અચાનક જાગવા પર શરીર હાલતું-ચાલતું નથી તો ચેતી જજો, જાણો શા માટે થાય છે આવા ભયાનક અનુભવ…

ઘણી વખત નિંદરમાંથી ઉઠ્યા પછી તરત શરીરને હલાવવામાં તમને તકલીફ થઈ રહી છે. એવું લાગે છે કે, કોઈ વસ્તુ તમારા હાથ-પગને રોકે છે. આવું કોઈ સપનામાં નહિ પણ તમે ખુલી આંખે અનુભવો છો. શરીરની આ અવસ્થાને સ્લીપ પેરાલીસીસ કહેવાય છે. તેમાં વ્યક્તિ માનસિક રીતે જાગેલો હોય છે. પણ શરીર વાસ્તવમાં સુતું હોય છે. આ દરમિયાન નાનો એવો અવાજ પણ ભયનો અનુભવ કરાવે છે. ઘણા લોકો એવો અનુભવ પણ થાય છે જેમ કે તેનો શ્વાસ અટકી રહ્યો છે. જ્યારે ઘણા લોકોને સ્લીપ પેરાલીસીસ દરમિયાન એવો અનુભવ થાય છે કે જાણે તેનું શરીર હવામાં ઉડી રહ્યું છે.

સ્લીપ પેરાલીસીસ પાછળ ઘણા મનોવૈજ્ઞાનિક કારણ માનવામાં આવે છે. જાણવા મળતી માહિતી મુજબ આ વિષય પર કરવામાં આવેલ અભ્યાસ મુજબ તેમાં 36000 લોકોએ ભાગ લીધો હતો. જેમાં સ્લીપ પેરાલીસીસ સૌથી વધુ વિદ્યાર્થી અથવા એવા લોકોમાં જોવા મળ્યો જેનો સ્લીપિંગ પેટર્ન ખરાબ હતી. આ સિવાય તણાવ, ડિપ્રેશન જેવા મેન્ટલ ડીસઓર્ડર વાળા લોકોમાં પણ સ્લીપ પેરાલીસીસના લક્ષણ જોવા મળ્યા હતા.

શરીર કેમ હલતું નથી ? : સુવાની પ્રક્રિયામાં આપણે ત્રણ અથવા ચાર નોન-આરઈએમ અને એક રેપીડ આઈ મુવમેન્ટના ચરણથી પસાર થઈએ છીએ. એક્સપર્ટ કહે છે કે, તેમાંથી સપના કોઈ પણ ચરણમાં આવી શકે છે. પણ રેપીડ આઈ મુવમેન્ટ તે ચરણ છે જ્યાં સપના એકદમ વાસ્તવિક થવા લાગે છે.

સ્લીપ પેરાલીસીસ પ્રોજેક્ટ પર કામ કરતા શોધકર્તાએ જણાવ્યું છે કે, રેપીડ આઈ મુવમેન્ટ દરમિયાન મગજ સક્રિય અવસ્થામાં રહે છે. આરઈએમમાં લોકો પોતાને સપનાથી બહાર લાવવા દરમિયાન સ્વાભાવિક રૂપથી લકવાગ્રસ્ત થઈ જાય છે. તેને આરઈએમ એટોનિયા પણ કહે છે. આ અવસ્થા થોડી સેકેંડથી લઈને એક મિનીટ સુધી રહે છે. ઘણા કેસોમાં તે 10 થી 15 મિનીટ રહે છે.

મેડીકલ હાઈપોથીસીસ પત્રિકાના એક અભ્યાસ અનુસાર શરીરની તંત્રિકાઓ મસ્તિષ્કને હલવાનો સંકેત આપે છે. આવું ન થવાની સ્થિતિમાં મસ્તિષ્ક મતિભ્રમમાં ચાલ્યું જાય છે. તે મસ્તિષ્કમાં અતિસક્રીય અમીગડાલા અંગ પ્રણાલીના કારણે પણ થાય છે. તે મસ્તિષ્કને ડર અથવા ખુશી જેવી ભાવાત્મક પ્રતિક્રિયાઓ આપે છે. આરઈએમ સ્લીપ દરમિયાન અમીગડાલા સક્રિય અવસ્થામાં રહે છે અને સ્લીપ પેરાલીસીસ દરમિયાન તે વધુ તેજીથી કામ કરે છે.

સ્લીપ પેરાલીસીસના લક્ષણ : 1999 માં સ્લીપ પેરાલીસીસ પર થયેલ અભ્યાસ મુજબ સ્લીપ પેરાલીસીસ મતિભ્રમના ત્રણ મુખ્ય શ્રેણીઓથી પસાર થાય છે. જેમ કે ભયાનક સપના, અચાનક દેખાતા સપના અને અસામાન્ય શારીરિક અનુભવ, આ દરમિયાન મોટાભાગના લોકો પોતાની છાતી પર તેજ દબાણનો અનુભવ કરે છે. જેનાથી એવો અનુભવ થાય છે કે તે શ્વાસ પણ નથી લઈ શકતા. આ દરમિયાન ઓક્સિજનની પૂરી માત્રા તેના શરીરમાં રહે છે, પરંતુ ડરના કારણે તેને એવો અનુભવ થાય છે કે તેની શ્વાસ નથી આવતી.

આ દરમિયાન મગજમાં એક પ્રકારનો વિરોધાભાસ ચાલે છે. અથવા તો સ્લીપ પેરાલીસીસ દરમિયાન મગજ અને શરીર વચ્ચે સંતુલન નથી બનતું. તમે તેને તમારું મગજ ઘણા લાઈટ બલ્બની જેમ છે જેને બંધ કરવા માટે અલગ અલગ ઓન-ઓફ સ્વીચ છે. જો કે મગજની બધી સ્વીચ એકસાથે બંધ થઈ જવી જોઈએ. અને આખા મગજને એક સાથે જાગવું જોઈએ. જો કે એ ઘણી વખત મગજની ઘણી સ્વીચ પહેલા ઓન થઈ જાય છે જ્યારે ઘણી ઓન થવાની તૈયારી કરે છે. નિંદરમાં ચાલવું અને બોલવાની પ્રક્રિયા પણ આ પ્રકારની જ છે. તેમાં પૂરી રીતે જાગતા પહેલા જ તમારા ઘણા અંગ સક્રિય થઈ જાય છે.

આ વાતનું ધ્યાન રાખો : સ્લીપ પેરાલીસીસ કોઈ પણને થઈ શકે છે. સામાન્ય રીતે નિંદરમાં કમી અથવા અડચણ, જેટ લેગ અથવા શિફ્ટમાં કામ કરતા લોકોને અનુભવ થાય છે. તેને હાઇપરટેન્શન, વાઈ આવવી, નાર્કોલેપ્સીથી પણ જોડવામાં આવે છે. જ્યાં લોકોની સ્લીપ સાયકલ બગડી જાય છે અને લોકો ગમે ત્યારે સુઈ જાય છે.

જો તમે અક્સર સ્લીપ પેરાલીસીસનો અનુભવ કરો છો તો ઉંધા સુવાથી બચવું જોઈએ. અભ્યાસ અનુસાર જે લોકો ઉંધા સુવે છે તે અન્ય લોકોની તુલનામાં સ્લીપ પેરાલીસીસનો વધુ અનુભવ કરે છે. જો તમે સ્લીપ પેરાલીસીસનો અનુભવ કરો છો એટલે કે જાગ્યા પછી પોતાના શરીરને હાલવા-ચાલવામાં અસમર્થ અનુભવો છો તો પોતાની એનર્જી પગ અથવા હાથની આંગળીઓ પર લગાવો.

આમ એમ કહી શકાય કે સ્લીપ પેરાલીસીસની અવસ્થાનો અનુભવ થવા પર આંગળીઓ અને માંસપેશીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. માંસપેશીઓમાં થોડી પણ હરકત થવા પર સ્લીપ પેરાલીસીસ તૂટી જાય છે. અને તમે સામાન્ય અવસ્થામાં આવી જાવ છો. આમ તમે સ્લીપ પેરાલીસીસથી બચીને તેની આદતથી છુટકારો મેળવી શકો છો. જે તમને ખુબ જ સ્વસ્થ રાખશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment