મોંઘી દવાઓ કે ઓપરેશન વગર જ બ્લોકેઝ નસો ખુલી જશે, અજમાવો ઘરે બેઠા આ ઉપાયો. નસેનસમાંથી ગંદકી નીકળી જશે બહાર…

શરીરના સારા કામકાજ માટે નસનું સ્વસ્થ રહેવું અને મજબુત હોવું ખુબ જરૂરી છે. શરીરમાં નસોનું કામ લોહીને હૃદય સુધી લઈ જવાનું અને ઓક્સિજન શરૂ રાખવાનું છે. આથી જો નસ ખરાબ હશે તો ઘણી ગંભીર બીમારીઓ એટલે સુધી કે, તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

ઘણી વખત ખરાબ જીવનશૈલી અને ખાનપાનના કારણે નસમાં ગંદકી જામી જાય છે. મેડીકલ ભાષામાં તેને કોલેસ્ટ્રોલ જમા થવું કહેવાય છે, જેનાથી નસ બ્લોક થઈ જાય છે. ગંદકી જ્યારે નસમાં જમા થવાનું શરૂ કરે છે તો શરીરમાં રક્ત પ્રવાહ પર ઘણો પ્રભાવ પડે છે. જેનાથી તમને હાર્ટ એટેક સ્ટ્રોક અને હૃદયને લગતી ઘણી ગંભીર બીમારીનો ખતરો વધી જાય છે.

નસનું બ્લોક થવાથી શું નુકશાન થાય છે ? : નસનું બ્લોક થવાથી તમને કોરોનરી આર્ટરી ડિસીઝ,  હાર્ટ એટેક, સ્ટ્રોકનો ખતરો થઈ શકે છે. નસમાં જામેલ ગંદકી લોહીમાં ફરતા વિભિન્ન પદાર્થથી બને છે. તેમાં કેલ્શિયમ, ફેટ, કોલેસ્ટ્રોલ, સેલુલર અને ફાઈબ્રીન, રક્તના ગઠ્ઠા સામેલ છે. નસનું બ્લોક થવા પર તમને પ્રભાવિત ભાગમાં ગાંઠ, જલન થઈ શકે છે.

નસ બ્લોક થવાના લક્ષણો : તમને છાતીમાં દુઃખાવો, શ્વાસની કમી, હૃદયની ગભરાહટ, કમજોરી, ચક્કર આવવા, જીવ મુંઝાવો ઉલટી અને પરસેવો આવવો જેવા લક્ષણ પણ અનુભવાય છે. અમે તમને ઘણા એવા સરળ ઉપાય વિશે જણાવશું જેના દ્વારા તમે નસને સાફ કરી શકશો. તો ચાલો જાણીએ નસની સફાઈ માટે ઘરેલું ઉપાય વિશે…

દ્રાક્ષ અને લીંબુનું પાણી : એક લીટર પાણીમાં 15 થી 20 દ્રાક્ષને વચ્ચેથી કાપીને નાખો. હવે તેમાં એક લીંબુને છાલ સહીત ચાર ભાગમાં સમારી લો. લગભગ બે કલાક માટે તેને નોર્મલ તાપમાનમાં રહેવા દો, અને પછી તેનો ઉપયોગ કરો.

લસણનું પાણી : લસણમાં એન્ટી ઓક્સીડેન્ટ મળે છે. જે શરીરને હાનિકારક ફ્રી રેડીકલને ખત્મ કરે છે. દરરોજ સવારે લસણની એક અથવા બે કળી નવશેકા ગરમ પાણીની સાથે ગળી જવી ખુબ જ સરળ છે. આ સિવાય તમે લસણનું પાણી પણ પીય શકો છો.

દાડમનો રસ : દાડમ નસ અને શરીરમાં ફેટ જમા થવાથી રોકે છે. આ સિવાય દાડમનું સેવન કરવાથી શરીરમાં નાઈટ્રીક ઓક્સાઈડનું નિર્માણ કરે છે. આ નાઈટ્રીક ઓક્સાઈડ નસને ખુલ્લી રાખે છે અને તેમાં રક્તના પ્રવાહને સુચારુ બનાવે છે.

ગ્રીન-ટી : તેમાં કેટેચીન નામનું એક કમ્પાઉન્ડ મળે છે, જે નસને સામાન્ય રૂપથી નરમ બનાવી રાખે છે. આ સિવાય તેનાથી હૃદયની બીમારીઓ થવાનો ખતરો ઓછો રહે છે.

સફરજન અને તજનું પાણી : લગભગ અડધા લીટર પાણીમાં અડધું સફરજનના ઝીણા ટુકડા અને એક ચમચી તજનો પાવડર મિક્સ કરો અને લગભગ બે કલાક માટે રહેવા દો. તેને વજન ઓછો કરવા માટે પણ ઉપયોગ કરી શકાય છે.

સંતરા અને આદુનું પાણી : એક સંતરાની અંદરનો ગર્ભ એક વાટકીમાં કાઢી લો. હવે અડધા ઇંચ આદુનો ટુકડાને સારી રીતે પીસી નાખો. એક લીટર પાણી લો અને તેમાં આ બંને વસ્તુઓ નાખીને ફ્રીજમાં 2 કલાક માટે મૂકી દો.

શતાવરી : તમારી ધમનીઓને સાફ કરવા માટે સૌથી સારા ખાદ્ય પદાર્થ માંથી એક છે. ફાઈબર અને ખનીજથી ભરપુર આ સબ્જી રક્તચાપને ઓછું કરવામાં અને રક્તના ગઠ્ઠાને રોકવામાં મદદ કરે છે, જેનાથી ગંભીર હૃદય રોગ થઈ શકે છે.

એવોકાડો : બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરવા અને ગુડ કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે. જેનાથી ધમનીઓને સાફ કરવામાં મદદ મળે છે. તેમાં વિટામીન ઈ પણ હોય છે. જે કોલેસ્ટ્રોલના ઓક્સીકરણને રોકે છે. સાથે જ પોટેશિયમ, જે નિમ્ન રક્તચાપ માટે ઓળખાય છે. તે નસ અને ધમનીઓની અંદર સોજાને ઓછો કરવા માટે કામ કરે છે, જે સમયની સાથે જમા થાય છે.

બ્રોકોલી : વિટામીન કે થી ભરપુર આ સબ્જી કેલ્શિયમને ધમનીઓને નુકશાન કરવાથી રોકે છે. બ્રોકોલી કોલેસ્ટ્રોલના ઓક્સીકરણને પણ રોકે છે. ફાઈબરથી ભરપુર આ સબ્જી રક્તચાપને ઓછું કરે છે. તણાવથી ધમનીઓની દીવાલમાં પ્લેક જમા થઈ જાય છે અને તે તણાવ ઓછો કરે છે. તેમાં સલ્ફોરાફેન પણ હોય છે, જે ધમનીઓમાં પ્લેક રોકવા માટે શરીરને પ્રોટીનનો ઉપયોગ કરવામાં મદદ કરે છે.

તરબૂચ : તરબૂચ એમીનો એસીડ L-citrulline નો એક પ્રાકૃતિક સ્ત્રોત છે. જે શરીરમાં નાઈટ્રીક ઓક્સાઈડના ઉત્પાદનને વધારે છે. નાઈટ્રીક ઓક્સાઈડ ધમનીઓને શીથીલ કરે છે. સોજાને ઓછો કરે છે અને નિમ્ન રક્તચાપમાં મદદ કરે છે.

આમ તમે નસનું બ્લોક થવાનું રોકવા માટે ઉપર આપેલ ખોરાકનું સેવન કરી શકો છો. તેમજ તેના નિયમિત સેવનથી તમારા શરીરમાં ગંદકી તેમજ બેડ કોલેસ્ટ્રોલ જેવી સમસ્યા નથી થતી અને તમે સ્વસ્થ જીવનશૈલી જીવી શકો છો. આમ તમે અહીં આપેલ વિભિન્ન પ્રવાહી તેમજ સબ્જીનું સેવન કરીને વજન પણ ઓછો કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “મોંઘી દવાઓ કે ઓપરેશન વગર જ બ્લોકેઝ નસો ખુલી જશે, અજમાવો ઘરે બેઠા આ ઉપાયો. નસેનસમાંથી ગંદકી નીકળી જશે બહાર…”

Leave a Comment