનું સેવન કરો. 4 ) બવાસીરને કારણે થતા દુઃખાવાને ઓછો કરવા માટે છાશ પીવો, જેમાં સિંધાલુણ મીઠું, આદુ અને કાળા મરી મિક્સ કરેલા હોય. તેને દિવસમાં બે વખત પીવો.

5 ) બવાસીરને કારણે થતા રક્તસ્ત્રાવથી રાહત મેળવવા માટે એક ચમચી સરસવના દાણાનું ચૂર્ણ અડધા કપ બકરીના દૂધમાં થોડી ખાંડ મિક્સ કરીને પીવો. તેને સવાર સાંજ ખાલી પેટે કરો. 6 ) સુકવેલા કેરીના બીજનો પાવડર બે ચમચી આ ચૂર્ણને થોડા મધમાં મિક્સ કરો. દિવસમાં બે વખત તેનું સેવન કરો.

7 ) એક ચમચી આદુ અને લીંબુનો રસમાં ફુદીનાના પાન અને મધ મિક્સ કરો. તેને દિવસમાં બે થી ત્રણ વખત લો. 8 ) બવાસીરના દુઃખાવાને ઓછો કરવા માટે એક પાકેલું પીસેલું કેળું એક કપ દૂધમાં મિક્સ કરી લો. આ મિશ્રણને દિવસમાં ત્રણથી ચાર વખત લો.

9 ) જાંબુ બવાસીરના ઈલાજમાં પ્રભાવી છે. આ ફળ ઉનાળામાં આવે છે. આથી તેનો ભરપુર ફાયદો લેવો જોઈએ. સવારે ખાલી પેટ એક મુઠ્ઠી જાંબુમાં થોડું મીઠું મિક્સ કરીને ખાવા જોઈએ.

10 ) શલગમનું શાક બવાસીર માટે એક સારો ઉપાય છે. ગાજર, પાલક, અને શલગમનાં પાનનો રસમાંથી પ્રત્યેક 50 મિલીલીટરનું મિશ્રણ તૈયાર કરો. 11 ) થોડી છાશમાં કારેલા અથવા કારેલાના પાનનો રસ મિક્સ કરો. તેને દરરોજ સવારે લેવું જોઈએ. 12 ) હળદરમાં એન્ટીસેપ્ટિક અને હિલીંગ ગુણ હોય છે. આથી એક ચમચી પીસેલી તાજી હળદરની જડનું સેવન કરો.

13 ) નાળિયેરને પ્રભાવિત જગ્યાએ લગાવવાથી જલન અને ખંજવાળથી રાહત મળે છે.

14 ) પીસેલું કાળું જીરું, જેને શાહજીરા અથવા જીરાના નામે ઓળખાય છે. આ મિશ્રણ તૈયાર કરો. આ ચૂર્ણને એક ચમચી એક ગ્લાસ પાણીમાં મિક્સ કરો અને દિવસમાં એક વખત, સવારે પીવો. 15 ) એક ખુબ જ ઝીણી સમારેલ ડુંગળીમાં બે મોટી ચમચી મધ મિક્સ કરો. તેને દિવસમાં બે વખત લો.

16 ) મુઠ્ઠી તલ અથવા તલના 500 મિલી પાણીમાં ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તેનો ત્રીજો ભાગ ન રહે. તેની પેસ્ટ બનાવી લો. અને તેમાં એક ચમચી માખણ મિક્સ કરો. તેને દિવસમાં બે વખત ખાવ.

આમ તમે બવાસીરના ઈલાજ માટે ઉપર આપેલ ઉપાયોને અજમાવીને તેનાથી રાહત મેળવી શકો છો. તેમજ જો તમને તકલીફ વધુ હોય તો કોઈ નિષ્ણાંતની સલાહ જરૂર લેવી જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “અજમાવો આ ઘરેલું મફત ઉપાયો અને બવાસીરને કાયમ માટે કહો બાય બાય, બ્લીડિંગ અને દુઃખાવામાં ચપટી વગાડતા જ મળી જશે રાહત…”

  1. May be this info will help many elsewhere if they can read and apply to their problem. BUT YOU have little efforts to make this article printable. Keep up the good work for yourself only.!!

    Reply

Leave a Comment